- Xcort કંપનીએ ઓન-ડિમાન્ડ આઇટી રિપેર સર્વિસ in એપ લોંચ કરી, જે ગુજરાતમાં ગ્રાહકોને ઘરઆંગણે લેપટોપ અને ડેસ્કટોપ રિપેરની ઉત્કૃષ્ટ સર્વિસ ઓફર કરે છે
- આઇટી સર્વિસમાં 28 વર્ષના બહોળા અનુભવ સાથે in એપ દ્વારા બુકિંગના સરળ અનુભવ સાથે રિયલ-ટાઇમ ટ્રેકિંગ અને સર્ટિફાઇડ ટેક્નિશિયન સાથે વિશ્વસનીય અને પારદર્શી સર્વિસ સુનિશ્ચિત કરે છે
- in સીપીસીબી રજિસ્ટ્રેશન દ્વારા જવાબદારીભર્યા ઇ-વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપે છે તેમજ પ્રતિ સર્વિસ બુકિંગ ઉપર રૂ. 1 “ફીડ ધ હંગરી” પહેલમાં યોગદાન આપે છે
વડોદરા 19 ડિસેમ્બર 2024: આઇટી સર્વિસિસમાં બહોળો અનુભવ ધરાવતી Xcort કંપનીએ આજે તેની ગ્રાહક-કેન્દ્રિત ઓન-ડિમાન્ડ આઇટી રિપેર સર્વિસ એપ Xcare.inના સત્તાવાર લોંચની જાહેરાત કરી છે. ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં કામગીરીના પ્રારંભ સાથે Xcare.in બેજોડ આઇટી રિપેર સર્વિસિસ ડિલિવર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જે યુઝર્સને સુવિધા, કુશળતા અને પારદર્શિતાનું ઉત્તમ મિશ્રણ પ્રદાન કરે છે.
ભારતને ડિજિટલ રીતે સશક્ત સમાજ અને નોલેજ ઇકોનોમીમાં પરિવર્તિત કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોંચ કરાયેલા ફ્લેગશીપ પ્રોગ્રામ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને અનુરૂપ Xcare.in યુવા ઉદ્યોગસાહસિક દ્વારા શરૂ કરાયેલી એક ઇનોવેટિવ પહેલ છે. Xcare.inના સ્થાપક અભય એલેક્સે આઇટી સેક્ટરમાં ત્રણ દાયકાનો બહોળો અનુભવ ધરાવતા તેમના પિતાના વારસાને આગળ ધપાવતા મહદ્દઅંશે અસંગઠિત એવાં આઇટી રિપેર માર્કેટ માટે બેજોડ ઇનોવેશન અને સ્ટ્રક્ચરની રજૂઆત કરી છે. આ અંતર્ગત ગ્રાહકો Xcare.inની સુવિધાજનક મોબાઇલ એપ દ્વારા તેમના ઘર આંગણે વિશ્વસનીય અને પ્રોફેશ્લ આઇટી સોલ્યુશન્સ મેળવવા સમર્થ બન્યાં છે.
આ ઇનોવેટિવ મોબાઇલ એપ Xcare.in ગ્રાહકોને બટનની એક ક્લિક ઉપર તેમની અનુકૂળતાએ લેપટોપ અને ડેસ્કટોપ માટે ઘર આંગણે અને રિમોટ સપોર્ટ પૂરો પાડે છે.
આ મહાત્વાકાંક્ષી લોંચ માટે Xcare.inએ નીચેની સુવિધાઓ વિકસિત કરી છેઃ
- ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઇમ અને સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ગુજરાતમાં વ્યૂહાત્મક કેન્દ્રો ઉપર સર્વિસ સેન્ટર્સની ઉપલબ્ધતા
- ઓઇએમમાં 10થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા 200થી વધુ સર્ટિફાઇડ ટેક્નિકલ એક્સપર્ટ્સની ટીમ કે જેમની પાસે એચપી અને ડેલ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ સાથે કામ કરવાનો અનુભવ છે. તેમની કુશળતા સુનિશ્ચિત કરે છે કે ઉદ્યોગના સર્વોચ્ચ ધોરણો મૂજબ દરેક રિપેર અને અપગ્રેડ કરવામાં આવે
- in મોબાઇલ એપ દ્વારા સંપૂર્ણ ડિજિટલ ઇન્ટરફેસ સરળ બુકિંગ, રિયલ-ટાઇમ ડિવાઇસ ટ્રેકિંગ, સ્પેર પાર્ટ્સ માટે તાત્કાલિક ખર્ચનો અંદાજ અને નિયમિત રિપેર અપડેટ ઓફર કરે છે
ભારતમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપતી પહેલો તથા નિકાસમાં વધારાને જોતાં લેપટોપ અને ડેસ્કટોપનું વેચાણ વાર્ષિક ધોરણે 15 ટકાની મજબૂત વૃદ્ધિ સાધી રહ્યું છે ત્યારે Xcare.in આ ક્ષેત્રે ઉપલબ્ધ તકોને હાંસલ કરવા સજ્જ છે. હાલમાં કંપની લેપટોપ અને ડેસ્કટોપ સર્વિસ પોર્ટફોલિયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેમજ ટૂંક સમયમાં સર્વર, સ્ટોરેજ, પ્રિન્ટર રિપેર અને બીજી આવશ્યક આઇટી સપોર્ટ સર્વિસિસને પણ ઓફરિંગમાં સામેલ કરવાની તેની યોજના છે.
