કાર્યક્રમમાં સરકાર, કોર્પોરેટ, ઔદ્યોગિક સંસ્થાઓ અને શૈક્ષણિક જગતના પણ અનેક પ્રતિનિધિઓ શામેલ થયા હતા. આ કાર્યક્રમનો કેન્દ્રબિંદુ એ હતો કે કેવી રીતે ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન દેશના સામાજિક-આર્થિક વિકાસને પ્રેરણા આપી રહ્યા છે.
ડૉ. પ્રમોદ સાવંતજીએ વર્ચુઅલી સંબોધન આપતાં ગુજરાતના અનોખા વિકાસ મોડલની પ્રશંસા કરી અને દેશમાં તેમજ દેશની બહાર ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા ઇડીઆઈઆઈના યોગદાનની સરાહના કરી. માનનીય મુખ્યમંત્રીજી એ કહ્યું, “આજે ભારત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ વિશ્વના અગ્રણીય સ્ટાર્ટઅપ રાષ્ટ્રોમાંથી એક બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ઇડીઆઈઆઈનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના દ્રષ્ટિકોણ સાથે ગોવા એક મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનું નિર્માણ કરવા માંગે છે, જેથી ‘વિકસિત ગોવા’ના લક્ષ્યને સાકાર કરી શકાય.”
મુખ્યમંત્રીએ ઇડીઆઈઆઈ-ગોવા સેન્ટર દ્વારા ઉદ્યોગસાહસિકતાના પ્રોત્સાહન માટે કરવામાં આવતાં મહત્વપૂર્ણ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો (જેનું ઉદ્ઘાટન ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ થયું હતું). તેમણે જણાવ્યું કે આ કેન્દ્ર EDII દ્વારા તે પત્રના અનુસંધાનરૂપે સ્થાપિત કરવામાં આવ્યું હતું જે તેમને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને આવશ્યકતા જણાવતા લખેલો હતો.
શ્રી દિનેશ સિંહ રાવતે કહ્યું, “ઇડીઆઈઆઈએ ઉદ્યોગસાહસિકતાનો ઉપયોગ કરીને તમામ વર્ગના લોકોના ઉત્થાન અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
આ પ્રસંગે ડૉ. પીરુઝ ખંબાટાએ કહ્યું, “ઉદ્યોગસાહસિકતાએ લાંબો માર્ગ પસાર કર્યો છે; તેને સામાજિક-આર્થિક વિકાસના શક્તિશાળી સાધન તરીકે જોવામાં આવે છે. ‘વિકસિત ભારત’ની કલ્પના ઉદ્યોગસાહસિકતા, કુશળતા વિકાસ, ટેકનોલોજી, નવીનતા અને વિસ્તૃત બજારોના સ્તંભો પર આધારિત છે. ઇડીઆઈઆઈએ દાયકાઓ પહેલાં જ આ દ્રષ્ટિકોણને અપનાવવા બદલ હું દિલથી અભિનંદન પાઠવું છું. ઉદ્યોગસાહસિકતા અને કુશળતા વિકાસ હંમેશા આવશ્યક રહેશે, કારણ કે તે દેશના સતત વિકાસનો માર્ગ ખોલે છે. હું ઇડીઆઈઆઈને અભિનંદન આપું છું કે તેણે વિવિધ વર્ગો અને ક્ષેત્રોના લોકોમાં ઉદ્યોગસાહસિક બનવા માટે તાલીમ અને પ્રેરણા આપી.”
ઉદ્યોગસાહસિકતા અને ગોવામાં ઇડીઆઈઆઈ-ગોવા સેન્ટરના યોગદાન અંગે વાત કરતાં શ્રી સુનીલ અંચીપાકા, આઈએએસ, સચિવ (ઉદ્યોગ), ગોવાએ કહ્યું, “ગોવા તેના અનોખા સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને વ્યાપારિક સંયોજન સાથે ઝડપથી સૌથી વધુ પ્રગતિશીલ રાજ્યોમાં સ્થાન મેળવી રહ્યું છે. ઇડીઆઈઆઈ-ગોવા સેન્ટર, EDC લિમિટેડ સાથે મળીને સમાજના દરેક વર્ગોમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપી રહ્યું છે, જે સંતુલિત અને સર્વગ્રાહી વિકાસ માટે જરૂરી છે. યુવાનો તેમના સર્જનાત્મક વિચાર સાથે આગળ આવી રહ્યા છે, જેમને કાળજીપૂર્વક ઇન્ક્યુબેટ કરી ઉદ્યોગોમાં ફેરવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગસાહસિકતા હવે ઝડપથી લોકપ્રિય કારકિર્દી વિકલ્પ બની રહી છે.”
ડૉ. સુનિલ શુક્લાએ તેમના સંબોધનમાં ઇડીઆઈઆઈની સ્થાપનાની રૂપરેખા આપી અને ઉદ્યોગસાહસિકતાની શક્યતાઓ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું, “ઇડીઆઈઆઈના ૪૩ વર્ષના ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહનના સફરમાં અમારી માટે સૌથી વધુ આનંદદાયક બાબત એ છે કે આજે લોકોની માનસિકતામાં ઘણો મોટો પરિવર્તન જોવા મળે છે — હવે આ વ્યાપક રીતે સ્વીકાર કરવામાં આવ્યું છે કે ઉદ્યોગસાહસિકો ફક્ત જન્મસિદ્ધ નથી હોતાં, પરંતુ યોગ્ય તાલીમ અને માર્ગદર્શન દ્વારા તેમને વિકસાવી પણ શકાય છે. ઇડીઆઈઆઈ હંમેશા ઉદ્યોગસાહસિકતાના આધારે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપતું રહ્યું છે, અને એ દ્રષ્ટિકોણ આજે સાકાર થતો જોવા મળવો ખુબ જ સંતોષદાયક છે. આજે ઉદ્યોગસાહસિકતાને વિકાસના અદભૂત સાધન તરીકે માનવામાં આવે છે અને એ અમારું ગૌરવ છે. સરકાર અને કોર્પોરેટ જગતના સહયોગ માટે અમે સરાહના વ્યક્ત કરીએ છીએ.”