Virat Gujarat
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 ની હરાજીમાં ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ પેડલર ફેન સિકી માટે મોટી બોલી લગાવી, દબંગ દિલ્હી એ દિયા ચિતાલેને ટોચની ભારતીય ખેલાડી બનાવી

  • 2 વખતના ઈન્ડિયઓઈલ યુટીટી ચેમ્પિયન હરમિત દેસાઈ ને ગોવા ચેલેન્જર્સે ફરી સાથે જોડ્યો; જ્ઞાનસેકરન રેકોર્ડ છઠ્ઠીવાર દિલ્હીમાં સામેલ
મુંબઈ ૧૫ એપ્રિલ ૨૦૨૫: ઈન્ડિયઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની હરાજીનું મંગળવારે આયોજન થયું. જેમાં સિઝન 3ની ચેમ્પિયન ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ પેડલર ફેન સિકીને સૌથી મોટી બોલી મેળવનાર ખેલાડી બનાવ્યો. ટીમે છઠ્ઠી સિઝન માટે તેને 19.7 લાખ રૂપિયાના ટોકન્સમાં સામેલ કર્યો. પ્રથમવાર હરાજીમાં ઉતરતા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા ટીમો વચ્ચે રસાકસીનો માહોલ હતો, આ દરમિયાન ભારતની ટોપ રેન્કડ રાષ્ટ્રીય ખેલાડી દિયા ચિતાલેને દબંગ દિલ્હીએ આરટીએમ કાર્ડ થકી 14.1 લાખ ટોકન્સ સાથે સૌથી મોટી બોલી મેળવનાર ભારતીય તરીકે ટીમમાં સામેલ કરી. જોકે, આ માટે દિલ્હીએ હરીફ ટીમો સાથે મોટી બોલી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.
ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સે 2 વખતની વિજેતા ટીમના કેપ્ટન હરમીત દેસાઈને આરટીએમ થકી 14 લાખના ટોકન સાથે પોતાની સાથે જોડી હતી, જે તેની બેઝ પ્રાઈસ કરતા બમણી રકમ છે. સિઝન 2ના વિજેતા દબંગ દિલ્હી ટીટીસીએ સાથિયાન જ્ઞાનસેકરનને 10 લાખના ટોકન્સ સાથે પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળતા મેળવી, આ સાથે જ સાથિયાન તમામ 6 સિઝનમાં એક જ ટીમ વતી રમનાર એકમાત્ર ખેલાડી બનશે.
શ્રીજા અકુલા આરટીએમ થકી 11 લાખ ટોકન્સની કિંમતે જયપુર પેટ્રિઓટ્સ સાથે જોડાઈ. જ્યારે અમદાવાદ એસજી પાઈપર્સે 12 લાખના ટોકન્સ સાથે મણિકા બત્રાને પોતાની સાથે જોડીય યુવા અંકુર ભટ્ટાચાર્ય અને પાયસ જૈનને કોલકાતા થંડરબોલ્ટ્સ અને ચેન્નાઈ લાયન્સે અનુક્રમે 11.4 અને 11.6 લાખના ટોકન્સમાં સાથે જોડી. આ સાથે તમામ 8 ટીમોએ આગામી સિઝન માટે યોજના અનુસાર ટીમો તૈયાર કરી છે.
