Virat Gujarat
અવેરનેસગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયાએ રાજકોટ, ગુજરાતમા માર્ગ સુરક્ષા જાગૃત્તિ કેમ્પેન હાથ ધરી

આ કેમ્પેનમાં 3100 શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારી સભ્યોને શિક્ષીત કરવામાં આવ્યા

રાજકોટ 12 ડિસેમ્બર 2024: હાલમાં આગળ ધપી રહેલી આ માર્ગ સુરક્ષાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયા (HMSI)એ આજે રાજકોટ, ગુજરાતમાં માર્ગ સુરક્ષા જાગૃત્તિ કેમ્પેન હાથ ધરી હતી.આ પહેલ હેઠળ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલના 3100થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારી સભ્યોને શિક્ષીત કરવામાં આવ્યા હતા, જે HMSIની યુવાઓમાં જવાબદારપૂર્ણ માર્ગ વર્તણૂંકના સંવર્ધન પરત્વેની સમર્પિતતા પર ભાર મુકે છે.

માર્ગ સુરક્ષા સંસ્કૃતિને આકાર આપવામાં યુવાઓની અગત્યની ભૂમિકાને ઓળખી કાઢતા HMSIની કેમ્પેનનો ઉદ્દેશ સામેલયુક્ત અને ઇન્ટરેક્ટિવ કાર્યક્રમો મારફતે માર્ગ સુરક્ષા ટેવ લાગુ પાડવાનો હતો. સરકારી અને બિન સરકારી એમ તમામ શાળાઓ, કોલેજીસ અને સંસ્થાઓમાં નિયમિતપણે આ પ્રકારની પહેલ હાથ ધરીને –HMSI માર્ગ અકસ્માતોમા નોંધપાત્ર ઘટાડો કરવા અને જવાબદારપૂર્ણ માર્ગ વપરાશની સંસ્કૃતિનું સંવર્ધન કરવા ઇચ્છે છે. આ કેમ્પેનમાંમાર્ગ સુરક્ષા શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકવાનો અને ખાસ કરીને યુવા સવારોમા જવાબદારપૂર્ણ ડ્રાઇવીંગ ટેવોનું સંવર્ધન કરવાના હેતુનો સમાવેશ થાય છે.

રાજકોટની કેમ્પેનમાં ડિઝાઇન કરાયેલ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને સમાવવામાં આવી હતી જેથી માર્ગ સુરક્ષાને વ્યાપક અને ઇન્ટરેક્ટિવ બનાવી શકાય. તેમાં ભાગ લેનારાઓને થિયોરેટીકલ સુરક્ષા સવારી પાઠ, જોખમી આગાહીયુક્ત તાલીમ, માર્ગ સુરક્ષા, સમસ્યાઓ, હેલ્મેટ વિશની જાગૃત્તિના સત્રો અને વ્યવહારુ રાઇડીંગ ટ્રેઇનર કવાયતમા સામેલ કરવામાં આવ્યા હતા. દરેક પ્રવૃત્તિની રચના એ ખાતરી રાખીને કરવામાં આવી હતી કે આપવામાં આવેલા પાઠ માહિતી પ્રદાનકર્તા અને સામેલયુક્ત બની રહે તેમજ ભાગ લેનારાઓ પર લાંબા ગાળાની અસર ઉપજાવી શકે.

HMSIએ કેમ્પેનને સફળ બનાવવા બદલ ટેકો આપવા માટે ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલ સામે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ સહયોગ વધુ સુરક્ષિત માર્ગોનુ સર્જન કરવાની અને ટ્રાફિક અકસ્માતો ઘટાડવાની વિભાજિત પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે.

