Virat Gujarat
ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સરાષ્ટ્રીયહેડલાઇન

કોટક ભારતીય સ્ટાર્ટઅપ્સની અટલ ભાવનાની ઉજવણી કરે છે

  • સ્ટાર્ટઅપ્સ ઝડપ, પ્રગતિ અને વિકાસ કરી શકે તે માટે તેમને સશક્ત કરતા કોટક બિઝલેબ્સ એક્સીલરેટર પ્રોગ્રામનો પ્રારંભ કર્યો
  • સામુદાયિક સામેલ પ્રોગ્રામ મારફતે આશરે 1000 જેટલા સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાનો નિર્ધાર

મુંબઇ 18 ડિસેમ્બર 2024: કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડ (“KMBL”/ “Kotak”)એ પ્રારંભિક આવક ધરાવતા સ્ટાર્ટઅપ્સને સશક્ત કરવાના ઉદ્દેશથી પોતાના CSR પ્રયત્નો હેઠળ નવી પહેલ બિઝલેબ્સ (BizLabs) એક્સીલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો છે. સ્ટાર્ટઅપ્સ વૃદ્ધિ પડકારોને પહોંચી વળે અને તેમના કારોબારને અસરકારક રીતે ઉપર લઇ શકે તેવી રીતે આ પ્રોગ્રામની ડિઝાઇન કરવામાં આવી છે. ટોચના ઇન્ક્યુબેટર્સ જેમ કે IIMA વેન્ચર્સ, NSRCEL, અનેT-Hubના સહયોગથી, કોટક બિઝલેબ્સ જરૂરિયાત અનુસારની મેન્ટોરશિપ, માર્કેટ ઍક્સેસ અને સલાહકારી ટેકા સહિતની એક્સીલરેશન પહેલ પૂરી પાડશે.

ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ગતિશીલ હોવાની સાથે બજાર વિસ્તરણ, ગ્રાહક સંપાદન, ઓપરેશનલ સ્કેલીંગ અને વ્યૂહાત્મક ભાગીદારીજેવા નોંધપાત્ર પડકારોનો સામનો કરે છે. અસંખ્ય ઇન્ક્યુબેટર પ્રોગ્રામ્સ સ્ટાર્ટઅપ્સ માટેના પ્રારંભિક તબક્કા (આઇડીયેશન અને કંસેપ્શન) પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે એવા બહુ ઓછા પ્રોગ્રામ છે જે પ્રારંભિક વૃદ્ધિવાળા સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન આપે છે, જેઓ નેવીગેટીંગ પડકારો, રિફાઇનીંગ પ્રોડક્ટ માર્કેટ-ફીટ, વિસ્તરણ માટે ભંડોળ પ્રાપ્ત કરવું અને પ્રવૃત્તિઓને ઉપર લઇ જવા અંગેનો સામનો કરે છે.

કોટક બિઝલેબ્સ હાઇ-ટચ સપોર્ટ, થીમેટિક વર્કશોપ્સ, ઇકોસિસ્ટમ એક્સપોઝર, સ્પર્ધાઓ, મેન્ટરીંગ, ભાગીદારી, કારોબાર વિકાસ, બાંયધરીયુક્ત સીડ ફંડીગ અને ડેમો ડેઝ ઓફર કરીને આ સમસ્યાઓ પર ભાર મુકે છે.

