Virat Gujarat
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

માધુરી દીક્ષિતે સલમાન ખાનના પ્રતિકાત્મક નાઈટી એક્ટ માટે રાજ કુમાર બરજાત્યાને મનાવ્યા હતા!

ગુજરાત, અમદાવાદ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫: સૂરજ આર બરજાત્યા તેના બહુપ્રતિક્ષિત ડિજિટલ પદાર્પણ બડા નામ કરેંગેને પ્રમોટ કરવા માટે ઈન્ડિયન આઈડલના મંચ પર આવ્યા હતા. તેની સિરિયલ 7 ફેબ્રુઆરીથી સોની લાઈવ પરથી પ્રસારિત થવાની છે. રાજશ્રી પ્રોડક્શન્સની સૌથી મોટી હિટ્સની ઉજવણી કરવા સ્પેશિયલ એપિસોડ દરમિયાન તેણે ચાહકોને હમ આપકે હૈ કૌન…ની પડદા પાછળની વાર્તાથી ચાહકોને મોહિત કરી દીધી હતી. તેણે દીદી તેરા દેવર દીવાનામાં સલમાનના ખાનના પ્રતિકાત્મક નાઈટી એક્ટને સાકાર કરવા માધુરી દીક્ષિતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા કઈ રીતે ભજવી હતી તે વિશે માહિતી આપી.

સ્પર્ધક રિતિકા દ્વારા ગીત સુંદર રીતે ગાયા પછી સૂરજ બરજાત્યાએ જૂની યાદો તાજી કરી હતી. ‘‘આ મોટું અને લાંબું ગીત હતું, જેના રિહર્સલમાં 16 દિવસ અને ફિલ્માંકનમાં 9 દિવસ લાગ્યા હતા. અમે મોજીલી અને વિજયી ઉજવણી સાથે તેને ઉચ્ચ કક્ષાનું બનાવવા માગતા હતા. મેં મારા પિતાને સૂચવ્યું કે સલમાને આખરી સીન માટે નાઈટી પહેરવી જોઈએ. સલમાન તુરંત માની ગયો, પરંતુ મારા પિતાએ વિચાર નકારી કાઢ્યો, કારણ કે તેમને તે અયોગ્ય લાગ્યું હતું. જોકે આખી ટીમનો એવો મત નીકળ્યો કે આ વિશે સેટ પર મહિલાઓનો અભિપ્રાય લેવો જોઈએ. માધુરી સહિત બધા ડાન્સરોને આ વિચાર હાસ્યસભર લાગ્યો અને તેમણે આગળ વધવાનો આગ્રહ કરયો. અંતે માધુરીએ પોતે સીન માટે સલમાનનો મેક-અપ કર્યો. આ સુંદર યાદો તાજી કરવા માટે તમારો આભાર,’’ એમ સૂરજ બરજાત્યાએ જણાવ્યું હતું.

દીદી તેરા દેવર દીવાના હવે બોલીવૂડ ક્લાસિક બની છે ત્યારે આ હળવીફૂલ યાદોએ તેની ખુશીમાં ઉમેરો કર્યો છે. બરજાત્યા હવે બડા નામ કરેંગે સાથે ઓટીટીમાં આવ્યા છે. આ ભાવિ પેઢીની પ્રેમકથા પોતાના મૂળની પુનઃખોજ કરવા વિશેની છે, જે દર્શાવે છે કે અવિસ્મરણીય અવસરો ઘડવાની તેની ક્ષમતા હજુ પણ મજબૂત રહી છે.

ગુલ્લક ફેમ પલાશ વાસવાની દિગ્દર્શિત અને શો રનર તરીકે ખુદ સૂરજ આર. બરજાત્યા સાથે આ સિરીઝમાં રિતિક ઘનશાની, આયેશા કડુસકર, કંવલજિત સિંહ, અલકા અમીન, રાજેશ જાયસ, ચિત્રાલી લોકેશ, દીપિકા અમીન, જમીન ખાન, રાજેશ તૈલંગ, અંજના સુખાની, સાધિકા સયાલ, જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી, પ્રિયંવદા કાંત, ઓમ દુબે, ભાવેશ બબાની વગેરે છે. બડા નામ કરેંગે પ્રેમ, હાસ્ય અને જૂની યોદાનું હૃદયસ્પર્શી સંમિશ્રણ પ્રદાન કરવાનું વચન આપે છે.

આ સપ્તાહાંતમાં જોતા રહો ઈન્ડિયન આઈડલ, 8-9 ફેબ્રુઆરીએ રાત્રે 8.00 વાગ્યાથી, ફક્ત સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર. સોની લાઈવ પર ગમે ત્યારે એપિસોડ સ્ટ્રીમ કરો અને અકથિત વાર્તાઓ, આશ્ચર્યો અને રાજશ્રીના જાદુની સમકાલીન ખૂબીઓથી ભરચક સંગીત જલસો અનુભવતા રહો!

Related posts

હાર્પિક દ્વારા હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ સાથે એક ક્રાંતિકારી ઇનોવેશન રજૂ – રસોડાના ગંદા પાણી માટે ભારતનું સૌથી ઝડપી ડ્રેઇન ક્લિનર*

viratgujarat

આકાંક્ષા પરથી પડદો ઊંચકાયોઃ યામાહા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો ખાતે આઈકોનિક હેરિટેજ અને ભવિષ્યલક્ષી વિઝન પ્રદર્શિત કરે છે

viratgujarat

બુદ્ધપુરુષનો શબ્દસ્પર્શ,રૂપ રસ અને ગંધ ઔષધિ છે.

viratgujarat

Leave a Comment