ગુજરાતમાં તેનો પ્રારંભ કર્યો ત્યારથી,  HMSIએ અત્યાર સુધીમા 3 લાખ પુખ્તો અને બાળકોને શિક્ષીત કર્યા છે, તેમજ દાવબદારપૂર્ણ માર્ગ વપરાશને અને સુરક્ષિત સવારી ટેવોને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો છે. દરેક માટે ભારતના માર્ગોને સુરક્ષિત બનાવવા માટે HMSIના આગળ ધપી રહેલા પ્રયત્નોમાં રાજકોટકેમ્પેન એક સીમાચિહ્ન તરીકે ઉભરી આવી હતી.

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયાની માર્ગ સુરક્ષા પરત્વે CSR પ્રતિબદ્ધતા:

2021 માં, હોન્ડાએ વર્ષ 2050માટે તેના વૈશ્વિક વિઝન નિવેદનની ઘોષણા કરી હતી જ્યાં તે હોન્ડા મોટરસાયકલ અને ઓટોમોબાઈલને સામેલ કરતા ટ્રાફિક અથડામણમાં શૂન્ય જાનહાનિ માટે પ્રયત્ન કરશે. ભારતમાં HMSI આ વિઝન અને 2030 સુધીમાં જાનહાનિને અડધી કરવાની ભારત સરકારની દિશાને અનુરૂપ કામ કરી રહી છે.

વર્ષ 2030 સુધીમાં આપણા બાળકોમાં માર્ગ સલામતી પ્રત્યે સકારાત્મક માનસિકતા કેળવવી અને તે પછી તેમને શિક્ષિત કરવાનું ચાલુ રાખવું તે આ ધ્યેય હાંસલ કરવા માટેનું એક મહત્ત્વનું પાસું છે. શાળાઓ અને કોલેજોમાં માર્ગ સુરક્ષા શિક્ષણ એ માત્ર જાગૃતિ લાવવા માટે જ નથી પરંતુ યુવાનોના મગજમાં સલામતી સંસ્કૃતિનો પરિચય કરાવવા અને તેમને માર્ગ સલામતી એમ્બેસેડર તરીકે રૂપાંતરિત કરવાનો છે. તે ભવિષ્યની પેઢીઓને જવાબદાર બનવા અને સુરક્ષિત સમાજમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સશક્ત બનાવે છે.

સમાજ જેવી કંપની અસ્તિત્વમાં હોય તેની ખેવના રાખે છે કંપની HMSI બનવા માંગે છે અને શાળાના બાળકોથી માંડીને કોર્પોરેટ અને સમાજ સુધીના દરેક વિભાગ માટે અનન્ય વિચારો સાથે સમાજના તમામ વર્ગોમાં માર્ગ સલામતી જાગૃતિ ફેલાવવા પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

HMSIના કુશળ સુરક્ષા પ્રશિક્ષકોનો સમૂહ સમગ્ર ભારતમાં અમારા 10 દત્તક લીધેલા ટ્રાફિક ટ્રેનિંગ પાર્ક્સ (TTP) અને 6 સેફ્ટી ડ્રાઇવિંગ એજ્યુકેશન સેન્ટર્સ (SDEC) પર માર્ગ સુરક્ષા શિક્ષણને સમાજના દરેક ભાગ માટે સુલભ બનાવવા માટે દૈનિક કાર્યક્રમોનું આયોજન કરે છે, અને આ પહેલ 8.5મિલીયનથી વધુ ભારતીયો સુધી પહોંચી ગઈ છે. HMSIના રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા જાગૃત્તિ કાર્યક્રમે તેના માધ્યમથી શિક્ષણને મનોરંજક છતાં વૈજ્ઞાનિક બનાવ્યું છે:

વૈજ્ઞાનિક રીતે ઘડવામાં આવેલ લર્નિંગ મોડ્યુલ::હોન્ડાના કુશળ પ્રશિક્ષકોએ રસ્તાના ચિહ્નો અને નિશાનો, રસ્તા પર ડ્રાઇવરની ફરજો, રાઇડિંગ ગિયર અને મુદ્રામાં સમજૂતી અને સલામત સવારીના શિષ્ટાચાર પર સિદ્ધાંત સત્રો સાથે પાયો નાખ્યો છે.

