Virat Gujarat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Lexus India દ્વારા LM 350hનું બુકિંગ ફરી શરૂ

બેંગલુરુ ૦૭ મે ૨૦૨૫: Lexus India એ જાહેરાત કરી છે કે Lexus LM 350h માટેના બુકિંગ આજથી ફરી શરૂ થઈ ગયા છે.નોંધનીય છે કે, Lexus LM 350h એ તેના લોન્ચ પછીથી જ, તેના મલ્ટિ-પાથવે અપ્રોચના કારણે દેશભરના લક્ઝરી કારનાચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. અદ્ભૂત રીતે ડિઝાઇન કરાયેલી આ કાર, અલ્ટ્રા-લક્ઝરી વાહન સેગમેન્ટને નવી વ્યાખ્યા આપે છે.

આ ફ્લેગશિપ મોડલ LM 350h માટે ભારતીય બજારમાં પહેલેથી જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે સાબિત થાય છે કે દેશમાં અલ્ટ્રા-લક્ઝરી મુસાફરીની માંગ સતત વધી રહી છે. આ કાર અસાધારણ ઑનરશિપ અનુભવ આપે છે અને તેના સેગમેન્ટમાં નવોબેન્ચમાર્ક સ્થાપે છે. મુસાફરોને શાંત અને ઉત્પાદનક્ષમ વાતાવરણ આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલી આ કારમાં અદ્યતન હાઈબ્રિડ ટેક્નોલોજી છે, જે શાંત અને સુંદર સવારી, ચોકસાઈભર્યું હેન્ડલિંગ અને કમ્ફર્ટ રિઅર સીટની ખાતરી આપે છે. ફોર સીટર અને સેવન સીટર, બંને કન્ફિગરેશનમાં ઉપલબ્ધ, આ વાહન આરામ અને શૅફર ડ્રિવન અનુભવ આપે છે.

આ જાહેરાતને લઈને પ્રતિસાદ આપતાં Lexus Indiaના પ્રેસિડન્ટ હિકારુ ઇકેઉચીએ કહ્યું: “અમારા મહેમાનો દ્વારા બતાવાયેલી ધીરજ, સહયોગ અને ઉત્સાહ બદલ અમે આભારી છીએ. Lexus Indiaમાં અમે અમારા મહેમાનોની આશાઓથી પ્રેરિત છીએ કે જેઓપરંપરાગત કરતાં તદ્દન જુદા એવા કારના અનુભવની શોધમાં હોય છે.LM 350h માટેનું બુકિંગ ફરી શરૂ કરવું એ માત્ર માંગનો જવાબ નથી, પણ એ અમારી પ્રતિબદ્ધતા છે કે અમે અપ્રતિમ લક્ઝરી, નવીનતા અને શ્રેષ્ઠતા પહોંચાડીએ. અમારાં મહેમાનોને, આ મહાન LC 350hનો અનન્ય અનુભવ કરાવવા માટે,અમે ફરીથી આવકારીએ છીએ.’

Lexus એ જાપાની ફિલોસોફી ‘ઓમોટેનાશી’ ને પોતાની કાર્યશૈલીમાં આત્મસાત કરી છે, જેમાંએક ઊંડા રિસ્પેક્ટ અને મહેમાનસેવા (ગેસ્ટ કેર)ની વાત કરે છે. આ પ્રતિબદ્ધતાને આગળ વધારતા Lexus India એ તમામ નવા મોડલ્સ માટે 8 વર્ષ / 160,000 કિમીની વ્હીકલ વોરંટી* રજૂ કરી છે. આ પહેલ ભારતીય લક્ઝરી કાર ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ છે અને મહેમાનોને આર્થિક રીતે લાભ આપીને,Lexusની ગુણવત્તા અને સેવા માટેની પ્રતિબદ્ધતા બતાવે છે.તદુપરાંત, Lexus Indiaએ ખાસ તૈયાર કરેલી અને ફ્લેક્શનિબલLexus Luxury Careસર્વિસ પેકેજ રજૂ કર્યું છે, જેમાં કમ્ફર્ટ, રિલેક્સ અને પ્રીમીયરવિકલ્પો ઉપલબ્ધ છે — 3 વર્ષ / 60,000 કિમી, 5 વર્ષ / 100,000 કિમી અથવા 8 વર્ષ / 160,000 કિમી માટે. આ પેકેજ મહેમાનોને વિવિધ લાભ આપે છે અને નિયમિત સર્વિસ અને સામાન્ય રિપેરિંગમાં સહુલિયત અને બચત સુનિશ્ચિત કરે છે.

LM 350h વિશે વધુ માહિતી માટે મુલાકાત લો: www.lexusindia.co.in

*શરતો લાગૂ. વધુ વિગતો માટે તમારા નજીકના Lexus ડિલરનો સંપર્ક કરો અથવા નવી કાર સાથે આપવામાં આવેલા વોરંટી મેન્યુઅલ જુઓ.

 

Related posts

સમરાગા FUZE સાથે નવો સૂર જગાડે છે, પાપોનના કોન્સર્ટની જાહેરાત કરી

viratgujarat

હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને કોન્ફિડન્સથી યુવાનોએ ફેશન રેમ્પવૉક કર્યું

viratgujarat

ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બનશે: ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, કાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે; 13 કે 14 ઓક્ટોબરે શપથગ્રહણ સમારોહની શક્યતા

admin

Leave a Comment