Virat Gujarat
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લિંક્ડઇનની 2025 ની ભારતની ટોચની કંપનીઓની યાદીમાં TCS, એક્સેન્ચર અને ઇન્ફોસિસ Top-3 પર

ફાઇનાન્સ, આઇટી અને સોફ્ટવેર ક્ષેત્રની કંપનીઓએ સંયુક્ત રીતે કુલ 25 માંથી 19 સ્થાન પ્રાપ્ત કર્યા

ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ (#4), સર્વિસનાઉ (#17), અને સ્ટ્રાઇપ (#21) એ આ વર્ષની યાદીમાં પહેલી વખત જગ્યા બનાવી 

ભારત ૦૮ એપ્રિલ ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા વ્યાવસાયિક નેટવર્ક લિંક્ડઇન એ આજે ભારત માટે 2025ની ટોચની કંપનીઓની યાદી રજૂ કરવામાં આવી છે જેમાં 25 મોટી કંપનીઓ દર્શાવવામાં આવી છે જ્યાં પ્રોફેશનલ્સ તેમની કારકિર્દીને આગળ વધારી શકે છે. પ્લેટફોર્મ પર લાખો પ્રોફેશનલ્સની પ્રવૃત્તિના આધાર પર, આ યાદી એ કંપનીઓના અંદર માંગમાં રહેલી કુશળતા, ટોચની જગ્યાઓ અને આ કંપનીઓમાં સૌથી મોટી નોકરી કાર્યો અંગે માહિતી પૂરી પાડે છે, જે નોકરી શોધનારાઓને તેમની આગામી તક શોધવામાં મદદ કરે છે.

લિંકઇનના આઠ સ્તંભો પરના ડેટામાંથી મેળવેલ – જેમાં આગળ વધવાની ક્ષમતા, કૌશલ્ય વૃદ્ધિ, બાહ્ય તક અને કંપનીના પ્રત્યે આકર્ષણનો સમાવેશ થાય છે – ટોચની કંપનીઓની યાદી એવી સંસ્થાઓને પ્રકાશિત કરે છે જે કર્મચારીઓમાં રોકાણ કરી રહી છે અને હાલમાં ખૂબ જ સ્પર્ધાત્મક નોકરી બજારમાં ભરતી કરી રહી છે.

લિંક્ડઇન  કરિયર એક્સપર્અટ અને ભારતના સિનિયર મેનેજિંગ એડિટર નિરજિતા બેનર્જીએ જણાવ્યું હતું કે, “આ વર્ષની યાદીમાંથી સૌથી મોટી શીખ એ છે કે કંપનીઓ ફક્ત આજની સ્થિતિ પ્રમાણે લોકોને કામ પર રાખી રહી નથી, પરંતુ આવતીકાલની સ્થિતિ પ્રમાણે પણ લોકોને કામ પર રાખી રહી છે. ટોચની 25 કંપનીઓમાંથી 19 કંપનીઓ ટેકનોલોજી, ફાઇનાન્સ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ક્ષેત્રોમાંથી આવે છે, જે તકનીકી રીતે નિપુણ પ્રોફેશનલ્સની શોધમાં છે જે ટીમોમાં કામ કરી શકે, વિવેચનાત્મક રીતે વિચારી શકે, ઝડપથી પોતાને ઢાળી શકે અને વ્યવસાયની સાથે આગળ ધપી શકે. કોઈપણ વ્યક્તિ જે તેમની પહેલી કે આગામી નોકરી મેળવવા માંગે છે, તે માટે આ સમય છે કે તમે તમારી મર્યાદાઓનું પરીક્ષણ કરો અને તેનું નિર્માણ કરો. તમારી મુખ્ય કુશળતાને મજબૂત બનાવો, ટ્રાન્સફરેબલ કુશળતાનું અન્વેષણ કરો અને ઉદ્યોગો કેવી રીતે વિકસિત થઈ રહ્યા છે તેની નજીક રહો. સતત ગતિશીલ નોકરી બજારમાં, કારકિર્દી સ્થિતિસ્થાપકતા એ સુપરપાવર છે જે તમને અલગ પાડશે.”

વધુ એક વર્ષ માટે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) ટોચનું સ્થાન જાળવી રાખ્યું, ત્યારબાદ એક્સેન્ચર (#2) અને ઇન્ફોસિસ (#3)નો નંબર આવે છે અને કોગ્નિઝન્ટને #5મું સ્થાન મળ્યું. આ વર્ષની યાદીમાં ભારતમાં આજે કારકિર્દી પ્રગતિની તકો પ્રદાન કરવામાં કમ્પ્યુટર, IT અને સોફ્ટવેર ક્ષેત્રોના પ્રભુત્વને પ્રકાશિત કરે છે. ડેવલપમેન્ટ ટૂલ્સ, ડેટા સ્ટોરેજ ટેક્નોલોજી અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેરમાં મુખ્ય કુશળતા તેમના ભરતી ફોકસમાં કેન્દ્રસ્થાને રહે છે, ખાસ કરીને બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં.

