Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

।। રામ ।।

ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે એક અત્યંત દુઃખદ અકસ્માત થવા પામ્યો હતો અને તેમાં છ લોકોના કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર અને નવાગામનો એક પરિવાર સામાજિક પ્રસંગે ચોટીલા જવા રીક્ષા લઈને નીકળ્યો હતો અને તેમાં એક પરિવારના સભ્યો મુસાફરી કરતા હતા. આ રીક્ષા જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક પહોંચી ત્યારે રોંગસાઈડમાં આવતા એક ટ્રક સાથે અથડાતાંસર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાંબેઠેલા ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતાં અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે. મૃત્યુ પામેલાઓમાં આઠ માસની બાળકીનો પણ સમાવેશ થાય છે.

              પૂજ્ય મોરારીબાપુએ આ અત્યંત હૃદય દ્રાવક ઘટનામાં માર્યાગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે રૂપિયા 90,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં મધ્યપ્રદેશે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

viratgujarat

માનસમાં પ્રયાગાષ્ટક છે.

viratgujarat

સેમસંગ ટીવી પ્લસ ઈન્ડિયા દ્વારા વોર્નર બ્રધર્સ ટેલિવિઝનમાંથી પાંચ એક્સક્લુઝિવ ફાસ્ટ ચેનલ્સ રજૂ કરે છે

viratgujarat

Leave a Comment