Virat Gujarat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફ્રેશ હવે ભારતના નાના નગરોમાં ગુણવત્તાયુક્ત કરિયાણું પહોંચાડશે, 170+ શહેરોમાં સેવા પૂરી પાડશે

  • Amazon.inપર સૌથી ઝડપથી વિકસી રહેલી કેટેગરીઓમાંથી એક, વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024ના બીજા છમાસિક ગાળામાં 50%નો વધારો
  • એમેઝોન ફ્રેશ સેલર્સ 11,000થી વધુ ખેડૂતો પાસેથી ફળો અને શાકભાજી મેળવે છે.
  • ગ્રાહકો હવે નવા શહેરો/નગરોમાં શ્રેષ્ઠ ગુણવત્તાના ફળો અને શાકભાજી ખરીદી શકશે, મોટી બચત કરી શકશે અને પોતાની અનુકૂળતા મુજબના સ્લોટમાં ડીલિવરી મેળવી શકશે

બેંગ્લુરુ ૨૬ માર્ચ ૨૦૨૫: એમેઝોન ઇન્ડિયાએ દેશના 170થી વધારે શહેરો/નગરોમાં તેની ફૂલ-બાસ્કેટ ગ્રોસરી સર્વિસ એમેઝોન ફ્રેશનું નોંધપાત્ર વિસ્તરણ કરવાની જાહેરાત કરી છે. તેનું આ પગલું વર્ષ 2023ના બીજા છમાસિકગાળાની સરખામણીએ વર્ષ 2024ના બીજા છમાસિકગાળામાં એમેઝોન ફ્રેશના સાલ-દર-સાલ 50%ના આકર્ષક વધારાની સાથે સુસંગત છે, જેણે Amazon.inપર સૌથી ઝડપથી વિકસી રહેલી કેટેગરીઓમાંથી એક તરીકેની તેની સ્થિતિને વધારે મજબૂત બનાવી છે. એમેઝોન ફ્રેશ ફળો, શાકભાજી, દૂધ અને બ્રેડ સહિતના ડેરી ઉત્પાદનો, ફ્રોઝન ઉત્પાદનો, સૌંદર્યપ્રસાધનની ચીજો, બેબી કૅરની આવશ્યક ચીજો, પર્સનલ કૅરના ઉત્પાદનો અને પાલતુ પ્રાણીઓના પુરવઠા સહિત વેટ અને ડ્રાય ગ્રોસરીની વ્યાપક રેન્જ પૂરી પાડે છે. આ સેવાનો ઉદ્દેશ્ય મોટી બચત, વ્યાપક વિકલ્પો અને તમારી અનુકૂળતા મુજબના સ્લોટ દરમિયાન ઘરઆંગણે ડીલિવરીની સુગમતાની સાથે ખરીદીનો ખામીરહિત અનુભવ પૂરો પાડવાનો છે. 

તાજગી અને ગુણવત્તાની ખાતરી કરવા માટે એમેઝોન ફ્રેશના વિક્રેતાઓ 11,000થી વધારે ખેડૂતો પાસેથી ફળો અને શાકભાજી ખરીદે છે. ગ્રાહકોના ઘરઆંગણે પહોંચાડતા પહેલાં તમામ ઉત્પાદનોને ‘4 સ્ટેપની ગુણવત્તા ચકાસણી’માંથી પસાર કરવામાં આવે છે. ગુણવત્તા પ્રત્યેની આ કટિબદ્ધતાએ એમેઝોન ફ્રેશ માટે ગ્રાહકોની વધતી જઈ રહેલી પસંદગીમાંયોગદાન આપ્યું છે, જે બચત, વ્યાપક પસંદગી અને વિશ્વસનીય ડીલિવર જેવી વિશેષતાઓથી પ્રેરિત છે.

એમેઝોન ફ્રેશ ઇન્ડિયાના ડિરેક્ટર શ્રીકાંત શ્રીરામે જણાવ્યું હતું કે, ‘170+ શહેર/નગરમાં અમારું વિસ્તરણએમેઝોન ફ્રેશને ભારતના ટિયર-2, ટિયર-3 શહેરો/નગરો અને તેનાથી પણ આગળ તેની પહોંચને વિસ્તારમાં મદદરૂપ થશે, જેના પરિણામે ગ્રાહકો તેમની અનુકૂળતાએ ઘરે પહોંચી જતાં ઉચ્ચ-ગુણવત્તાના કરિયાણાને પરવડે તેવી કિંમતોએ ખરીદી શકશે. વર્ષ 2023ની સરખામણી વર્ષ 2024ના બીજા છમાસિક ગાળામાં 50%ની વૃદ્ધિની સાથે ગ્રાહકોએ બચત, વ્યાપક પસંદગી અને વિશ્વસનીય સ્લોટમાં ડીલિવરી જેવા ખાસિયતો માટે એમેઝોન ફ્રેશને બિરદાવ્યું છે. અમારું લક્ષ્ય ભારતમાં કરિયાણાનીઓનલાઇનખરીદીમાં ક્રાંતિ લાવવાનો અને ગ્રાહકો માટે દરેક ખરીદીને એક ખામીરહિત અને ખૂબ જ લાભદાયક અનુભવ બનાવવાનો છે.’

ગોરખપુર, ચિત્તૂર, અંબાલા, વિજયવાડા અને તેના જેવા બીજા ઘણાં બધાં નગરોમાં એમેઝોન ફ્રેશના વિસ્તરણનો અર્થ એ થાય છે કે, હવે વધુને વધુ ગ્રાહકો મોટી બચત કરી શકશે તથા તેમના અઠવાડિક અને માસિક ગ્રોસરી બાસ્કેટને ઊભું કરવાની સાથે-સાથે એમેઝોન ફ્રેશના વિક્રેતાઓ અને બેંક પાર્ટનરો પાસેથી આકર્ષક ડીલ્સ મેળવી શકશે. આ વિસ્તરણને કારણે સમગ્ર ભારતના ગ્રાહકોનો કરિયાણાની ઓનલાઇન ખરીદીનો અનુભવ સુધરશે.

Related posts

નેસ્લે ઇન્ડિયાએ મંચ ચોકો ફિલ્સના લોન્ચ સાથે બ્રેકફાસ્ટ સિરીઅલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

viratgujarat

13 જાન્યુઆરીથી શરૂ થતાં એમેઝોનના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ 2025માં ખરીદી કરીને મોટી બચત કરો

viratgujarat

નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમ માં ‘તેજપુંજ’ અને ‘અટલ અંજલિ’ બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે થયેલું લોકાર્પણ

viratgujarat

Leave a Comment