Virat Gujarat
ખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સમકાલીન જોડાણનો અસલી ચમત્કાર

અમદાવાદ 28 નવેમ્બર 2024: 138 વર્ષથી કોકા-કોલા ખુશી અને રિફ્રેશમેન્ટનું પ્રતિક તરીકે ઊભી છે, જે વિવિધ ભૂગોળ અને પેઢીઓમાં લોકોને જોડવાનું કામ કરે છે. 1993માં બારતમાં તેના આગમનથી નિર્વિવાદ રેડ-એન્ડ-વ્હાઈટ લોગો રોજબરોજના જીવન અને પ્રતિકાત્મક અવસરોનો પણ હિસ્સો બની ગયો છે. ક્રિકેટની ખુશીથી લઈને સંગીત સમારંભોથી રોજબરોજના સ્મિત સુધી કોકા-કોલાએ ભારતના રેસામાં પોતાને સહજતાથી ગૂંથીને રાષ્ટ્રભરમાં ઉજવણીનો હિસ્સો બની છે.

તહેવારની ઉજવણી વિશે જરા વિચારો, જ્યાં રોશનાઈ અને હાસ્યથી વાતાવરણ ભરચક છે અથવા ક્રિકેટ મેચ ચાલી રહી છે, જ્યાં કોકની બોટલ ખૂલવાના ક્લાસિક અવાજ સાથે દરેક ચિયર ગૂંજી ઊઠે છે. હવે લગ્નની કલ્પના કરો, જ્યાં ચિલ્ડ કોન્ટુર બોટલ મિજબાનીનો હિસ્સો બને છે. અને વધુ એક પાર્શ્વભૂની વાત કરીએ તો કોલેજના ફ્રેન્ડ્સનું ગ્રુપ ગપ્પાંગોષ્ઠિ કરતાં કરતાં કોકા-કોલા પર દરેક કોલેજ કેન્ટીનના ઘૂંટડા સાથે તેમની વાર્તાઓ શેર કરે છે. આ ફક્ત યાદો નથી, પરંતુ તે અનુભવ છે, જે અવસરોએ રિફ્રેશમેન્ટ માટે તેમના સમાન પ્રેમ થકી ભારતની સમૃદ્ધ વૈવિધ્યતા, સંસ્કૃતિ અને લોકો સાથે કોકા-કોલાના જોડાણને આકાર આપ્યો છે.

આ જોડાણ કોકા-કોલાના આઈકોનિક પોર્ટફોલિયો દ્વારા મજબૂત બન્યો છે, જે તેના ગ્રાહકોની વિવિધ જરૂરતોને પહોંચી વળવા માટે પસંદગીઓ આપે છે. તેની ક્લાસિક ઓફરથી લઈને સમકાલીન પસંદગીઓ, જેમ કે, કોક ઝીરો અને ડાયેટ કોક સુધી બ્રાન્ડ દરેક માટે કશુંક ઓફર કરે છે. રિફ્રેશમેન્ટની પાર કોક સ્ટુડિયો ભારત અને કોક સ્ટુડિયો તમિળ જેવી પહેલો થકી કોકા-કોલા ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિની ઉજવણી કરીને દેશના વિવિધ પ્રદેશની વાર્તાઓ અને સંગીત આલેખિત કરે છે. દિલજિત દોસાંઝ જેવા કલાકારો સાથે જોડાણ સમાવેશકતા અને ક્રિયાત્મકતાના જોશને વધુ મજબૂત બનાવે છે, જે બ્રાન્ડને અનોખી તારવે છે.

“ત્રણ દાયકાથી કોકા-કોલા અમારી સમૃદ્ધ વૈવિધ્યતાની પરિવર્તનકારી વૃદ્ધિ અને ઉજવણીના ભારતના પ્રવાસમાં ગૌરવશાળી સાથી રહી છે. આપણે હંમેશાં કોકની ઠંડી ઠંડી બોટલ સાથે ગરમગરમ બપોર હોય કે ફ્રેન્ડ સાથે સ્વાદિષ્ટ ખાવાનું ખાતા હોઈએ કે પરિવાર સાથે હોલીડે કરતા હોઈએ, એકત્રતાના રોજબરોજના અવસરોનો ઉદ્ધાર કરીને ભારત સાથે ઘેરા જોડાણને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરીએ છીએ. અમે અસલ જાદુ આપણા વહાલાજનો સાથે જોડવાથી કોઈ પણ સમયે આવતા અસલ જાદુના વિચાર પ્રત્યે કટિબદ્ધ છીએ,” એમધ કોકા-કોલા કંપનીના ભારત અને સાઉથવેસ્ટ એશિયા ઓપરેટિંગ યુનિટ ખાતે કોકા-કોલા શ્રેણી માટે માર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર કૌશિક પ્રસાદે જણાવ્યું હતું.

ભારત આગામી સમયમાં વધુ ગરમ વર્ષોની ધારણા રાખી રહ્યો છે તેને કારણે રિફ્રેશમેન્ટ અને અર્થપૂર્ણ અવસરો માટે માગણી વધતી જ રહેવાની છે. કોકા-કોલા માર્વેલ મેશ-અપ જેવાં વૈશ્વિક જોડાણો થકી ઈનોવેશનને અપનાવવા સાથે આ અવસરોમાં મોજૂદ અસલી જાદુમાં વિશ્વાસ રાખતાં આ પ્રવાસના હાર્દમાં રહી છે. કોકા-કોલા મહત્ત્વપૂર્ણ અવસરનો હિસ્સો બનવા માટે સમર્પિત છે- એક બોટલ, એક જોડાણ અને એક સમયે એક ઉજવણી.

Related posts

મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

viratgujarat

આબરા કા ડાબરા કિડ્સ કાર્નિવલ: ફન અને સોશિયલ ઇમ્પેક્ટનું જાદુઈ મિશ્રણ

viratgujarat

ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે પૂ. મોરારિબાપુની નિશ્રામાં યોજાશે

viratgujarat

Leave a Comment