Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામનામ સૌથી મોટું ભજન છે : રામચરિતમાનસ કથાકાર શ્રી મોરારી બાપુ

*ભજન માટેનો પહેલો માર્ગ છે:વિપ્ર ચરણમાં અત્યંત પ્રેમ.*
*અધ્યાત્મ સદાય કાલાતિત જ હોય છે.*
*જ્યાંથી યાત્રા શરૂ થઈ સમયસર ત્યાં પાછું જવું એ ભજન છે.*
*ગુરુનો ભય એ આપણને અભય બનાવે છે.*
*જેનું નામ લેતી વખતે આંખમાંથી આંસુ નીકળે સમજવું કે સૌથી મોટું તર્પણ છે.*
તાંજૌર-તમિલનાડુની ભૂમિ પરથી ચાલી રહેલી રામકથાનાં ચોથા દિવસે મનોરથી અને કથા શ્રાવકો માટે બાપુએ કહ્યું કે વાલ્મિકી ઉત્તરકાંડમાં સૌથી છેલ્લો સર્ગ લખે છે ત્યારે રામકથા-હરિકથા શ્રવણનો ફળાદેશ બતાવે છે.હરિ કથા શ્રવણ કરે છે, આયોજન કરે છે એના પિતૃ,પિતૃઓના પિતૃ,પિતામહ,પ્રપિતામહનાં પિતામહો અને બધા જ ધન્ય બની જાય છે.આ શ્લોકનું પઠન કરવામાં આવ્યું એવું પણ કહેવાયું કે પ્રયાગ આદિ તીર્થોમાં નિરંતર સ્નાનનું ફળ,નૈમિશ આદિ વનમાં નિવાસનું ફળ કથા સાંભળનારને મળે છે.માત્ર સાંભળીએ તો પણ ફાયદો છે એવું નાનકદેવ પણ કહે છે.
કથા સાંભળવાથી ફળ મળે છે એ વર્તમાન છે,ભવિષ્યના સુખની તો વાત જ નથી.અધ્યાત્મ સદાય કાલાતિત જ હોય છે.પરમાત્મા પણ કાલાતિત હોય છે,એટલે જ એ કાયમ છે.
જ્યાંથી આપણી યાત્રા ચાલુ થઈ ત્યાં પાછું જાવું એ અતીત નથી પણ વર્તમાનમાં જવાનું છે.જ્યાંથી નીકળ્યા ત્યાં સમયસર ન પહોંચીએ એની પીડા થાય એ ભજન છે.સીતા પૃથ્વી માતાને ત્રણ વાર કહે છે કે મને મારગ આપો.જ્ઞાનમાર્ગ કહે છે જ્યાંથી નીકળ્યા ત્યાં ન જવું જોઈએ,પણ ભજન કહે છે પાછા ત્યાં જ જાઓ.
જનકપુરના નગર દર્શનનો પ્રસંગ,જ્યાં રામ નગર જોતી વખતે લક્ષ્મણને કહે છે કે મને ડર લાગે છે કારણ કે સમયસર પાછો નહીં ફરું તો ભજન ભંગ થશે.આપણે કેટલાય મોટા હોઈએ પણ ગુરુનો થોડોક ભય રાખવો જોઈએ.ગુરુનો ભય એ આપણને અભય બનાવે છે.જે તુલસીના અન્ય ગ્રંથોમાં પણ ભજન વિશે વિવિધ વાતો કહી છે.રામચરિત માનસમાં ૩૨ વખત ભજન વિધા બતાવેલી છે.અહીં કહેવાયું કે જે આખે-આખો સ્વગૃહમાં પાછો ફરી જાય છે એને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન થાય છે.સમય ઉપર ભજન કામ આવે છે. ભજન એ શીતલ પ્રકાશ છે,આક્રમક પ્રકાશ નથી.આજે અહીં તો કાલે ત્યાં જવાનું છે.ભજન સાધ્ય છે.ભક્તિ અને ભજન એક છે.ભજન સાધન નથી,સાધ્ય છે પણ ભજન-ભક્તિ સુધી પહોંચવા માટે ઘણા જ સાધન બતાવ્યા છે.
રામચરિત માનસમાં પંચવટીનો નાનકડો પ્રસંગ,જ્યા લક્ષ્મણજી ભગવાનને જ્ઞાન,માયા,જીવ,ઈશ્વર વિશે પાંચ પ્રશ્ન પૂછે છે;ત્યાં પૂછે છે કે ભક્તિ શું છે? ભક્તિનો મારગ બતાવો.ભક્તિનો માર્ગ સુગમ છે. ભક્તિ અથવા ભજન માટેનો પહેલો માર્ગ છે:વિપ્ર ચરણમાં અત્યંત પ્રેમ.અહીં વિપ્ર નો અર્થ બ્રાહ્મણ નહીં પણ જેમાં વિવેક પ્રધાન છે,જે વિરાગ પ્રધાન છે એ વિપ્ર.
