અમદાવાદ, ઑક્ટોબર 2026: પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીના ભાગરૂપે, ડાબર ઇન્ડિયા લિમિટેડની અગ્રણી ફ્રૂટ જ્યુસ અને નેક્ટર બ્રાન્ડ ડાબર રિયલ દ્વારા નવું ફેસ્ટિવ કેમ્પેઇન ‘રિયલ બોન્ડ્સ વિથ રિયલ ગ્રીટીંગ્સ’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન મિત્રતા, એકતા, સંબંધોની હૂંફ અને સ્નેહીજનો સાથે ખાસ પળો તથા ભેટ-સોગાદો વહેંચવાની ખુશીને ઉજાગર કરે છે. શુભેચ્છાઓની સાથે ફળોની ગુણવત્તા અને પોષકતાનું મહત્વ વહેંચવાનો સંદેશ આપતું આ અભિયાન સ્વાસ્થ્ય અને ખુશીઓ પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.
તહેવારના મૂળ ભાવ સાથે જોડાયેલું આ કેમ્પેઇન દર્શાવે છે કે કેવી રીતે દિવાળી પરિવારજનોને વધુ નજીક લાવે છે અને સાથે વિતાવેલી પળો યાદગાર સ્મૃતિઓનું સર્જન કરે છે. પોતાની નવી જાહેરાત ફિલ્મ દ્વારા રિયલ તહેવારોની ઉજવણી અને ફળોની પોષકતાના મહત્વ સાથેના પોતાના જોડાણને વધુ મજબૂત બનાવે છે, જે તહેવારોની આ મોસમમાં એક તાજગીભર્યો અભિગમ રજૂ કરે છે.
TARK માર્કેટિંગ કન્સલ્ટન્ટ્સ દ્વારા કન્સેપ્ચ્યુઅલાઇઝ કરવામાં આવેલી આ ફિલ્મ મિત્રતા, એકતા અને વિચારશીલ સંબંધોની હૃદયસ્પર્શી વાર્તા દ્વારા દિવાળીની સાચી ભાવનાને રજૂ કરે છે. ફિલ્મની શરૂઆત દિવાળીની તૈયારીઓ કરી રહેલા પરિવારો સાથે થાય છે, જ્યાં બાળકોનું એક જૂથ પોતાના એવા મિત્રના ઘરે જવાનું આયોજન કરે છે, જે બહાર આવી શકે તેમ નથી. પોતે માણી રહેલા તહેવારના આનંદથી તેમનો મિત્ર વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે બાળકો કાગળના ફટાકડા, ફુગ્ગા અને ખાસ ‘રિયલ ગ્રીટીંગ્સ’ પેક સાથે તેની સાથે ઉજવણી કરવા એકત્ર થાય છે.
આ વિચારશીલ પહેલ દ્વારા ફિલ્મ સંવેદનશીલતા, સમાવેશિતા અને અન્યની જરૂરિયાતોનું ધ્યાન રાખવાના મહત્વ પર પ્રકાશ પાડે છે. તે દર્શાવે છે કે દયા અને પ્રેમનું નાનું કાર્ય પણ મોટો તફાવત લાવી શકે છે. સાથે જ, પ્રેક્ષકોને યાદ અપાવે છે કે દિવાળીનો સાચો આનંદ ખુશીઓ વહેંચવામાં અને ઉજવણીમાં કોઈ પાછળ રહી ન જાય તે સુનિશ્ચિત કરવામાં રહેલો છે.
કેમ્પેઇન અંગે વાત કરતા, ડાબર ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર – માર્કેટિંગ, શ્રી મયંક કુમારે જણાવ્યું હતું કે:
“દિવાળી એ સંબંધો, એકતા અને આપણા જીવનમાં ખુશીઓ લાવતી નાની-નાની ક્ષણોનો ઉત્સવ છે. અમારી નવી કેમ્પેઇન ફિલ્મ દ્વારા અમે એ હૂંફ અને આનંદને દર્શાવવા માગતા હતા, જે ભારતભરના પરિવારો માટે આ તહેવારને ખૂબ ખાસ બનાવે છે. રિયલમાં, અમારું માનવું છે કે તહેવારની શ્રેષ્ઠ ક્ષણો તે જ હોય છે, જે આપણે આપણા સ્નેહીજનો સાથે વિતાવીએ છીએ. આ દિવાળીએ અમારા ગ્રાહકો સાથે એકતાની આ સુંદર ભાવનાની ઉજવણી કરતાં અમને ખૂબ આનંદ થાય છે.”
ડાબર ઇન્ડિયા લિમિટેડના જનરલ મેનેજર – માર્કેટિંગ (ફૂડ્સ), સુશ્રી મોનિશા પરાશરે જણાવ્યું હતું કે:
“રિયલ દેશભરમાં પારિવારિક ક્ષણોનો એક વિશ્વસનીય ભાગ રહ્યું છે. અમારી નવી દિવાળી ફિલ્મ તહેવારોની મોસમને યાદગાર બનાવતી પરંપરાઓ અને સંબંધોની ઉજવણી કરીને આ ભાવનાત્મક જોડાણને વધુ મજબૂત બનાવે છે. આ કેમ્પેઇન દ્વારા અમારો હેતુ ગ્રાહકો સાથે અર્થપૂર્ણ રીતે જોડાવાનો છે અને જ્યારે તેઓ ખુશીઓ વહેંચવા તથા કાયમી યાદો બનાવવા માટે એકત્ર થાય છે, ત્યારે રિયલને તેમની ઉજવણીનો એક ભાગ બનાવવાનો છે.”
આ ફેસ્ટિવ પહેલ દ્વારા ડાબર રિયલ જીવનને ખાસ બનાવતા પ્રસંગો, સંબંધો અને રોજિંદી ક્ષણોની ઉજવણી કરીને ગ્રાહકો સાથેના પોતાના જોડાણને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.