નીરજ બજાજ અને વિટા દાણી દ્વારા પ્રમોટ કરાતી ફ્રેન્ચાઈઝ્ડ બેઝડ લીગ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ રમાય છે, જેની આગામી સિઝન 29 મેથી 15 જૂન વચ્ચે અમદાવાદના એકા અરેના ખાતે રમાશે. વિટા દાણીએ આ અંગે કહ્યું કે,“આ હરાજીએ ફ્રેન્ચાઈઝીઓએ તેમની ટીમો બનાવવાની રીતમાં એક નવો સ્તર ઉમેર્યો છે. અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને યુવા ભારતીય પ્રતિભાને સમાન ધ્યાન આપવામાં આવ્યું તે જોઈ આનંદ થયો. આ સંતુલન દર્શાવે છે કે, ઈન્ડિયન ઓઇલ યુટીટીએ છેલ્લાં અમુક વર્ષોમાં ભારતીય ટેબલ ટેનિસની ઇકોસિસ્ટમ પર કેવી અસર કરી છે. સીઝન 6 કેવી રહેશે તે જોવા આતુર છીએ, આ સાથે તે સ્તરની સ્પર્ધાનું વચન આપે છે તેની માટે અમે ઉત્સાહિત છીએ.”
ગોવાએ હરમીત સાથે તેની મહત્ત્વપૂર્ણ પાર્ટનર (અને પત્ની) ખેલાડી ક્રિત્વિકા સિંહા રૉય, ઓલિમ્પિયન ટિયાગો એપોલોનિયા અને ઝેંગ જિયાન અને યુવા રોનિત ભાંજા અને સયાલી વાની સાથે જોડી બનાવી. સથિયાન અને દિયા ઉપરાંત, દિલ્હીએ યુવા ખેલાડી સુહાના સૈની અને ઓલિમ્પિયન ક્વેક ઇઝાક અને મારિયા ઝિયાઓને સામેલ કરી સંતુલિત ટીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ગોવા ચેલેન્જર્સના માલિક વિવેક ભાર્ગવે ટીમ વિશે કહ્યું કે,“અમે હરમીતને ગોવા ચેલેન્જર્સમાં ફરી સામેલ કરી શક્યા તેનો આનંદ છે, આ હરાજીમાં અમારી મુખ્ય પ્રાથમિકતા હતી. હરાજી સારી રીતે ચાલી અને અમે સંતુલિત ટીમ બનાવી છે. હવે ટાઇટલનો બચાવ કરી સતત ત્રણ ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બનવાનો વારો છે.”
દબંગ દિલ્હીના સીઈઓ પ્રશાંત મિશ્રાએ કહ્યું કે,“મને સાથિયાન પર સંપૂર્ણ ભરોસો છે, તે ટીમને જવાબદારી સાથે લીડ કરે છે અને ટીમમાં સામેલ થયેલ નવા ખેલાડીઓ તેની પાસેથી ઘણું શીખશે. તેઓ એકતાનો અનુભવ કરશે જે દબંદ દિલ્હીમાં જોવા મળે છે. જે આગળ વધવા જરૂરી છે. અમે એકસાથે મળી ટીમને વિજેતા ફ્રેન્ચાઈઝ બનાવીશું.”
નવી ટીમ કોલકાતા થંડરબ્લેડ્સ એ એન્ડ્રિયાના ડિયાઝને 19.3 લાખમાં ટીમમાં સામેલ કરી અને તેની સાથે અનુભવી નાઈઝિરિયન ખેલાડી કાદરી અરુણા ટીમનો ભાગ રહેશે, જેને 11 લાખના ટોકન્સ સાથે ટીમમાં સામેલ કરાયો છે. 19 વર્ષીય અંકુર પણ કોલકાતાના ઓલસ્ટાર અટેકનો ભાગ બન્યો. જ્યારે ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ સીકી સાથે પૂર્વ અંડર-17 વર્લ્ડ નંબર-1  પાયસ અને કઝાકિસ્તાનના કિરિલ ગેરાસ્સીમેન્કોને પોતાની સાથે જોડ્યા છે.
પીબીજી પુણે જગુઆર્સ એ સ્પેનિશ ખેલાડી અલવારો રોબલ્સને 18.1 લાખ ટોકન્સ સાથે ટીમમાં સામેલ કર્યો, જે ત્રીજો હાઈએસ્ટ બીડ ખેલાડી રહ્યો. પુણે એ નાસિકના ઉભરતી સ્ટાર તનિષા કોટેચા માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો.
