અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026: પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડ (the “Company”) તેના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“Equity Shares”) નો આઈપીઓ (“Offer”) મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે સોમવાર, 7 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026 છે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 643થી રૂ. 676 નક્કી કરવામાં આવ્યો છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂ. 800.00 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 4,200.00 મિલિયન સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. આમ, ઓફરનું કુલ કદ રૂ. 5,000.00 મિલિયન છે. કંપની ઓફરમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ ચોક્કસ લોન અને અન્ય ઉધારની ચુકવણી તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની સ્થાપના 1992માં થઈ હતી અને તેને સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉદ્યોગમાં 33 વર્ષથી વધુનો અનુભવ છે. કંપની એસિટોન અને ફોસ્ફરસ આધારિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉપરાંત જટિલ અને વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા અન્ય સ્પેશિયાલિટી કેમિકલ્સનું ફોરવર્ડ ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન કરતી કંપની છે. 15 જુલાઈ, 2026 સુધીની સ્થિતિ મુજબ, કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રે અત્યંત વૈવિધ્યસભર કંપની છે, જે 150થી વધુ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. તેના 1,600થી વધુ ગ્રાહકો છે અને તે 69 દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. કંપનીની પ્રોડક્ટ્સનો વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક ઉપયોગ થાય છે. તેના પાંચ મુખ્ય ક્ષેત્રોમાં (એ) પરફોર્મન્સ કેમિકલ્સ, જેમાં લ્યુબ્રિકન્ટ એડિટિવ્સ અને માઇનિંગ કેમિકલ્સનો સમાવેશ થાય છે, (બી) PICA એટલે કે પેઇન્ટ્સ, ઇન્ક્સ, કન્સ્ટ્રક્શન અને એડહેસિવ્સ (સી) ફાર્માસ્યુટિકલ્સ, (ડી) એગ્રોકેમિકલ્સ અને (ઈ) હોમ તથા પર્સનલ કેરનો સમાવેશ થાય છે.
આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચીને કરવામાં આવી રહી છે. આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”) (આવો હિસ્સો “QIB Portion” ગણાશે) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો ઇન્શ્યોરન્સ એક્ટ, 1938ની જોગવાઈઓ હેઠળ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોંધાયેલી જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 2013ની જોગવાઈઓ હેઠળ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નોંધાયેલા પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ તેમના તરફથી પ્રાપ્ત થઈ હોય. જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સમાં અનામત કેટેગરીમાં કોઈ અંડરસબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તેને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફાળવી શકાય છે. એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (the “Net QIB Portion”). આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત, (એ) ઓફરના લઘુત્તમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (1) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રહેશે અને (2) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે તથા (બી) ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે. ત્યારબાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી.
ડીએએમ કેપિટલ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેર્સને બીએસઈ અને એનએસઈના મેઇન બોર્ડ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