  1. વ્યવહારુ શિક્ષણ: હોન્ડાના વર્ચ્યુઅલ રાઇડિંગ સિમ્યુલેટર પર એક ખાસ તાલીમ પ્રવૃત્તિ ચલાવવામાં આવી હતી, જેથી વાસ્તવિક સવારી પહેલાં રસ્તા પર 100થી વધુ સંભવિત જોખમોનો અનુભવ કરી શકાય.
  2. ઇન્ટરેક્ટિવ સત્ર: ભાગ લેનારાઓને કિકેન યોસોકુ ટ્રેનિંગ (KYT)તરીકે ઓળખાતી જોખમની આગાહીની તાલીમ આપવામાં આવી હતી જે જોખમ પ્રત્યે સવાર/ડ્રાઇવરની સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે અને રસ્તાઓ પર સલામત ડ્રાઇવિંગ વર્તનને સુનિશ્ચિત કરે છે.
  3. સવારીના કૌશલ્યોનું સન્માન કરતા પ્રવર્તમાન ડ્રાઇવરો: વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારી સભ્યો કે જેઓ પહેલેથી જ પ્રવર્તમાન સવારો છે તેઓએ ધીમી સવારી પ્રવૃત્તિઓ અને સાંકડા પાટિયા પર સવારી કરીને તેમની સવારી કુશળતાની કસોટી કરી અને સન્માન કર્યું હતું.

 HMSIએ તાજેતરમાં જ તેનું નવીન ડિજિટલ રોડ સેફ્ટી લર્નિંગ પ્લેટફોર્મ, E-Gurukul  પણ લોન્ચ કર્યું છે, આ E-Gurukulપ્લેટફોર્મ 5 વર્ષથી 18 વર્ષ સુધીના ત્રણ ચોક્કસ વય જૂથો માટે તૈયાર કરવામાં આવેલ તાલીમ મોડ્યુલ ઓફર કરે છે જે માર્ગ સલામતી પ્રત્યે વ્યાપક અભિગમની ખાતરી આપે છે. હાલમાં મોડ્યુલ કન્નડ, મલયાલમ, હિન્દી, તેલુગુ, તમિલ અને અંગ્રેજી જેવી બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે-સમાવેશીતા અને પ્રાદેશિક સુસંગતતા સુનિશ્ચિત કરવા અને E-Gurukul નેegurukul.honda.hmsi.in પર એક્સેસ કરી શકાય છે. પ્લેટફોર્મ વિવિધ પ્રદેશોમાં સુલભતા સુનિશ્ચિત કરવા માટે લાઇવ સ્ટ્રીમિંગ અથવા ડાઉનલોડિંગ અને બહુભાષી મોડ્યુલોને સપોર્ટ કરે છે. E-Gurukul ની શરૂઆત એ HMSIના બાળકો, શિક્ષકો અને ડીલરોને સલામત માર્ગ પ્રથાને ચેમ્પિયન બનાવવા માટે સશક્ત બનાવવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. આ પહેલ દરેક રાજ્યની શાળાઓને આવરી લેવા માટે વિસ્તરણ કરશે, વિવિધ વય જૂથોને અનુરૂપ માર્ગ સલામતી શિક્ષણને પ્રોત્સાહન આપશે. આ માહિતી મેળવવામાં રસ ધરાવતી કોઈપણ શાળા Safety.riding@honda.hmsi.in નો સંપર્ક કરી શકે છે.

Related posts

30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઝ સાથે શિયાળાનું સ્વાગત કરો

viratgujarat

કાઈનેટિક ગ્રીને કૌશલ્ય આધારિત તાલીમ અને સંશોધન આપવા માટે વિશ્વકર્મા ઈન્સ્ટિટ્યૂટ્સ એન્ડ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (એમઓય) પર સહીસિક્કા કર્યા

viratgujarat

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે

viratgujarat

Leave a Comment