પુણે જગુઆર્સના માલિક, પુનીત બાલાને કહ્યું કે,“અમારી પાસે જે ટીમ છે તેનાથી અમે સંતુષ્ટ છીએ. અમે અલ્વારોને પાછો ટીમમાં લાવી શક્યા તેનો આનંદ છે. તે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. RTM સાથે અમે તનીષાને સામેલ કરવા ઉપરાંત ટીમમાં દિના, રીથ, મુદિત અને અનિર્બનને જોડી ખુશ છીએ.”
યુ મુમ્બા ટીટીએ ટોચના સ્થાનિક ખેલાડીઓમાં રોકાણ કર્યું છે, યશસ્વિની ઘોરપડેને 8.6 લાખ ટોકનમાં ખરીદી અને પીબી અભિનંધને અનુભવી આંતરરાષ્ટ્રીય સ્ટાર બર્નાડેટ સ્ઝોક્સ અને લિલિયન બાર્ડેટ સાથે ટીમમાં સામેલ કર્યા છે.
અમદાવાદ એસજી પાઇપર્સે મણિકા બત્રાને ટીમમાં સામેલ કરી સ્ટાર પાવર ઉમેર્યો છે. આ સાથે  WTT સ્ટાર કન્ટેન્ડર ચેન્નાઈ 2025ની ક્વાર્ટર-ફાઇનલિસ્ટ સ્નેહિત સુરવજ્જુલાને મણિકાની સાથે જોડી છે.  ઘરઆંગણે અનુભવી વિદેશી પેડલર રિકાર્ડો વોલ્થર અને જ્યોર્જિયા પિકોલિનને પણ સામેલ કર્યા છે.
અમદાવાદ એસજી પાઈપર્સના માલિક રોહન ગુપ્તાએ કહ્યું કે,“અમે જે ખેલાડીઓ મેળવ્યા છે તેનાથી હું ખૂબ જ ખુશ છું, ખાસ કરીને ભારતીય ટેબલ ટેનિસનો ચહેરો ગણાતી મણિકા બત્રાને સામેલ કરવું મોટી સફળતા છે. આ એક સંતુલિત ટીમ છે જેમાં ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવાની ક્ષમતા અને વ્યૂહરચના છે. અમે ઘરઆંગણે ઇન્ડિયન ઓઇલ યુટીટી ટ્રોફી જીતીશું તેવો વિશ્વાસ છે.”
જયપુર પેટ્રિયોટ્સે RTM કાર્ડનો ઉપયોગ કરીને WTT કન્ટેન્ડર લાગોસ 2024 વિજેતા શ્રીજાને જાળવી રાખી, જ્યારે યુએસએની કનક ઝા અને નેધરલેન્ડ્સના બ્રિટ એરલેન્ડને તેમના વિદેશી ખેલાડીઓ તરીકે સામેલ કર્યા છે.  આ સાથે જીત ચંદ્રા, પ્રિથા વર્તિકર અને યશાંશ મલિક સાથે 6 સભ્યોની ટીમને પૂર્ણ કરી છે.
ઈન્ડિયનઓઈલ યુટીટી સિઝન 6ની ટીમોઃ
અમદાવાદ એસજી પાઇપર્સ: મણિકા બત્રા – 12 લાખ ટોકન્સ, રિકાર્ડો વોલ્થર – 11.6 લાખ ટોકન્સ, સ્નેહિત સુરવજ્જુલા – 9.9 લાખ ટોકન્સ, જ્યોર્જિયા પિકોલિન – 7 લાખ ટોકન્સ, દિવ્યાંશ શ્રીવાસ્તવ – 4 લાખ ટોકન્સ, યશિની શિવશંકર – 2 લાખ ટોકન્સ.
ચેન્નાઈ લાયન્સ: ફેન સિકી (ચીન) – 19.7 લાખ ટોકન્સ, કિરીલ ગેરાસિમેન્કો (કઝાકિસ્તાન) – 12.4 લાખ ટોકન્સ, પાયસ જૈન – 11.6 લાખ ટોકન્સ, સુધાંશુ ગ્રોવર – 2 લાખ ટોકન્સ, જેનિફર વર્ગીસ – 2 લાખ ટોકન્સ, નિખત બાનુ- 2 લાખ ટોકન્સ
