નેશનલ 27મી ફેબ્રુઆરી 2025: ઉચ્ચ સ્તર અને ઈનોવેશનની એક નોંધપાત્ર સિદ્ધિમાં કોકા-કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસે ચિલ્ડ ડ્રિંક્સના સૌથી વિશાળ હંગામી પ્રદર્શન માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. આ વિક્રમી સિદ્ધિ પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે સિદ્ધ કરાઈ હતી, જે નવાં ઉદ્યોગનાં સીમાચિહનો સ્થાપિત કરવા સાથે તાજગીપૂર્ણ અનુભવ પ્રદાન કરવાના કંપનીઓના સમાન ધ્યેયને અધોરેખિત કરે છે.
આઈકોનિક ડિસ્પ્લે 250 ફીટનું હતું, જેમાં 32,737 ચિલ્ડ બોટલ્સ સાથે 100- ડોર કૂલર વોલ પેક કરવામાં આવી હતી, જેણે મહાકુંભ ખાતે અદભુત નજારો નિર્માણ કર્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા વિધિસર રીતે નોંધ લેવાયેલી આ સિદ્ધિ કોકા-કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસની ઉત્કૃષ્ટતા, સંચાલન સ્તર અને આ ઐતિહાસિક મેળાવડામાં લાખ્ખો મુલાકાતીઓ માટે અવિસ્મરણીય અવસર નિર્માણ કરવાની ક્ષમતા પ્રત્યે કટિબદ્ધતાનો ઉત્તમ દાખલો છે.
કોકા-કોલા ઈન્ડિયા ખાતે ભારતની કામગીરીના વાઈસ પ્રેસિડેન્ટ સંદીપ બજોરિયાએ જણાવ્યું હતું કે, “અમારી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ વિજેતા કૂલર વોલે ઈનોવેશન અને અમલબજાવણીમાં નવું વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કર્યું છે. લાખ્ખો લોકો દુનિયાની આ સૌથી મોટી ઈવેન્ટ્સમાંથી એક ખાતે ભેગા થયા હતા ત્યારે એસએલએમજી બેવરેજીસ સાથે અમારી ભાગીદારીએ વ્યાપક સ્તરે બધા માટે આસાન હાઈડ્રેશનની ખાતરી રાખી હતી. તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વિશ્વ કક્ષાનો મહાકુંભ પ્રદાન કરવાના પ્રયાસ સાથે સુમેળ સાધતાં વૈશ્વિક મંચ પર ભારતનો વારસો દર્શાવે છે.’’
એસએલએમજી બેવરેજીસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોસ્ટિન માન્ડ્રિયાએ જણાવ્યું હતું કે, “આ ઈનોવેશન પાછળની વ્યૂહરચના મહાકુંભ ખાતે લાખ્ખો લોકો માટે હાઈડ્રેશનની ખાતરી રાખવાની છે. કોકા-કોલા સાથે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું તે બધાને તાજગીપૂર્ણ ચિલ્ડ બેવરેજીસ પ્રદાન કરવા સાથે ઉચ્ચ સ્તરે અમલ કરવાની એસએલએમજીની ક્ષમતા દર્શાવે છે. આ સિદ્ધિ વૃદ્ધિ અને પ્રભાવ માટે સમાન ધ્યેય દ્વારા પ્રેરિત ઈનોવેશન અને ક્વોલિટી હાઈડ્રેશન પ્રત્યે અમારી કટિબદ્ધતા દર્શાવે છે.’’
આ સિદ્ધિ વૈશ્વિક ફલક પર ઉચ્ચ સ્તરના એક્ટિવેશન્સ માટે નવો સંદર્ભ મુદ્દો સ્થાપિત કરે છે, જે વ્યાપક ચિલ્ડ બેવરેજ ડિસ્પ્લે નિર્માણ કરવા આવશ્યક લોજિસ્ટિક્સ અચૂકતા દર્શાવે છે.