Virat Gujarat
અવેરનેસઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તેસયુંક્ત રાષ્ટ્રમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રીરવિશંકરજી દ્વારા વૈશ્વિક લાઇવ ધ્યાન સત્ર

ગુજરાત, અમદાવાદ 20 ડિસેમ્બર 2024: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી નિમિત્તે વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી એવા ગુરુદેવ શ્રી શ્રીરવિશંકરજી, શનિવાર ૨૧ ડિસેમ્બરે લાઇવ વિશ્વ ધ્યાન સત્રનું માર્ગદર્શન આપશે.

આ ઐતહાસિક ઘટના ધ્યાનની પ્રથમ વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા પ્રાપ્ત કરશે અને ધ્યાન દ્વારા થતાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનાપરિવર્તનકારીલાભોનીક્ષમતાનીઓળખાણને પ્રોત્સાહન આપશે.

ન્યુયોર્કમાંસયુંક્ત રાષ્ટ્રમાં મુખ્યાલય ખાતે  થઈ રહેલી વિશ્વ ધ્યાન દિવસની પ્રથમ ઉજવણીમાંગુરૂદેવ શ્રી શ્રીરવિશંકર દ્વારા મુખ્ય પ્રવચન આપવામાં આવશે જેનો વિષય “વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે ધ્યાન” રહેશે.

ગુરુદેવ એ જણાવ્યું હતું કે “સંયુકત રાષ્ટ્ર દ્વારા ધ્યાનની માન્યતા એ એક ખૂબજ મહત્વપૂર્ણ પગલું છે” અને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “ધ્યાન આત્માને પોષણ આપે છે, મનને શાંતિ આપે છે અને આધુનિક પડકારોનું નિરાકરણ કરવાની ક્ષમતા આપે છે”.

તણાવ, મુક્તિ અને સંઘર્ષોનો ઉકેલ લાવવા માટે તેમના અભૂતપુર્વ પ્રયાસો માટે પ્રખ્યાત એવા ગુરુદેવ સંયુક્ત રાષ્ટ્રમાં થઈ રહેલા આ સત્ર માં વૈશ્વિક અધિકારીઓ જેમાં સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ, રાજદૂત અને આતંરરાષ્ટ્રીયપ્રતિનિધિઓ નો સમાવેશ થાય છે તેમણે સંબોધિત કરશે અને ધ્યાનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મુકશે જે શાંતિ અને એકતા માટે જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય વૈશ્વિક લાઇવ સ્ટ્રીમઈવેન્ટ:  ૨૧ ડિસેમ્બરના દિવસે ગુરૂદેવવિશ્વવ્યાપીલાઇવસ્ટ્રીમના આયોજન દ્વારા કરોડો લોકોને ધ્યાન સાથે જોડશે.

Related posts

અખિલેશ-યોગી સામસામે: જયપ્રકાશની જન્મજયંતી પર સપા વડાને બહાર જવા ન દીધા; નીતિશને NDAમાંથી સમર્થન પાછું ખેંચી લેવા અપીલ કરી

admin

રામનામ સૌથી મોટું ભજન છે : રામચરિતમાનસ કથાકાર શ્રી મોરારી બાપુ

viratgujarat

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી

admin

Leave a Comment