Virat Gujarat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતીય રસ્તા પર 1 લાખમી અર્બન ક્રૂઝર હાઇરાઇડરની ઉજવણી કરી

બેંગ્લોર 26 નવેમ્બર 2024: ટોયોટા કિર્લોસ્કર મોટરે (TKM) આજે જાહેરાત કરી છે કે અર્બન ક્રૂઝર હાઇરાઇડરે ભારતમાં 1,00,000-યુનિટ વેચાણના નોંધપાત્ર માઇલસ્ટોનને વટાવી દીધો છે. આ સિદ્ધિ B-SUVની મજબૂત બજાર સ્વીકૃતિ અને ભારતીય ગ્રાહકો દ્વારા હાઇબ્રિડ ટેક્નોલોજીની વધતી જતી સ્વીકૃતિને રેખાંકિત કરે છે.
જુલાઇ 2022માં લોન્ચ કરવામાં આવેલ અર્બન ક્રૂઝર હાઈરાઈડર ટોયોટાની વર્લ્ડ ક્લાસ હાઇબ્રિડ ટેક્નોલોજીને ડાયનેમિક ડિઝાઇન, પ્રીમિયમ કમ્ફર્ટ અને અસાધારણ પ્રદર્શનની સાથે સહજતાથી જોડે છે. તે ત્રણ પાવરટ્રેન્સમાં ઉપલબ્ધ છે- સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક [SHEV], નિયો ડ્રાઇવ અને CNG પાવરટ્રેન્સ.

અર્બન ક્રૂઝર હાઇરાઇડરના કેન્દ્રમાં તેનું THS (ટોયોટા હાઇબ્રિડ સિસ્ટમ) અને ઇ-ડ્રાઇવ ટ્રાન્સમિશન સાથેનું 1.5-લિટર એન્જિન છે, જે 85 kW નું સંયુક્ત પાવર આઉટપુટ આપે છે. હાઇરાઇડર ની હાઇબ્રિડ સિસ્ટમ એક્સટર્નલ ચાર્જિંગની જરૂરિયાતને દૂર કરે છે, જેથી કરીને ગ્રાહકોને દરેક સમયે સુવિધા મળે છે. તેની અદ્યતન હાઇબ્રિડ સિસ્ટમ એક સહજ અને સાયલન્ટ ડ્રાઇવ ઓફર કરે છે, જે ઇન્સ્ટન્ટ પાવર ડિલિવરી દ્વારા પૂરક છે. આ તેના પ્રતિભાવપૂર્ણ પ્રદર્શન અને શાંત સંચાલનની સાથે મળીને પર્યાવરણના પ્રત્યે જાગૃત છતાં ડાઇનેમિક ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે. વધુમાં વર્સેટિલિટી અને પાવર મેળવવા માંગતા ગ્રાહકોએ પણ નિયો ડ્રાઇવ પાવરટ્રેન સ્વીકારી છે, જે એક વૈકલ્પિક ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ સાથે આવે છે – જે શહેરી મુસાફરી અને પડકારરૂપ પ્રદેશો બંને માટે શ્રેષ્ઠ ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે.

અર્બન ક્રૂઝર હાઇરાઇડર શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે અદ્યતન સગવડતા અને શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા સાથે પરફોર્મન્સ સુવિધાઓને સહજતાથી જોડે છે. ટકાઉ ગતિશીલતા માટે TKMની પ્રતિબદ્ધતાને દર્શાવતા SUV શ્રેણીમાં અગ્રણી માઇલેજ ઓફર કરે છે: સેલ્ફ ચાર્જિંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ વેરિઅન્ટમાં 27.97 કિલોમીટર/લીટર* સુધી, NeoDrive (MT)માં 21.12 કિલોમીટર/લીટર* અને CNG મોડમાં 26.6 કિલોમીટર/કિલોગ્રામ* સુધી.

આ માઈલસ્ટોન પર ટિપ્પણી કરતાં ટોયોટા કિર્લોસ્કર મોટરના સેલ્સ-સર્વિસ-યુઝ્ડ કાર બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સબરી મનોહરે જણાવ્યું હતું કે, “અર્બન ક્રુઝર હાઈરાઈડરનો સકારાત્મક પ્રતિસાદ ભારતીયોની બદલાતી પ્રાથમિકતાઓના અનુરૂપ નવીન ગતિશીલતાનું સમાધાન પૂરું પાડવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ ઉપલબ્ધિ માત્ર એક સંખ્યા નથી, આ SUV ટેક્નોલોજીમાં એક નવા યુગની શરૂઆતનો સંકેત આપે છે જે ટકાઉપણું, પ્રદર્શન અને ગ્રાહક સંતોષને પ્રાથમિકતા આપે છે. અર્બન ક્રુઝર હાઇરાઇડર ટોયોટાના નવીનતા અને પર્યાવરણીય ચેતનાના માધ્યમથી પરિવર્તન લાવવાના ટોયોટાના વારસાને જાળવી રાખવાનું ચાલુ રાખે છે અને અમારા ગ્રાહકોએ અમારામાં મૂકેલા વિશ્વાસ માટે અમે ખૂબ જ આભારી છીએ. અમે અમારા ગ્રાહકોનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે આ માઈલસ્ટોન પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.”