દબંગ દિલ્હી TTC: દિયા ચિતાલે – 14.1 લાખ ટોકન્સ (RTM), મારિયા ઝિયાઓ (સ્પેન) – 12.6 લાખ ટોકન્સ, સાથિયાન જ્ઞાનસેકરન – 10 લાખ ટોકન્સ, ક્વેક ઇઝાક (સિંગાપોર) – 7 લાખ ટોકન, સુહાના સૈની – 2.3 લાખ ટોકન, સૌરવ સાહા – 2.1 લાખ ટોકન.
ગોવા ચેલેન્જર્સ ટીટીસી: ઝેંગ જિયાન (સિંગાપોર) – 17.2 લાખ ટોકન, હરમીત દેસાઈ – 14 લાખ ટોકન (આરટીએમ), ટિયાગો એપોલોનિયા (પોર્ટુગલ) – 7 લાખ ટોકન, રોનિત ભાંજા – 4 લાખ ટોકન, ક્રિત્વિકા સિંહા રૉય – 4 લાખ ટોકન, સયાલી વાની – 3.7 લાખ ટોકન.
જયપુર પેટ્રિઓટ્સ: બ્રિટ એરલેન્ડ (નેધરલેન્ડ) – 11.1 લાખ ટોકન, કનક ઝા (યુએસએ) – 11 લાખ ટોકન, શ્રીજા અકુલા – 11 લાખ ટોકન (આરટીએમ), જીત ચંદ્ર – 5.7 લાખ ટોકન, પ્રીથા વર્તિકર – 2.4 લાખ ટોકન, યશાંશ મલિક – 2 લાખ ટોકન.
કોલકાતા થંડરબ્લેડ્સ: એડ્રિયાના ડિયાઝ (પ્યુઅર્ટો રિકો) – 19.3 લાખ ટોકન્સ, અરુણા ક્વાદ્રી (નાઈજીરીયા) – 11 લાખ ટોકન્સ, અંકુર ભટ્ટાચારજી – 11.4 લાખ ટોકન્સ (RTM), સેલેના સેલ્વકુમાર– 3.9 લાખ ટોકન્સ, અનન્યા ચંદે – 2 લાખ ટોકન્સ, દીપિત પાટીલ– 2 લાખ ટોકન્સ.
યુ મુમ્બા TT: બર્નાડેટ સઝોક્સ (રોમાનિયા) – 15.3 લાખ ટોકન્સ, લિલિયન બાર્ડેટ (ફ્રાન્સ) – 11.1 લાખ ટોકન્સ, યશસ્વિની ઘોરપડે – 8.6 લાખ ટોકન્સ, સ્વસ્તિક ઘોષ – 7 લાખ ટોકન્સ, આકાશ પાલ – 4 લાખથી 1 લાખ ટોકન્સ, આકાશ પાલ – 4 લાખથી 1 લાખ ટોકન્સ ટોકન્સ.
PBG પુણે જગુઆર્સ: અલ્વારો રોબલ્સ (સ્પેન) – 18.1 લાખ ટોકન્સ, દીના મેશરેફ (ઈજિપ્ત) – 11 લાખ ટોકન્સ, તનીશા કોટેચા – 4 લાખ ટોકન્સ (RTM), અનિર્બાન ઘોષ – 4 લાખ ટોકન્સ, રીથ ઋષ્ય – 4 લાખ ટોકન્સ, 4 લાખ ટોકન્સ 2.2 લાખ ટોકન્સ.
++
UTT સીઝન 6 હરાજીમાં સૌથી મોટી બોલી મેળવનાર ખેલાડીઓ
1. ફેન સિકી – 19.7 લાખ (ચેન્નઈ લાયન્સ)
2. એડ્રિયાના ડાયઝ – 19.3 લાખ (કોલકાતા થંડર બ્લેડ)
3. અલ્વારો રોબલ્સ – 18.1 લાખ (પીબીજી પુણે જગુઆર્સ)
4. ઝેંગ જિયાન – 17.2 લાખ (ગોવા ચેલેન્જર્સ ટીટીસી)
5. બર્નાડેટ સઝોક્સ – 15.3 લાખ (યુ મુમ્બા ટીટી)
6. દિયા ચિતાલે – 14.1 લાખ (દબંગ દિલ્હી ટીટીસી)
7. ⁠હરમીત દેસાઈ – 14 લાખ (ગોવા ચેલેન્જર્સ)
__________

Related posts

નિશાન સ્કૂલનો વાર્ષિક સમારંભ: ટાગોર હોલ ખાતે ભવ્ય ઉજવણી

viratgujarat

મધુ બાંઠિયાએ FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો, મહિલાઓને કૌશલ્યબદ્ધ કરવા અને સશક્ત કરવા માટેનું વિઝન રજૂ કર્યું

viratgujarat

ક્રાઉન પ્લાઝા અમદાવાદ ના “સોનાર બાંગ્લા ભોજ”માં બંગાળના સ્વાદોનો અનુભવ કરો.

viratgujarat

Leave a Comment