Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૫: ૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓઉમટી પડે છે. મૌનીઅમાસને દિવસે મહાકુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલીબેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. એક અહેવાલ અનુસાર આ દિવસે  પાંચ કરોડ લોકો સ્નાન કરવા એકઠા થયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ આપદાની પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનાપરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. સાથોસાથ જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી પૂનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી શ્રી હનુમાનજીનાંચરણોમાં  પ્રાર્થના કરી છે. સ્થાનિક પ્રશાસન પાસેથી અવસાન પામેલા લોકોની વિગતો મેળવી કુલ મળીને ૪,૫૦,૦૦૦ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે.

આ કરુણ ઘટનામાં માર્યાગયેલાઓના નિર્વાણ માટે પણ પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે.

Related posts

સેમસંગએ ભારતીય ગ્રાહકો માટે ઇન્ટેલિજન્ટ, ઇમર્સિવ અને એડેપ્ટીવ સ્ક્રીન્સ લાવતા Neo QLED, OLED, QLED અને The Frame ટીવી માટે વિઝન AIનું અનાવરણ કર્યુ

viratgujarat

આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર શ્રી કિરણ પટેલ આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

viratgujarat

૯૫૫મી રામકથાનો પૃથ્વિનાં જન્નત પરથી આરંભ થયો

viratgujarat

Leave a Comment