Virat Gujarat
અવેરનેસગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

ફલો અમદાવાદએ ઇન્કમટેક્સ રેડ પર એક સત્રનું આયોજન કર્યું, વિમેન આંત્રપ્રિન્યોર્સને કાયદાકીય જાણકારી આપીને સશક્ત કર્યા

ગુજરાત, અમદાવાદ ૨૮ એપ્રિલ ૨૦૨૫: ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (ફલો) દ્વારા તેમની બિઝનેસ બ્રિલિયન્સ સિરીઝની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એક મહત્વપૂર્ણ અને ઘણીવાર ઓછી ચર્ચા થતી બાબત પર કેન્દ્રિત હતું: “બેંક, વોલ્ટ્સ અને ટેક્સમેન : હાઉ ટુ હેન્ડલઈન્ક્મ ટેક્સ રેડ”.

આ સત્રમાં ધીરેન શાહ એન્ડ કો.ના એડવોકેટ નુપુર શાહ અને રાવલ એન્ડ ત્રિવેદી એસોસિએટ્સના નમ્રતા ત્રિવેદી હાજર રહ્યા હતા. આ અનુભવી કાયદા નિષ્ણાતોએ આવકવેરા દરોડાની કાયદાકીય જટિલતાઓ વિશે ઊંડી સમજ આપી હતી, જેનાથી ભાગ લેનારા ફ્લો અમદાવાદના સભ્યોને માત્ર સામેલ પ્રક્રિયાઓ જ નહીં પરંતુ આવી ઘટનાઓ દરમિયાન તેમના અધિકારો અને જવાબદારીઓ પણ સમજવામાં મદદ મળી.

ફલોના સભ્યોને વ્યવહારુ નાણાકીય અને કાયદાકીય જ્ઞાનથી સજ્જ કરવા માટે રચાયેલ સત્રમાં આવકવેરાના દરોડાના “શું, શા માટે અને કેવી રીતે” વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. સ્પષ્ટતા અને નિપુણતા સાથે, વક્તાઓએ આ પ્રક્રિયાને સરળ બનાવી, હાઈ-પ્રેશર સિનારિયોઝમાં કેવી રીતે તૈયાર રહેવું અને કાયદેસર રીતે સુરક્ષિત રહેવું તે અંગે કાર્યક્ષમ સલાહ આપી.

આ પ્રસંગે બોલતા, ફ્લો અમદાવાદના ચેરપર્સન મધુ બાંઠિયાએ કહ્યું, “ફ્લો અમદાવાદમાં, અમે માનીએ છીએ કે બિઝનેસમાં બ્રિલિયન્સ નોલેજ એન્ડ અવેરનેસથી શરૂ થાય છે. આ સત્રનો હેતુ અમારા સભ્યોને ટેક્સ રેઇડ જેવી જટિલ પરિસ્થિતિઓનો સીધો સામનો કરવા માટે આત્મવિશ્વાસથી સજ્જ કરવાનો હતો. જ્ઞાન એ શક્તિ છે, અને આ સત્રે તે ફિલસૂફીનું ઉદાહરણ પૂરું પાડ્યું. અમને વિશ્વાસ છે કે આ શીખ અમારા સભ્યોને સશક્ત કરવામાં લાંબો સમય સુધી મદદરૂપ થશે.”

આ સત્રમાં વિમેન આંત્રપ્રિન્યોર્સ, પ્રોફેશનલ્સ અને બિઝનેસ લીડર્સની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી, જે ફ્લો અમદાવાદની સુમાહિતગાર અને સશક્ત વ્યવસાય સમુદાયના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

Related posts

વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં 51 હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી

viratgujarat

અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે

viratgujarat

Leave a Comment