કોટક બિઝલેબ્સનો હેતુ પ્રારંભિક આવક ધરાવતા અને વિવિધ ક્ષેત્રો જેમ કે એગ્રીટેક, ક્લિમાટેક, ફિનટે, એજટેક, હેલ્થકેર અને સસ્ટેનેબિલીટીમાં કાર્યરત સ્ટાર્ટઅપ્સને સમાજ પર અસર કરતી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર વધુ ભાર મુકવાની સાથે સશક્ત કરવાનો છે. આ પ્રોગ્રામ તેની વ્યાપક સામુદાયિક સામેલગીરી મારફતે અગત્યનો ટેકો પૂરો પાડવા માટે સજ્જ છે. આ પહેલ અમૂલ્ય નેટવર્કીગ તકો, વર્ચ્યુઅલ નોલેજ સેન્ટરમાં ઍક્સેસ અને અસંખ્ય હાઇબ્રિડ વર્કશોપ્સ મહારાષ્ટ્ર, કર્ણઆટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તામિલનાડૂમાં આશરે 1000 સ્ટાર્ટઅપ્સને ઓફર કરશે. વધુમાં આશરે 50 જેટલા ઊંચા તકો ધરાવતા સ્ટાર્ટઅપ્સ સઘન એક્સીલરેશન ટેકો પ્રાપ્ત કરશે જેમાં પસંદ થયેલા 30 સ્ટાર્ટઅપ્સને રૂ. 15 લાખ સુધીની સહાય મેળવશે.

કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડના સિનીયર એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ અને CSR એન્ડ ESG વડા હિમાંશુ નિવસરકારએ જણાવ્યુ હતુ કે,“પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપથી સમૃદ્ધ વ્યવસાય સુધીની સફર પડકારજનક છે. કોટક ખાતે, અમે જાણીએ છીએ કે ભંડોળ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સને તેમની વૃદ્ધિને વેગ આપવા માટે વિશિષ્ટ સમર્થન, માર્ગદર્શન અને વ્યૂહાત્મક ભાગીદારીની જરૂર છે. કોટક બિઝલેબ્સ એક્સીલરેટર પ્રોગ્રામ ભારતમાં સ્વ-રોજગાર સેગમેન્ટની ભાવનાને પોષવા માટે કોટક મહિન્દ્રા બેંકની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ પહેલ મહત્વાકાંક્ષી ભારતીયોના સ્વપ્નાઓને બળ આપવા, નવીનતા લાવવા અને સ્વ-રોજગાર સેગમેન્ટ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા માટે કોટકના વિઝન સાથે સંરેખિત છે. ટોચના ઇન્ક્યુબેટર્સ સાથેના સહયોગમાં, કોટક બિઝલેબ્સનું લક્ષ્ય 1000 સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચવાનું છે અને તે ભારતના નવીનતા, રોજગાર સર્જન અને આર્થિક સમૃદ્ધિમાં યોગદાન આપતા ઉદ્યોગના નેતાઓની આગામી લહેરને ટેકો આપવા માટે જરૂરી સંસાધનો પ્રદાન કરશે.”

“NSRCEL ખાતે અમે માનીએ છીએ કે નવીનતાને ઉત્તેજન આપવા અને ટકાઉ વિકાસને આગળ વધારવાની ચાવી સંસાધનો, માર્ગદર્શન અને ભાગીદારીના યોગ્ય મિશ્રણ સાથે ઉચ્ચ-સંભવિત સ્ટાર્ટઅપ્સને ઉછેરવામાં રહેલી છે. અમે કોટક બિઝલેબ્સ એક્સીલરેટર પ્રોગ્રામ સાથે આગામી પેઢીના સ્વપ્નદ્રષ્ટા સાહસિકોને ટેકો આપવા માટે ઉત્સાહિત છીએ. અમારી ઇન્ક્યુબેશન નિપુણતા અને જ્યાં વિચારો વિકાસી થઈ શકે, વ્યવસાયો વધી શકે અને આવતીકાલના નેતાઓ ઉભરી શકે તેની વચ્ચે સમન્વય થાય તેવુ વાતાવરણ ઊભુ કરવાની કોટકની સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા છે”, એમ NSRCELના સીઇ શ્રી આનંદ શ્રી ગણેશએ જણાવ્યું હતુ.

