Virat Gujarat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગાંધીધામ, ગુજરાતમાં ‘પ્રો એડવાન્ટેજ’ ઇવેન્ટ દરમિયાન વીઇસીવીએ તેના નવા હોલેજ અને ટિપર ટ્રકોનું પ્રદર્શન કર્યું

  • જુદી જુદી ટન ક્ષમતાવાળા નવા હોલેજ અને ટિપર મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા.
  • વધુ સારી કામગીરી અને નફાકારકતા માટે અદ્યતન ડ્રાઇવલાઇન ટેકનોલોજી પણ રજૂ કરવામાં આવી

ગાંધીધામ ૨૯ એપ્રિલ ૨૦૨૫: વીઇ કોમર્શિયલ વ્હીકલ્સ (વીઇસીવી)ના બ્રાન્ડ આયશર ટ્રક્સ એન્ડ બસે ગાંધીધામમાં બે દિવસીય ‘પ્રો એડવાન્ટેજ’ એક્સ્પોનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ૨૨૪થી વધારે ગ્રાહકો, ૮૦થી વધુ ફાઇનાન્સર, ડીએસએ, બોડીબિલ્ડર, વેન્ડર, સર્વેયર અને આયશર શ્યોર પાર્ટનર્સએ હાજરી આપી હતી. ગાંધીધામ કંડલા અને મુંદ્રા બંદરોની પાસે હોવાને કારણે ભારતનું એક મહત્વપૂર્ણનું ટ્રાન્સપોર્ટ હબ છે.

આયશરે તેના હેવી-ડ્યુટી ટ્રકોની નવી રેન્જ રજૂ કરી છે જે રિજિડ અને આર્ટિક્યુલેટેડ બંને સેગમેન્ટની જરૂરિયાતોને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવી છે. મોડેલોમાં શામેલ હતા: પ્રો 6055/1XP, પ્રો 6040, પ્રો 66048XP, પ્રો 6028T, પ્રો 6035HRT અને પ્રો 6028TM. આ ટ્રકો વિવિધ હેતુઓ માટે યોગ્ય બોડી, કેબિન અને લોડિંગ વિકલ્પો સાથે આવે છે.

ગાંધીધામ અને આસપાસના ઉદ્યોગો જેવા કેમિકલ, લાકડું, કોલસો, સ્ટીલ અને કન્સ્ટ્રક્શનને લીધે અહીં અલગ-અલગ પ્રકારના કોમર્શિયલ વાહનોની માંગ છે.આઇશરના આ ટ્રક આ બધી જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ છે. તે ભરોસાપાત્ર છે, ઇંધણની બચત કરે છે અને વધારે ભાર ઊંચકી શકે છે, જેનાથી ડ્રાઇવરને વધુ આરામ મળે છે.

વીઈસીવીના ઇવીપી (એચડી ટ્રક્સ), ગગનદીપ સિંહ ગંધોકે જણાવ્યું હતું કે, “પ્રો એડવાન્ટેજ ઇવેન્ટમાં અમારી હાજરી એ વાતનો પુરાવો છે કે અમે ભવિષ્ય માટે તૈયાર ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ આપી રહ્યા છીએ, જે પરફોર્મન્સ અને ટેક્નોલોજીનું સંપૂર્ણ મિશ્રણ છે. અમારી હેવી-ડ્યુટી રેન્જ ભારતના લોજિસ્ટિક્સ સેક્ટરની બદલાતી જરૂરિયાતો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે ઓછા ઇંધણ ખર્ચ, ઓછી ઓનરશિપ કોસ્ટ અને વધુ વિશ્વસનીય વાહનો પ્રદાન કરે છે. ગાંધીધામ જેવા વિસ્તારમાં જ્યાં ટ્રાન્સપોર્ટ મોટી ભૂમિકા ભજવે છે, અમે ટ્રાન્સપોર્ટર્સને સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ ઓફર કરીને તેમના બિઝનેસને વધારવામાં મદદ કરી રહ્યા છીએ.”

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અહીંના ટ્રાન્સપોર્ટર્સ સાથે સીધો સંપર્ક સાધવાનો અને આઇશરના નવા ટ્રક, મોબિલિટી સોલ્યુશન્સ અને વેલ્યુ-એડેડ સર્વિસિસ વિશે માહિતી પૂરી પાડવાનો હતો.

તમામ આયશર વાહનો ‘અપટાઇમ સેન્ટર’ સાથે જોડાયેલા છે જે AI ની મદદથી રિમોટ ડાયગ્નોસ્ટિક્સ અને સમસ્યાનું નિરાકરણ પૂરું પાડે છે. આ સાથે, ‘માય આયશર’ ફ્લીટ એપ સાથે જોડાઈને ટ્રક રીઅલ-ટાઇમ પરફોર્મન્સની માહિતી આપે છે.

આઇશરનું સર્વિસ નેટવર્ક ઘણું મોટું છે, જેમાં 1080થી વધુ ટચપોઇન્ટ્સ, 500થી વધુ સર્વિસ સેન્ટર્સ, 7000થી વધુ રિટેલ પોઇન્ટ્સ અને 350થી વધુ સ્થળો પર ‘આઇશર સાઇટ સપોર્ટ’ની સુવિધા ઉપલબ્ધ છે, જે ગ્રાહકને જ્યાં પણ હોવ ત્યાં મુશ્કેલીમુક્ત ગ્રાહક સપોર્ટ સુનિશ્ચિત કરે છે.

Related posts

વિશ્વની સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

viratgujarat

એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીએ સુપરબૉય્સ ઓફ માલેગાંવ માટે થિયેટ્રિકલ ટ્રેલર પ્રસ્તુત કર્યું, ફિલ્મ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે

viratgujarat

૪૩૨ શ્રદ્ધાળુઓએ જૈન કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત પવિત્ર તીર્થયાત્રા પૂર્ણ કરી

viratgujarat

Leave a Comment