Virat Gujarat
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલાના અદ્યતન ઉકેલો સાથે રિટેલ ઇકોસિસ્ટમને વેગ મળ્યો

નવી દિલ્હી, ભારત – 02 ડિસેમ્બર 2024: ભારત 2047 સુધીમાં 35 ટ્રિલીયન ડોલરનું સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાનો માર્ગ કંડારી રહ્યુ છે ત્યારે નોન-આલ્કોહોલિક બેવરેજ ક્ષેત્ર એક યોગદાનકર્તા તરીકે ઉભરી આવ્યુ છે, જે અસરકારક રિટેલ નેટવર્ક્સ અને ઉપભોક્તા કેન્દ્રિત વ્યૂહરચનાઓ મારફતે રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિમાં મૂલ્ય ઉમેરણ પૂરું પાડી રહી છે.

આ સંદર્ભમાં કોકા-કોલા ઇન્ડિયા નવીનતમ કૂલીંગ ઉકેલો સાથે રિટેલર્સને સજ્જ કરીને દેશની રિટેલ ઇકોસિસ્ટમ(વ્યવસ્થા)ને મજબૂત બનાવી રહી છે. વધુમાં તેના ઝડપથી વિકસતા રિટેલના દેખાવની વચ્ચે રિટેલર્સને સશક્ત બનાવવાના ફોકસ સાથે, કોકા-કોલાનો સુપર પાવર રિટેલર પ્રોગ્રામ ઉપભોક્તા અનુભવમાં સુધારો કરવા અને તેમની કારોબાર વૃદ્ધિને વેગ આપવાની સાથે નાના અને મધ્યમ કદના રિટેલર્સને સ્ત્રોતોથી સજ્જ કરી રહી છે.

વિસ્તરિત પહોંચ અને ઉપભોક્તા સામેલગીરી સાથે રિટેલ આવકને વેગ આપતા

કોકા-કોલા ઇન્ડિયાના કૂલર્સ દેશભરમાં રિટેલ ક્ષેત્રે વધુને વધુને સામાન્ય બની રહ્યા છે, જે રિટેલરની આવકમાં વધારો કરવાની સાથે ચિલ્ડ બેવરેજીસમાં ઉપભોક્તાઓના ઍક્સેસમાં વધારો કરી રહી છે. ટેકનોલોજીકલી એડવાન્સ્ડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સાથે સંકલિત ફીચર્સ રિટેલર્સને તેમના સ્ટોકનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવામાં સહાય કરે છે. પ્રોડક્ટ વિઝીબીલીટીમાં વઘારો કરીને અને પ્રત્યેક ઉપભોક્તાને તાજા રાખવાના અનુભવની ખાતરી કરીને કંપની ભારતના દરેક ખૂણામાં બેવરેજીસને સરળતાથી ઉપભોગ્ય બનાવવાની તેની પ્રતિબદ્ધતાને વેગ આપી રહી છે. 

સુપર પાવર રિટેલર પ્રોગ્રામ સાથે રિટેલ વૃદ્ધિને ટેકો આપવો

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)ના સહયોગથી શરૂ કરાયેલ, સુપર પાવર રિટેલર પ્રોગ્રામ એ કોકા-કોલા ઇન્ડિયાની રિટેલર સશક્તિકરણ વ્યૂહરચનાનો પાયાનો પથ્થર છે. આ પ્રોગ્રામ દ્વારા, કરિયાણાની દુકાનના માલિકો પ્રોડક્ટ ડિસ્પ્લે, ગ્રાહક જોડાણ અને વેચાણ વ્યૂહરચનાઓમાં મૂલ્યવાન કૌશલ્ય મેળવે છે – તેમના વ્યવસાયની સંભાવનાઓને વધારીને અને ગ્રાહક અનુભવને સમૃદ્ધ બનાવે છે. જેમ જેમ ઈ-કોમર્સ અને ક્યુ-કોમર્સ બજારમાં પરિવર્તન કરી રહ્યા છે, તેમ સુપર પાવર રિટેલર પ્રોગ્રામ કરિયાણા આ બદલાતા વાતાવરણમાં ખીલવા માટે સ્પર્ધાત્મક અને સુસંગત રહે એ સુનિશ્ચિત કરે છે. ICRIER અહેવાલ (2023 અને 2024માં પ્રસિદ્ધ કરાયેલ) અનુસાર, મૂલ્ય ઉમેરણ અને રોજગારી સર્જનની દ્રષ્ટિએ નોન-આલ્કોહોલિક ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યુ છે. કોકા-કોલા ઇન્ડિયા 45 લાખ રિટેલરથી વધુને પોતાનું ગુજરાન ચલાવવામાં સીધી અને આડકતરી રીતે મદદ કરે છે. રિટેલર્સ જણાવે છે કે કૂલર્સે વધુને વધુ ગ્રાહકોને આકર્ષીને વેચાણમાં વધારો કર્યો છે,  જે વધુ સારી પ્રોડક્ટ ઉપલબ્ધતા અને લાંબી આવરદાને મંજૂરી આપવાની સાથે ઉપભોક્તાઓને તાજો અનુભવ પ્રદાન કરે છે.