ઇન્ક્યુબેશન IIMA વેન્ચર્સના ભાગીદાર ચિંતન બક્ષીએ જણાવ્યુ હતુ કે “IIMA વેન્ચર્સ ખાતે અમે નોંધપાત્ર માત્રામાં ઉદ્યોગસાહસિક ઉર્જા અને ભારતના ખાસ કરીને ટિયર 2 અને 3 સેન્ટર જેમ કે અમદાવાદ, ઇન્દોર અને જયપુરમાંથી વિકસી રહેલા સ્ટાર્ટઅપ્સમાંથી ઉભરતી પ્રતિભાઓને અનુભવી રહ્યા છીએ, જ્યાં સ્થાપકો સ્થાનિક અને વૈશ્વિક પડકારો માટે નવીન ઉકેલો ઊભા કરી રહ્યા છે. કોટક બિઝલેબ્સ એક્સીલરેટર પ્રોગ્રામ આ ક્ષેત્રે પ્રારંભિક તબક્કાના ઉદ્યોગસાહસિકોને સંબંદિત અને લક્ષ્યાંકિત ટેકો પૂરો પાડવા માટેની વિશિષ્ટ સ્થિતિમાં છે. મેટ્રોથી પર જોઇએ તો આ પહેલ સ્ટાર્ટઅપ્સ માટે સમાવેશીતા અને ઍક્સેસિબીલીટી કે જે ઘણી વખત સુગઢિત માળખાઓમાં અને મેન્ટોરશિપમાં ઍક્સેસ મેળવી શકતા નથી તેનુ સંવર્ધન કરે છે. તેની સાથે નક્કર ખ્યાલોને અને વંચિત વિસ્તારોમાં રહેલા સ્ટાર્ટઅપ્સને વૃદ્ધિ પામવા માટે સશક્ત બનાવવાનો અને નવીનતા ઇકોસિસ્ટમમાં અર્થપૂર્ણ રીતે યોગદાન આપવાનો હેતુ ધરાવીએ છીએ.”

T-Hubના ઇન્ટરિમ સીઇઓ સુજીત જાગીરદારએ જણાવ્યું હતુ કે, “T-Hub કોટક બિઝલેબ્સ એક્સીલરેટર પ્રોગ્રામ માટે કોટક મહિન્દ્રા બેંક સાથે ભાગીદારી કરતા ખુશ છે, જે પ્રારંભિક આવકના તબક્કાના સ્ટાર્ટઅપ્સ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને સંબોધતી પરિવર્તનકારી પહેલ છે. કોટકના વિઝન અને T-Hubની ઇકોસિસ્ટમ કુશળતાને સંયોજિત કરીને, અમે સ્ટાર્ટઅપ્સ માટે સંસાધનો, માર્ગદર્શકતા અને ઉદ્યોગ જોડાણોને ઍક્સેસ કરવા માટે નોંધપાત્ર તકો ઊભી કરવાનું લક્ષ્ય રાખીએ છીએ જે તેમની વૃદ્ધિની યાત્રાને સમર્થન આપશે. સાથે મળીને, અમે સ્ટાર્ટઅપ્સને ટકાઉ વ્યવસાયો બનાવવા અને ભારતના ઇનોવેશન લેન્ડસ્કેપમાં યોગદાન આપવા માટે સશક્ત બનાવવા માટે આતુર છીએ.”

મહત્ત્વાકાંક્ષી સ્ટાર્ટઅપ્સ https://kotakbizlabs.accubate.app/ext/form/2802/1/applyપર કોટક બિઝલેબ્સ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે.

Related posts

ટાટા મોટર્સે ઉત્તર પ્રદેશમાં પગ મૂકયો; એક વર્ષમાં UPSRTC તરફથી ત્રીજો બસ ચેસીસ ઓર્ડર મળ્યો

viratgujarat

મિસ પીએન્ડઆઈ ઈન્ડિયા 2025 લોન્ચ પ્રેસ કોન્ફરન્સ

viratgujarat

હેરિટેજ સાયબરવર્લ્ડે ભારતનું પ્રથમ AI સંચાલિત ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું

viratgujarat

Leave a Comment