Virat Gujarat
ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં કોર્પોરેટ ઉપભોક્તાઓ માટે એન્ટરપ્રાઈઝ એડિશન ફ્લેગશિપ ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24 સ્માર્ટફોન્સ લોન્ચ કરાયા

  • એન્ટરપ્રાઈઝ ગ્રાહકો હવે ઉદ્યોગ અવ્વલ 3 વર્ષની ડિવાઈસ વોરન્ટી* સપોર્ટ સાથે ઝંઝટમુક્ત માલિકીની લક્ઝરી માણી શકે છે.
  • એન્ટરપ્રાઈઝ એડિશન ડિવાઈસીસ નોક્સ સિક્યુરિટી સ્યુટનું 1 વર્ષનું સબ્સ્ક્રિપ્શન** સાથે અસમાંતર સલામતી પ્રદાન કરે છે, જે અસલ સમયમાં અનોખું ડિફેન્સ- ગ્રેડ પ્રોટેકશન આપે છે.
  • એન્ટરપ્રાઈઝ ગ્રાહકોને સંપૂર્ણ મનની શાંતિ માટે ઓએસ અપડેટ્સ અને સિક્યુરિટી મેઈનટેનમ્સ રિલીઝ (એસએમઆર) #ની 7 વર્ષ*** સુધી બાંયધરી અપાય છે.
  • એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24 અને ગેલેક્સી S24 અલ્ટ્રા માટે કિંમત રૂ. 78,999થી શરૂ થાય છે.

ગુરુગ્રામ, ભારત 10 ડિસેમ્બર 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ તેનાં મોબાઈલ ડિવાઈસીસની ફ્લેગશિપ રેન્જ ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24ની એન્ટરપ્રાઈઝ એડિશન રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી છે.

લાઈવ ટ્રાન્સલેટ, ઈન્ટરપ્રીટર, નોટ આસિસ્ટ અને સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ સહિત ગ્રાહકોને ગમે તે સર્વ ગેલેક્સી AI ફીચર્સથી સમૃદ્ધ આ ખાસ વેપાર માટે તૈયાર કરાયેલાં ડિવાઈસીસ ડિફેન્સ- ગ્રેડ સિક્યુરિટી, વિસ્તારિત પ્રોડક્ટ જીવનચક્ર અને બહેતર લાંબા ગાળાના સપોર્ટને અગ્રતા આપે છે. ફ્લેગશિપ એન્ટરપ્રાઈઝ એડિશન સ્માર્ટફોન્સનું પદાર્પણ મજબૂત એન્ટરપ્રાઈઝ એક્સક્લુઝિવ સેમસંગ XCover7 સ્માર્ટફોનને પગલે પગલે સફળતાથી લોન્ચ કરાયું છે.

આજે વેપારો વિવિધ ભૂગોળોમાં વિશાળ, વૈવિધ્યપૂર્ણ ટીમો ચલાવતા હોવાથી એન્ટરપ્રાઈઝ એડિશન ફ્લેગશિપ ડિવાઈસીસ વિવિધ સ્તરે સંસ્થાઓમાં મોબાઈલ ટેકનોલોજી કોન્ફિગર, અપડેટ, ડિપ્લોય કરવા અને ચલાવવાનું આસાન બનાવે છે. આથી કોર્પોરેટ ગ્રાહકો હંમેશાં હરતાફરતા કામ કરતી તેમની ટીમોને નવીનતમ વિશ્વસનીય ટેકનોલોજી સાથે સંરક્ષિત રીતે હંમેશાં કનેકટેડ રહે છે.

“સેમસંગના એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24 ઝડપથી ડિજિટાઈઝ થઈ રહેલા વેપારી વાતાવરણમાં વિશ્વસનીય, સંરક્ષિત અને માવજતક્ષમ ડિવાઈસીસ માટે વધતી માગણીને પહોંચી વળે છે. ડેટા સલામતી, લાંબા ગાળાનો ડિવાઈસ સપોર્ટ અને ઝડપી ડિપ્લોયમેન્ટની ખાતરી રાખીને આ ડિવાઈસીસ એન્ટરપ્રાઈઝીસને સશક્ત બનાવે છે અને વેપારી આગેવાનોને તેમના મોબાઈલ ફ્લીટ્સમાં ઉત્તમ દ્રષ્ટિગોચરતા, નિયંત્રણ અને આત્મવિશ્વાસ આપે છે. અમારું લક્ષ્ય આસાન, સંરક્ષિત અને સક્ષમ રીતે ટેકનોલોજીનો લાભ લેવા વેપારોને અભિમુખ બનાવીને ભારતની એન્ટરપ્રાઈઝ બિઝનેસ વૃદ્ધિને પ્રેરિત કરવાનું છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એન્ટરપ્રાઈઝ બિઝનેસના વીપી આકાશ સકસેનાએ જણાવ્યું હતું.

એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24 અલ્ટ્રામાં શક્તિશાળી 12GB RAM અને 256GB સ્ટોરેજ ક્ષમતા છે, જ્યારે એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24માં કાર્યક્ષમ 8GB RAM અને 256GB સ્ટોરેજ વિકલ્પ છે. આ ડિવાઈસીસ એકધાર્યા અને વિશ્વસનીય પેચ વ્યવસ્થાપન, સ્થિર ડિવાઈસ ઉપલબ્ધતા અને એકધારી ઓએસ વર્ઝન અપડેટ્સ સાથે અવિરત પરફોર્મન્સની ખાતરી રાખે છે.