કોકા-કોલા ઇન્ડિયાના ઇન્ડિયા ઓપરેશન્સના વાઇસ પ્રેસિડન્ટ સુદીપ બાજોરીયાએ જણાવ્યું હતુ કે, “અમારો કૂલર ટેકનોલોજી પાછળનો અભિગમ રિટેલ વૃદ્ધિ માટે લાંબા ગાળાની, સ્કેલેબલ પ્લેટફોર્મનું સર્જન કરવાનો છે. ટેક આધારિત કૂલર મોડેલ્સથી લઇને એડવાન્સ્ડ રિટેલ પ્રોગ્રામ્સ સુધી, પ્રત્યેક પગલાં સાથે, કોકા-કોલા ઇન્ડિયા પ્રસ્થાપિત વ્યવસ્થાનું સર્જન કરવા માટે સતત શોધ કરી રહી છે. કરિયાણા વ્યવસ્થા નવા વ્યાપાર યુગમાં આંતરિક ભાગ અને નફાકારક બની રહે તેની ખાતરી કરીને રિટેલના ભવિષ્ય બાબતે પ્રતિબદ્ધ છીએ.”

કોક બડ્ડી સાથે રિટેલ નવીનીકરણને આગળ ધપાવતા

આ વિઝનને આધારે, કોક બડ્ડી પહેલ સીધા કરિયાણાઓ માટે ટેક-આધારિત ઉકેલો લાવે છે. રિટેલરોને 24/7 સેવા આપતા, AI-સંચાલિત આંતરદૃષ્ટિ અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ દ્વારા સશક્ત પ્લેટફોર્મ, વધુ વ્યક્તિગત અને અંતરાયમુક્ત ખરીદીનો અનુભવ પ્રદાન કરે છે. સેવાના આ ઉચ્ચ સ્તરે કોકા-કોલા ઈન્ડિયા અને તેના ગ્રાહકો વચ્ચેના બંધનને વધુ ગાઢ બનાવતા આ પ્રવાસમાં પરિવર્તન લાવ્યુ છે.

રાષ્ટ્રની શક્તિઓનો લાભ ઉઠાવવો, શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવી અને સમગ્ર ઉદ્યોગમાં નવીનતા લાવવા માટે તે આવશ્યક છે. નવીનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને રિટેલ મૂલ્ય શ્રૃંખલાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, કોકા-કોલા ઈન્ડિયા ભારત સરકારના Viksit Bharatના વિઝન સાથે સંરેખિત થાય છે, જે વહેંચાયેલ પ્રગતિનો માર્ગ મોકળો કરે છે.

Related posts

કોલકાતામાં બળાત્કાર-હત્યા, ડોક્ટર ગંભીર ભૂખ હડતાળ પર: બેભાન થયા બાદ ઓક્સિજન અપાયો, IMAએ મમતાને લખ્યું- માંગણીઓ પર તાત્કાલિક પગલાં લો

admin

ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બનશે: ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, કાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે; 13 કે 14 ઓક્ટોબરે શપથગ્રહણ સમારોહની શક્યતા

admin

અવિવા ઇન્ડિયાનો નવો યુગઃ ગ્રાહકો, પાર્ટનરો અને સંગઠન માટે જીવનવીમા પ્રત્યેનો એક જુસ્સાદાર અભિગમ

viratgujarat

Leave a Comment