- આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરનારી ભારતની એકમાત્ર પેસેન્જર વાહન નિર્માતા કંપની
- આ નોંધપાત્ર સિદ્ધિ મારુતિ સુઝુકીની મજબૂત ઉત્પાદન ક્ષમતા, ગ્રાહક કેન્દ્રિતતા અને સરકારની મુખ્ય ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે
નવી દિલ્હી 19 ડિસેમ્બર 2024: ભારતીય પેસેન્જર વાહન ઉદ્યોગમાં અગ્રણી ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે (MSIL) તેના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર એક કૅલેન્ડર વર્ષમાં 2 મિલિયન વાહનોનું ઉત્પાદન કર્યું હોવાની જાહેરાત કરી છે. આના કારણે મારુતિ સુઝુકી ભારતમાંપેસેન્જર વાહન ઉત્પાદનમાં આ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરનારી એકમાત્ર OEM બની ગઈ છે*. સુઝુકી મોટર કોર્પોરેશનની વૈશ્વિક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીમાં પણઆ સીમાચિહ્નરૂપ સિદ્ધિ સુધી પહોંચનારી પ્રથમ કંપની મારુતિ સુઝુકીછે.
Photo caption: A historic moment for India as Maruti Suzuki surpasses 2 million production milestone in a calendar year. |
હરિયાણાના માનેસર ખાતે કંપનીની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતેથી પ્રોડક્શન લાઇનમાંથી બહાર પાડવામાં આવેલા2 મિલિયનમા વાહન તરીકે Ertigaગાડી બહાર પાડી હતી. 2 મિલિયન વાહનોમાંથી, લગભગ 60% હરિયાણામાં અને 40% ગુજરાતમાં ઉત્પાદિત થયા છે. કૅલેન્ડર વર્ષ 2024 દરમિયાન Baleno, Fronx, Ertiga, Wagon R અને Brezza ટોચના 5 ઉત્પાદિત વાહનો હતા.
આ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરવા અંગે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO, શ્રી હિસાશી તાકેઉચિએ જણાવ્યું હતું કે, “2 મિલિયન વાહનોના ઉત્પાદનની સીમાચિહ્નરૂપ સિદ્ધિ એ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ પ્રત્યે અમારા સમર્પણનો પુરાવો છે. આ સિદ્ધિ અમારા સપ્લાયર અને ડીલર ભાગીદારોની સાથે-સાથે, આર્થિક વૃદ્ધિને આગળ વધારવા, રાષ્ટ્ર નિર્માણમાં સહકાર આપવા અને ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગને આત્મનિર્ભર તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે અમારા ગ્રાહકો, કર્મચારીઓ અને વેલ્યૂ ચેઇનના ભાગીદારો તરફથી સતત મળતા સમર્થન બદલ અને આ ઐતિહાસિક પ્રવાસનો અભિન્ન ભાગ બનવા બદલ હૃદયપૂર્વક સૌના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.”
મારુતિ સુઝુકી હાલમાં ત્રણ મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી ચલાવે છે, જેમાં: બે હરિયાણા (ગુડગાંવ અને માનેસર)માં અને એક ગુજરાતમાં (હાંસલપુર) ખાતે છે. આ બંને ફેસેલિટીસાથે મળીને 2.35 મિલિયન યુનિટની સંયુક્ત વાર્ષિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ધરાવે છે. ભારતમાં અને સમગ્ર દુનિયામાં ઓટોમોબાઇલની માંગ વધવાની અપેક્ષાએ, કંપની તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાને 4 મિલિયન યુનિટ સુધી વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. આ માટે હરિયાણાના ખારખોડામાં નવી ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવામાં આવી રહી છે. ખારઘોડા સાઇટ પર બાંધકામનું કામ યોજના મુજબ આગળ વધી રહ્યું છે અને 2.5 લાખ યુનિટની વાર્ષિક ક્ષમતા ધરાવતો પ્રથમ પ્લાન્ટ 2025માં કાર્યરત થશે તેવી અપેક્ષા છે. એકવાર આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, ખારઘોડા ફેસિલિટી દર વર્ષે 1 મિલિયન યુનિટની પ્લાન્ડ ક્ષમતા ધરાવશે. આ ઉપરાંત, મારુતિ સુઝુકી 1 મિલિયન યુનિટની વાર્ષિક ક્ષમતા સાથે અન્ય ગ્રીનફિલ્ડ ફેસેલિટી શરૂ કરવાનું આયોજન કરી રહી છે અને આ નવી ફેસિલિટી માટે યોગ્ય સ્થાન ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મેક ઇન ઇન્ડિયાના એક ઝળહળતા દૃશ્ટાંત સમાનમારુતિ સુઝુકી ભારતમાંથી થતી કુલ પેસેન્જર વાહનોની નિકાસમાં લગભગ 40% યોગદાન આપે છે. મારુતિ સુઝુકી સળંગ છેલ્લા 3 વર્ષથી ટોચની પેસેન્જર વાહન નિકાસકાર કંપની છે. તે સમગ્ર દુનિયાના લગભગ 100 દેશોમાં વિવિધ17 મોડલની નિકાસ કરે છે. કંપની દ્વારા નિકાસ કરવામાં આવતાટોચના મોડલમાં Fronx, Jimny, Baleno, Dzire અને Swift નો સમાવેશ થાય છે.