આ વર્ષની યાદીમાં લગભગ અડધી એટલે કે 25 માંથી 12 કંપનીઓ નવી છે, જે ભારતીય નોકરી શોધનારાઓ માટે ઉપલબ્ધ તકોમાં વ્યાપક ફેરફારોને દર્શાવે છે. ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ (#4) સૌથી વધુ રેન્કિંગ ધરાવતી પ્રથમ કંપની છે, ત્યારબાદ સર્વિસનાઉ (#17) અને સ્ટ્રાઇપ (#21) આવે છે. નાણાંકીય સેવાઓ આપતી કંપનીઓ આ વર્ષની યાદીમાં સાતમાં ક્રમાંક પર છે, જેમાં જેપી મોર્ગન ચેસ (#7), વેલ્સ ફાર્ગો (#15) અને અમેરિકન એક્સપ્રેસ (#25)નો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં જે સામાન્ય ભૂમિકાઓ માટે નિયુક્તિ કરવામાં આવી રહી છે તેમાં બિઝનેસ ઓપરેશન્સ એનાલિસ્ટ, ફ્રોડ એનાલિસ્ટ અને ફાઇનાન્શિયલ એનાલિસ્ટનો સમાવેશ થાય છે, જેમની પાસે કેપિટલ માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને કોમર્શિયલ બેન્કિંગમાં મુખ્ય કૌશલ્ય છે.

આ યાદીમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમનો વ્યાપ વધારી રહી છે. એમેઝોન (#8), આલ્ફાબેટ (#9), અને સેલ્સફોર્સ (#12) સોફ્ટવેર એન્જિનિયર, ડેટા એનાલિસ્ટ અને એકાઉન્ટ મેનેજર જેવા પદો માટે ભરતી કરી રહી છે. આ કંપનીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI એન્જિનિયરિંગ અને મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટ સૌથી વધુ માંગવાળા કૌશલ્ય છે. સિનોપ્સિસ ઇન્ક (#13), કોન્ટિનેન્ટલ (#14) અને RTX (#20)  કમ્પ્યુટર હાર્ડવેર, સિગ્નલ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ્સમાં કૌશલ્યની સાથે પોતાની ડિઝાઇન એન્જિનિયરિંગ, ટેસ્ટ એન્જિનિયરિંગ અને ગુણવત્તા ખાતરી ટીમોમાં રોકાણ કરી રહી છે.

ટોચની કંપની સાથે જોડાવા અને નોકરીની તકો શોધવા માટે નિરજિતા તરફથી અહીં ટિપ્સ આપવામાં આવી છે:

