Virat Gujarat
ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સરાષ્ટ્રીયહેડલાઇન

જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયા દ્વારા ઈવી ફાઈનાન્સિંગ માટે કોટક મહિંદ્રા પ્રાઈમ સાથે ભાગીદારી

કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ (કેએમપીએલ) ઈવી ગ્રાહકો માટે જેએસડબ્લ્યુ એમજી ઈન્ડિયાના BaaS માલિકી કાર્યક્રમને ટેકો આપનારી પ્રથમ અગ્રણી ઓટો ફાઈનાન્સરમાંથી એક છે.

કેએમપીએલનું વ્યાપક નેટવર્ક ઈવી ગ્રાહકોમાં BaaSનો વધુ સ્વીકાર કરાવવા મદદરૂપ થશે.

ગુરુગ્રામ 10મી જાન્યુઆરી 2025: જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયા દ્વારા આજે ઈવી ગ્રાહકોને તેના ઈનોવેટિવ બેટરી-એઝ-અ-સર્વિસ (BaaS) માલિકી કાર્યક્રમ માટે ફાઈનાન્સ સોલ્યુશન ઓફર કરવા માટે કેએમપીએલ સાથે ભાગીદારીની ઘોષણા કરવામાં આવી હતી. આ ભાગીદારી સાથે કેએમપીએલ BaaS સંકલ્પનાને ટેકો આપનારી પ્રથમ અગ્રણી ઓટો ફાઈનાન્સરમાંથી એક બની છે.

BaaS સાનુકૂળ માલિકી કાર્યક્રમ છે, જે નોંધપાત્ર રીતે આરંભિક પ્રાપ્ત ખર્ચ ઘટાડે છે, જેથી કિફાયતી અને ઝંઝટમુક્ત માલિકી અનુભવની ખાતરી થાય છે. સપ્ટેમ્બર 2024માં રજૂ કરાયેલું BaaSએ ઈવીમાં ગ્રાહકોની રુચિ ફરીથી વધારી છે, જે ઈવીના વેચાણની વૃદ્ધિમાં પરિવર્તિત થઈ છે. અનોખા માલિકી મોડેલમાં ગ્રાહકોની વધતી રુચિને કારણે કેએમપીએલ BaaS બેન્ડવેગનમાં જોડાવા માટે પ્રેરિત થઈ હતી અને ઈવી ગ્રાહકો માટે ફાઈનાન્સ સોલ્યુશન્સ તૈયાર કર્યા છે.

આ અવસરે બોલતાં જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયાના ચીફ ગ્રોથ ઓફિસર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ઈનોવેશન માટે અમે એકધારી રીતે ભાર આપીએ છીએ અને ગ્રાહકોની ખુશી વધે તેવા અનુભવો નિર્માણ કરવા કટિબદ્ધ છીએ. BaaS સાથે અમે બજારમાં નવી પહેલ કરી છે અને ઈલેક્ટ્રિક કાર ઉદ્યોગમાં સીમાચિહન નિર્માણ કર્યું છે. ઈવી ઝડપથી અપનાવાય તે માટે વિવિધ ફાઈનાન્સ પાર્ટનર્સ થકી તેની પહોંચ વધારવાની અમારી અગ્રતા છે. હું ગ્રાહકોને bAAs સંકલ્પના પ્રદાન કરવા માટે અમારી સાથે ભાગીદારી કરવા માટે કેએમપીએલ ટીમનું સ્વાગત કરું છું અને આભાર માનું છું. કેએમપીએલનું વ્યાપક નેટવર્ક અને ડીલર પાર્ટનર્સ સાથે જોડાણ અજોડ bAAs સંકલ્પનાની બહેતર પહોંચ માટે વધારાનો લાભ છે, જેથી અમારું ઈવી વેચાણ ઓર વધશે.”

આ ભાગીદારી પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ વ્યોમેશ કપાસીએ જણાવ્યું હતું કે, “કેએમપીએલમાં અમે વાહનના ફાઈનાન્સિંગમાં ઈનોવેશન પ્રેરિત કરવા માટે સમર્પિત છીએ. અમે તેમના અવ્વલ bAAs ઈવી માલિકી કાર્યક્રમમાં જેએસડબ્લ્યુ એમડી મોટર ઈન્ડિયા સાથે ભાગીદારી કરવા માટે ભારે રોમાંચિત છીએ. આ જોડાણનું લક્ષ્ય વિવિધ સેગમેન્ટ્સમાં ઈનોવેટવ અને ગ્રાહક અનુકૂળ ફાઈનાન્સ પ્રોડક્ટ્સ ઓફર કરીને ભારતમાં ઈવી ફાઈનાન્સિંગ ઈકોસિસ્ટમ બહેતર બનાવવાનું છે. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી અમારી ફાઈનાન્સ ઓફર વધુ મજબૂત બનાવશે અને ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે ટેકો આપશે.”

BaaS સાથે જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયાએ એવું મંચ નિર્માણ કર્યું છે, જે બોડી શેલમાંથી બેટરી ખર્ચ અલગ કરીને ઈવી અપનાવવાનું ઝડપી બનાવવા માટે યોગ્ય ગતિ પૂરી પાડશે. આનો અર્થ હવે ગ્રાહકો બોડી શેલ અને બેટરી માટે અલગ ફાઈનાન્સિંગ વિકલ્પો અપનાવીને ભારતમાં કિફાયતી કિંમતે ઈવી વસાવી શકે છે.
કેએમપીએલને 2019માં ભારતમાં કાર ઉત્પાદકના આરંભથી જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયા સાથે ચેનલ ફાઈનાન્સ અને રિટેઈલ ફાઈનાન્સ માટે વેપાર સંબંધો છે.

Related posts

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ઓલ-અરાઉન્ડ ડિસ્પ્લે પછી ચેમ્પિયન્સનો તાજ પહેર્યો

viratgujarat

સાધુરૂપી વડલો અંધારા અજવાળા બંનેને પોતાની બાહૂ-છાયામાં રાખે છે.

viratgujarat

દુનિયાનાં સૌથી ઊંચા શિવલિંગ સ્થાન-તંજાવુરથી ૯૪૮મી રામકથાનો મંગલ આરંભ

viratgujarat

Leave a Comment