અર્બન ક્રૂઝર હાઇરાઇડરની સફળતા અને બજારમાં સ્વીકૃતિને ટોયોટાના ગ્રાહકો માટે અપવાદરૂપ અને ઉદ્યોગ-અગ્રણી સર્વિસીસ લાભોથી વધુ બળ મળે છે. TKM “T CARE”ની અંતર્ગત સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે જે ગ્રાહકના આનંદને સમૃદ્ધ બનાવવા અને લાંબા ગાળાના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કંપનીના સમર્પણને દર્શાવે છે. પ્રીસેલ થી લઈને વેચાણ પછી અને પુનઃખરીદી સુધીની દરેક વસ્તુને આવરી લેતા T CARE આ ઓફરોને એક એકીકૃત બ્રાન્ડ હેઠળ એકીકૃત કરે છે જેમાં ટી ડિલિવર, ટી ગ્લોસ, ટી આસિસ્ટ, ટી સાથ, ટી સિક્યોર, ટી ચોઈસ, ટી ઈન્સ્પેકટ, ટી સ્માઈલ જેવી ઘણી બધી ઓફરોની વિશાળ રેન્જનો સમાવેશ થાય છે.

તાજેતરમાં ટોયોટા કિર્લોસ્કર મોટરે પણ ઈનોવા હાઈક્રોસના 1,00,000 યુનિટના વેચાણના નોંધપાત્ર માઈલસ્ટોનની ઉજવણી કરી, જે ભારતીય ગ્રાહકો દ્વારા બ્રાન્ડમાં મૂકેલા અપાર વિશ્વાસને દર્શાવે છે. TKM હાઈરાઈડરના આ નવા સીમાચિહ્નની ઉજવણી કરે છે, કંપની ગતિશીલ ભારતીય ગ્રાહકોની આકાંક્ષાઓને અનુરૂપ નવીન અને વિશ્વસનીય ઉત્પાદનો સાથે ભારતમાં ટકાઉ ગતિશીલતાને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

* ARAI એ હાઇરાઇડરની માઇલેજમંજૂરકરી.

TKMનો ઓવરવ્યુ

ઇક્વિટીભાગીદારી ટોયોટામોટરકોર્પોરેશન (જાપાન): 89%, કિર્લોસ્કરસિસ્ટમ્સલિમિટેડ (ભારત): 11%

 

કર્મચારીઓનીસંખ્યા  6,500 થીવધુ

 

જમીનવિસ્તાર આશરે 432 એકર (અંદાજે 1,700,000 m2)

 

બિલ્ડિંગ વિસ્તાર 74,000 m2
કુલસ્થાપિતઉત્પાદનક્ષમતા 3,42,000 એકમો સુધી

 

TKMના પહેલા પ્લાન્ટનો ઓવરવ્યુ:

સ્થાપના ઑક્ટોબર 1997(ઉત્પાદનનીશરૂઆત: ડિસેમ્બર 1999)

 

સ્થાન બિદાદી
ઉત્પાદનો ઇનોવાહાઇક્રોસ, ઇનોવાક્રિસ્ટા, ફોર્ચ્યુનર, લિજેન્ડરભારતમાંઉત્પાદિત
સ્થાપિતઉત્પાદનક્ષમતા  1,32,000 એકમોસુધી

 

 

TKMના બીજા પ્લાન્ટનો ઓવરવ્યુ:

ઉત્પાદનની શરૂઆત ડિસેમ્બર 2010
સ્થાન ટોયોટાકિર્લોસ્કરમોટરપ્રાઇવેટલિમિટેડ, બિદાદીનીસાઇટપર
ઉત્પાદનો કેમરી હાઇબ્રિડ, અર્બન ક્રૂઝર હાઇરાઇડર, હિલક્સ
સ્થાપિતઉત્પાદનક્ષમતા 2,10,000 એકમોસુધી

 

Related posts

ઓડીએ પુણેમાં ડિલિવરી બોયને કચડી નાખ્યો, મોત: કાર સવાર ભાગી ગયો; CCTV દ્વારા આરોપીની ઓળખ થયા બાદ અરેસ્ટ કરાયો

admin

EventBazaar.com ભારતનું પહેલું વ્યાપક ઈવેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ

viratgujarat

કોકા-કોલાએ જુબિલન્ટ ભારતીયા ગ્રુપ દ્વારા વ્યૂહાત્મક રોકાણની ઘોષણા કરી

viratgujarat

Leave a Comment