કંપનીની કામગીરી ઉપર નજર નાખીએ તો ધીમું પર્ફોર્મ કરતાં લેપટોપને એસએસડી અપગ્રેડની જરૂર રહે છે. એકવાર Xcare.in એપ દ્વારા સર્વિસ બુક કરાવ્યાં બાદ, માત્ર એક જ કલાકમાં અપગ્રેડ પૂર્ણ કરવામાં આવે છે, જેના પરિણામરૂપે ડિવાઇસના પર્ફોર્મન્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.
મહત્વપૂર્ણ છે કે Xcare.inની પેરેન્ટ Xcort કંપનીની ઉત્કૃષ્ટ કામગીરીમાં રિલાયન્સ, એલએન્ડટી, એસ્સાર ગ્રૂપ, આલોક ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ જેવાં ટોચના સંસ્થાનોએ વિશ્વાસ મૂક્યો છે અને આ મજબૂત વારસાને આગળ ધપાવતા Xcare.in ઇન્ડિવિડ્યૂઅલ અને બિઝનેસ ગ્રાહકો બંન્ને માટે આઇટી સપોર્ટ સર્વિસિસને પુનઃવ્યાખ્યાયિત કરવા સજ્જ છે.
Xcare.inના સ્થાપક અભય એલેક્સે જણાવ્યું હતું હતું, “અમે વિશ્વસનીય અને ગ્રાહક-કેન્દ્રિત સેવાઓ ઓફર કરતાં આઇટી સપોર્ટમાં ક્રાંતિ લાવવા કટીબદ્ધ છીએ. ભારતમાં રિપેર માર્કેટ ઘણા અંશે અસંગઠિત છે તેમજ ગ્રાહકોનો વિશ્વાસ સૌથી પ્રમુખ પરિબળ છે. આ સંજોગોમાં અમે ગુણવત્તા, પારદર્શિતા અને પ્રોફેશ્નાલિઝમના સર્વોચ્ચ ધોરણો સ્થાપિત કરતાં ગ્રાહકોને વિશ્વસનીય અને સુવિધાજનક આઇટી સોલ્યુશન્સ તેમના ઘર અને ઓફિસમાં પૂરા પાડવા માટે સમર્પિત છીએ.”
સસ્ટેનેબિલિટી અને સામાજિક પ્રભાવ માટેની કટીબદ્ધતાઃ
પર્યાવરણીય સસ્ટેનેબિલિટી માટેની કટીબદ્ધતાના ભાગરૂપે Xcare.in અધિકૃત સીપીબીસી સેન્ટર્સ ખાતે તેના ઇ-વેસ્ટના મેનેજમેન્ટ માટે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) સાથે રજિસ્ટર્ડ છે. આ સુનિશ્ચિત કરે છે કે Xcare.inની સેવાઓ જવાબદારીભર્યા ઇ-વેસ્ટ મેનેજમેન્ટના સર્વોચ્ચ ધોરણોનું પાલન કરે છે, જે ટકાઉ કામગીરી દ્વારા પર્યાવરણને સુરક્ષિત રાખવાની તેની કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.
અભય એલેક્સે ઉમેર્યું હતું કે, “અમારું વિઝન બેજોડ સુવિધા, પારદર્શિતા અને ગ્રાહક સંતોષ ડિલિવ કરતાં ગ્રાહકો અને સ્મોલ બિઝનેસ આઇટી સપોર્ટમાં સૌથી વિશ્વસનીય કંપની બનવાનું તેમજ હરિયાળા ભવિષ્ય માટે સસ્ટેનેબલ કામગીરીને પ્રોત્સાહન આપવાનું છે.”
Xcare.inએ તેના “રિપેર વિથ કેર” સિદ્ધાંત સાથે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ભાગીદારી કરે છે. આ અંતર્ગત પ્રત્યેક બુક થયેલી સર્વિસ માટે રૂ. 1નું “ફીડ ધ હંગરી” પહેલ માટે યોગદાન અપાય છે, જે સમાજ ઉપર સકારાત્મક પ્રભાવ પેદા કરવાની તેની કટીબદ્ધતા દર્શાવે છે.
મુખ્ય ઓફરિંગ્સઃ
લેપટોપ અને ડેસ્કટોપ રિપેર, અપગ્રેડથી લઇને સોફ્ટવેર ટ્રબલશુટિંગ અને સ્પેર પાર્ટ્સ રિપ્લેસમેન્ટ માટે Xcare.in એન્ડ-ટુ-એન્ડ આઇટી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ગ્રાહકો એપ દ્વારા સર્વિસ અને પાર્ટ્સ માટે વિસ્તૃત ડાયગ્નોસ્ટિક અને ક્વોટેશન મેળવે છે, જે કોઇપણ છુપા ખર્ચ ન હોવાનું સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત Xcare.in સોફ્ટવેર સંબંધિત સમસ્યાઓ માટે ઓન-સાઇટ રિપેર્સ અને રિમોટ આસિસ્ટન્સ બંન્ને ઓફર કરે છે, જેનાથી ગ્રાહકોનો ડાઉનટાઇમ ઘટી જાય છે. દરેક સેવા Xcortની આઇટી સેવાઓના 28 વર્ષના વારસા સમર્થિત છે તથા ગુણવત્તા અને સુરક્ષા માટે ISO-સર્ટિફાઇડ ધોરણોનું પાલન કરે છે.
મુખ્ય વિશેષતાઓઃ
- ઉપલબ્ધ સર્વિસઃ લેપટોપ રિપેર, ડેસ્કટોપ અપગ્રેડ, સોફ્ટવેર ટ્રબલશુટિંગ વગેરે
- સરળ બુકિંગઃ આઇઓએસ અને એન્ડ્રોઇડ ઉપર in એપ ડાઉનલોડ કરો અથવા સપોર્ટ માટે કોલ કરો – 78002-18002