  • તમારી શોધક્ષમતામાં વધારો કરો: તમારી લિંક્ડઇન પ્રોફાઇલને તમારા ડિજિટલ હેન્ડશેક તરીકે વિચારો કારણ કે તે ઘણીવાર ભરતી કરનારાઓને મળનાર પહેલી છાપ હોય છે. સારી રીતે બનાવેલી પ્રોફાઇલ તમને અલગ બનાવી શકે છે અને ટોચની કંપનીઓ દ્વારા ધ્યાન આકર્ષિત થવાની શક્યતાઓ વધારી શકે છે. તમારી વ્યાવસાયિક યાત્રાને પ્રમાણિક રીતે દર્શાવવા માટે તેનો ઉપયોગ કરો. વધુ વધારા માટે તમારી હેડલાઇન અને અબાઉટ સેકશનને પરિષ્કૃત કરવા માટે લિંક્ડઇનના AI-સંચાલિત પ્રીમિયમ ટૂલ્સનો લાભ લો.
  • તમને કઈ કંપનીઓમાં રસ છે તે બતાવો: કંપનીમાં રસ દર્શાવવા માટે લિંક્ડઇનની “I’m Interested” સુવિધાનો ઉપયોગ કરો, ભલે તેમની પાસે ખાલી જગ્યાઓ ન હોય. આ સંભવિત ઉમેદવારોની શોધ કરતા ભરતીકારો માટે તમારી દૃશ્યતા વધારે છે. લિંક્ડઇન ટોપ ચોઇસ પ્રીમિયમ સુવિધા તમને ભરતી મેનેજરોને એ સ્પષ્ટ કરવામાં પણ મદદ કરે છે કે તક આવે ત્યારે તમે તેમની ટીમમાં જોડાવા માટે આતુર છે.
  • કંપનીઓ પર પ્રોફેશનલ્સની જેમ સંશોધન કરો: કોઇપણ કંપનીમાં અરજી કરતા પહેલા, તમારું હોમવર્ક કરો. કંપનીની સંસ્કૃતિ, મૂલ્યો અને નેતૃત્વની સમજ મેળવવા માટે કંપનીના લિંક્જઇન પેજથી શરૂઆત કરો. મુખ્ય અધિકારીઓને અનુસરવાથી તમને તેમના માટે મહત્વપૂર્ણ વિષયોમાં સમજ મળી શકે છે અને મૂલ્યાંકન કરી શકાય છે કે શું આ તમારી પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે. LinkedIn Premium વ્યાવસાયિકો માટે દૃશ્યતા વધારવા, આંતરદૃષ્ટિ શીખવા અને યોગ્ય નોકરી શોધવા માટે ઘણી સુવિધાઓ પણ પૂરી પાડે છે.
  • નેટવર્ક. નેટવર્ક. નેટવર્ક: તમારી લક્ષ્ય કંપનીમાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ સાથે જોડાણો બનાવવાથી એવા દરવાજા ખુલી શકે છે જેના વિશે તમને ખબર પણ નથી. તેમની સાથે જોડાવાથી, તેમની પોસ્ટ પર ટિપ્પણી કરવાથી, અથવા માહિતીપ્રદ ચેટની વિનંતી કરવાથી તમને એક મૂલ્યવાન આંતરિક દ્રષ્ટિકોણ મળી શકે છે. એક મજબૂત નેટવર્ક રેફરલ્સમાં પણ મદદ કરી શકે છે. લિંક્ડઇન ડેટા દર્શાવે છે કે અરજદારો તેમના જોડાણો દ્વારા નોકરી મેળવવાની શક્યતા 4 ગણી વધારે છે.
  • તમારી કુશળતા દર્શાવો અને મજબૂત બનાવો: AI નોકરી બજારમાં પરિવર્તન લાવી રહ્યું છે, તેથી નેતાઓ અને ભરતી કરનારાઓ કૌશલ્યોનું યોગ્ય મિશ્રણ શોધવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાતરી કરો કે તમારી પ્રોફાઇલ તમારી સંબંધિત કુશળતા અને ક્ષમતાઓને પ્રકાશિત કરે છે – તકનીકી અને બિન-તકનીકી બંને. તમે ઉભરતા બજારમાં સ્પર્ધાત્મક બની રહેવા માટે લિંક્ડઇન લર્નિંગ પર નવા અભ્યાસક્રમ અને કુશળતા પણ શોધી શકો છો.

2025 ની ભારતની ટોચની મોટી કંપનીઓની યાદીમાં સ્થાન મેળવનાર 25 કંપનીઓ અહીં છે:

  • ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ
  • એક્સેન્ચર
  • ઇન્ફોસિસ
  • ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ
  • કોગ્નિઝન્ટ
  • ઓરેકલ
  • જેપીમોર્ગન ચેઝ
  • એમેઝોન
  • આલ્ફાબેટ
  • ધ ડિપોઝિટરી ટ્રસ્ટ એન્ડ ક્લિયરિંગ કોર્પોરેશન (ડીટીસીસી)
  • કેપજેમિની
  • સેલ્સફોર્સ
  • સિનોપ્સિસ ઇન્ક
  • કોન્ટિનેન્ટલ
  • વેલ્સ ફાર્ગો
  • એચસીએલટેક
  • સર્વિસનાઉ
  • મોર્ગન સ્ટેનલી
  • માસ્ટરકાર્ડ
  • આરટીએક્સ
  • સ્ટ્રાઇપ
  • એટલાશિયન
  • એમએસસીઆઇ ઇન્ક.
  • એલી લિલી એન્ડ કંપની
  • અમેરિકન એક્સપ્રેસ

લિંક્ડઇન ન્યૂઝ ઇન્ડિયા દ્વારા 2025 ટોચની કંપનીઓ ભારત પરનો સંપૂર્ણ લેખ અહીં જુઓ.

Related posts

હેટસન એગ્રો પ્રોડક્ટ લિમિટેડે આંધ્રપ્રદેશના ભીમાવરમમાં તેના 4000માં એચએપી ડેઇલી આઉટલેટના લોન્ચ સાથે રિટેલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો

viratgujarat

તારીખ ૨૧, ૨૨ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સિક્યોરિટી લેડરશિપ સબમિટ – ૨૦૨૪, જે APDI (એસોસિયેશન ઓફ પ્રોફેશનલ ડિટેક્ટિવ એન્ડ ઇન્વેસ્તિગેટરસ – ઇન્ડિયા) ની ૧૯મી વાર્ષિક કોન્ફરન્સ જે PHD હાઉસ, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.

viratgujarat

હરિહૃદય યુવા મહોત્સવ: યુવાનોમાં આધ્યાત્મિકતા અને સેવાનો ભવ્ય ઉત્સવ

viratgujarat

Leave a Comment