- નેકસ્ટ સ્ટોપ: પુણે, દિલ્હી, ચેન્નાઈ, કોઈમ્બતુર, મુંબઈ, જયપુર, સુરત અને રાજકોટ
- ફ્લિપકાર્ટ અને in પરએક્સક્લુઝિવ અર્લી બર્ડ ઓફરની સાથે બુકિંગનો પ્રારંભ
ભારત ૨૪ એપ્રિલ ૨૦૨૫: બેંગલુરુમાં ઇલેક્ટ્રિક શરૂઆત કર્યા બાદ MATTER વિશ્વની પ્રથમ નિર્મિત હાઇપરશિફ્ટ ગિયર ઇલેક્ટ્રિક મોટરબાઈક AERAને ભારતના મુખ્ય શહેરોમાં લાવવા માટે તૈયાર છે. આગામી 45 દિવસોમાં AERA પુણે, દિલ્હી, ચેન્નાઈ, કોઈમ્બતુર, મુંબઈ, જયપુર, સુરત અને રાજકોટમાં લોન્ચ થશે, કારણ કે MATTER તેના રાષ્ટ્રવ્યાપી વિસ્તરણને આગળ વધારી રહ્યું છે.
AERA એ પોતાની શાનદાર ડિઝાઇન, ગેમ ચેન્જિંગ ટેકનોલોજી અને અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક ઇનોવેશનની સાથે ગિયર્સ બદલવાના રોમાંચથી અલગ રાઇડિંગ એક્સપિરિયન્સની સાથે આશાઓને એક નવું રૂપ આપ્યુ છે. હવે આ ક્રાંતિ નવા શહેરોમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.
પ્રી બુકિંગ હવેwww.matter.inઅને Flipkart પર ચાલું થઇ ગયું છે, જેમાં પહેલા આવનારાઓ માટે વિશિષ્ટ પ્રારંભિક ઓફરો છે. પોતાના શહેરમાં AERAને ખરીદીને પ્રથમ માલિક બનો અને આજે ફ્યૂચર રાઇડ કરો.
આગામી લોન્ચ થનાર શહેરોના નામ :
- પુણે
- દિલ્હી
- ચેન્નાઈ
- કોઈમ્બતુર
- મુંબઈ
- જયપુર
- સુરત
- રાજકોટ
પ્રત્યેક શહેરમાં લોન્ચ દરમિયાન આ સુવિધાઓ ઉપલબ્ઘ હશે:
- AERA ની વિશેષતાઓને નજીકથી જાણવા માટે એક્સપિરિયન્સ હબ
- રિઅલ ટાઇમ ટેસ્ટ રાઇડ્સ
- સ્પેશિયલ અર્લી બર્ડ પ્રાઇસિંગ અને બંડલ બેનિફિક્ટસ
- ઑનલાઇન પ્રી-બુકિંગ માટે પ્રાયોરિટી ડિલિવરી
MATTER ના સ્થાપક અને સીઇઓમોહલ લાલભાઈએ કહ્યું કે “બેંગલુરુનો પ્રતિભાવ અભૂતપૂર્વ રહ્યો. શહેરમાં લોન્ચિંગની આ આગામી લહેર સાથે અમે AERAનેસમગ્ર ભારતમાં રાઇડર્સ માટે સુલભ બનાવી રહ્યા છે, જે એક એવું ઉત્પાદન પહોંચાડી રહ્યું છે જે ફક્ત હાઇટેક જ નહીં પરંતુ ભારતીય રસ્તાઓ અને આકાંક્ષાઓ સાથે ખૂબ જ સુસંગત છે. બુકિંગ ચાલું છે, રાઇડિંગનું ફ્યૂચર એક ક્લિક દૂર છે.”
******