મહત્તમ સલામતી માટે ઘડાયા છે
નવા ગેલેક્સી એન્ટરપ્રાઈઝ એડિશન સ્માર્ટફોન્સ નોક્સ સ્યુટ માટે 12 મહિનાના સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે, જે ડિફેન્સ- ગ્રેડ સિક્યુરિટી એનેબલ બનાવે છે, ઈએમએમ નોંધણી પ્રવાહરેખામાં લાવે છે અને વ્યાપક ડિવાઈસ / ઓએસ મેનેજમેન્ટ અભિમુખ બનાવે છે. તે ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ડેટા- પ્રેરિત ડિવાઈસ યુસેજ / સિક્યુરિટી ઈનસાઈટ્સ અને તૈયાર ક્ષમતાઓ પણ ઓફર કરે છે. એક બંડલમાં વ્યાપક સમાધાનને કારણે આઈટી એડમિન્સ ગેલેક્સી ડિવાઈસીસને સંરક્ષિત રાખી શકે છે, ડિપ્લોય, મેનેજ, એનલાઈઝ અને ટ્રબલશૂટ કરી શકે છે. બીજા વર્ષથી નોક્સ સ્યુટ સબ્સ્ક્રિપ્શન 50 ટકાની સબસિડીની કિંમતે ઓફર કરાય છે.

વ્યાપક ઓએસ અને સિક્યુરિટી સપોર્ટ ઓફર કરે છે
સેમસંગ એન્ટરપ્રાઈઝ એડિશન 7 વર્ષ સુધી એકધાર્યા ફર્મવેર અફડેટ્સ ગ્રાહકોને ઓફર કરીને વેપારો માટે સંરક્ષિત વાતાવરણ કેળવે છે. આ કટિબદ્ધતાને લીધે તેમના મોબાઈલ ડિવાઈસીસ અત્યંત તાજેતરના એન્ડ્રોઈડ અને સેમસંગ સિક્યુરિટી પેચીસ સાથે અપડેટેડ રહીને અસરકારક રીતે માલવેર, ફિશિંગ સ્કીમ્સ અને સોફ્ટવેર માલફંકશન્સ જેવા બદઈરાદાના ખતરા સામે સુરક્ષા આપે છે. સેમસંગ ડિવાઈસીસની અખંડતા જાળવી રાખીને એન્ટરપ્રાઈઝ એડિશન કંપનીઓને આત્મવિશ્વાસથી સંચાલન કરવા અને સંભવિત નિર્બળતાઓથી મુક્ત રાખે છે.

આસાન વેપાર સાતત્યતાની ખાતરી રાખે છે
એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24 ભારતભરમાં સંસ્થાઓને વ્યાપક 3 વર્ષની વોરન્ટી આપે છે, જેથી બજારમાં એકધારી ઉપલબ્ધતા અને ટોપ- ટિયર ડિવાઈસીસના આસાન ઈન્ટીગ્રેશનની ખાતરી રાખે છે. આને કારણે વેપારો યુસેજ પેટર્ન્સ હાથ ધરવા માટે તૈયાર કરાયેલાં સ્થિર ડિવાઈસીસ દ્વારા સપોર્ટ સાથે કોઈ પણ અવરોધ વિના વૃદ્ધિ પ્રત્યે તેમની ગતિ જાળવી શકે છે.

ગેલેક્સી AI સાથે ઉપભોક્તાઓ વધુ કરી શકે છે
એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24 અસલ સમયના વોઈસ અને ટેક્સ્ટના ભાષાંતર માટે લાઈવ ટ્રાન્સલેટ અને ઈન્ટરપ્રેટર જેવાં ફીચર્સ સાથે સંદેશવ્યવહાર બહેતર બનાવે છે. ચેટ આસિસ્ટ વાર્તાલાપનો ટોન સુધારે છે, જ્યારે નોટ આસિસ્ટ સેમસંગ નોટ્સમાં સમરીઝ અને ટેમ્પ્લેટ્સ ઊપજાવે છે. ટ્રાન્સસ્ક્રિપ્ટ આસિસ્ટ વોઈસ રેકોર્ડિંગના ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન માટે AI અને સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
કિંમતો અને તમે ક્યાંથી ખરીદી કરશો

કોર્પોરેટ અને સંસ્થાકીય ગ્રાહકો એન્ટરપ્રાઈઝ એડિશન S24, S24 અલ્ટ્રા અને મજબૂત ગેલેક્સી XCover7 સ્માર્ટફોન્સ સેમસગ કોર્પોરેટ+પોર્ટલ www.samsung.com/in/corporateplus પરથી Samsung.com ખાતે ખરીદી શકે છે.

 

Related posts

ટાટા મોટર્સ અને ટાટા ઇન્ટરનેશનલે પૂણેમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધા ‘Re.Wi.Re લોંચ કરી

viratgujarat

રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ અને શ્રી રાકેશ જે. શાહ દ્વારા મિસ અને મિસિસ કોસમોસ ગુજરાતનું મેગા ઓડિશન યોજાશે

viratgujarat

ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

viratgujarat

Leave a Comment