પ્રપંચ,ધોખા,ફરેબ એ બાધક તત્વ છે.
અહીં નવધા ભક્તિ વિશે પણ ખૂબ ઊંડાણપૂર્વક સંવાદ થયો.માનસ કથિત નવધા ભક્તિમાં ભજન કેન્દ્રમાં છે.મંગલાચરણમાં ગુરુ કેન્દ્રમાં છે અને ગીતાજીના શ્લોકમાં ઉદાસીન શબ્દ કેન્દ્રમાં છે.કોઈ
અમુક કથાકારોનેં કોઈ પ્રસંગે આંસુ નથી આવતા એ વિષય પણ બાપુએ કહ્યું કે આ કલી પ્રભાવ છે. આપણને કથા વખતે આંસુ આવે ત્યારે આપણી ટીકા કરે છે,પણ વિનય પત્રિકામાં ભજન ઘણા જ સૂત્રો છે.બીજમંત્રનો જાપ પણ એક રસ્તો છે.જેનું નામ લેતી વખતે આંખમાંથી આંસુ નીકળે સમજવું કે સૌથી મોટું તર્પણ છે.સહજ સનેહ ઘી છે અને સંશયના સમિધ છે,ક્ષમાની અગ્નિથી એને બાળીને ભસ્મ કરી દ્યો.
આવા સુગમ માર્ગ ઉપર ચાલનારને રામનો સાક્ષાત્કાર થયો છે.પણ તુલસી કહે કે હું તો એ માર્ગનો માર્ગી છું.જેણે તુલસીને વાંચ્યો જ નથી, જોયો નથી,સ્પર્શ પણ નથી કર્યો એ માર્ગી વિશે ટીકાઓ કરે છે.બીજમંત્ર-રામમંત્ર-જે મહાદેવ જપે છે તુલસીએ એ પસંદ કર્યો.
આથી જ રામનામ સૌથી મોટું ભજન છે.
રામકથા ધારામાં શિવ અને સતી વિચરણ કરે છે ત્રેતાયુગની રામલીલાનો પ્રસંગ છે અને સતી રામની પરીક્ષા કરે છે,નિષ્ફળ જાય છે અને પછી શિવ પ્રતિજ્ઞા કરે છે.સતી દક્ષયજ્ઞ ઉપર આમંત્રણ ન મળવાથી ખૂબ જ નારાજ થાય છે એ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું.
*કથા વિશેષ:*
*ભજન એટલે….*
*નદી સદાય વર્તમાન હોય છે,પાણી કાળ બદલતું હોય છે.*
*રામકથા એ નદી છે,સરિતા છે.*
*પરમાત્મા પણ કાલાતિત હોય છે એટલે જ એ કાયમ છે.*
*જ્યાંથી નીકળ્યા ત્યાં સમયસર ન પહોંચીએ,એની પીડા થાય એ ભજન છે.*
*જે ગુરુની પાદુકાનો આશ્રય કરે છે એને કોઈ પ્રકારનો ડર રહેતો નથી.*
*ભજન એ શીતલ પ્રકાશ છે,આક્રમક પ્રકાશ નથી.* *રામ પ્રેમનું અનુગમન કરે છે,પુનિત પ્રેમની પાછળ ચાલે છે.*
*જેના વગર જલન શાંત ન થાય એ ભજન છે.*
*ભજન જનમ-જનમનો સાથી છે.*
*ભજન અનુપમ સુખનું મૂળ છે.*
*સાધુ અનુકૂળ થઈ જાય તો ભજન પ્રાપ્ત થાય છે.* *સાધુ સ્વર્ગ નથી આપતો પણ આપ જ્યાં ઊભા છો ત્યાં સ્વર્ગ ઉભું કરી દે છે.*
*વેદોએ જે કર્મની પ્રતિષ્ઠા કરી છે એમાં કુશળ હોવું એ ભજન છે.*

Related posts

આબરા કા ડાબરા કિડ્સ કાર્નિવલ: ફન અને સોશિયલ ઇમ્પેક્ટનું જાદુઈ મિશ્રણ

viratgujarat

એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ લાઈવ થશે 29મી નવેમ્બરે

viratgujarat

WOW સ્કિન સાયન્સ ટાયર 2+ શહેરોમાં 10 લાખ નવા ગ્રાહકો સુધી પહોંચે છે, જેનો હેતુ એક વર્ષમાં મીશો પર ARR 5x સુધી વધારવાનો છે

viratgujarat

Leave a Comment