Virat Gujarat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન પે દ્વારા ઉપલબ્ધ એક્સક્લુઝીવ ડીલ્સ અને રિવોર્ડ્સની મદદથી આખરે ઉનાળાથી બચવાનો તમારો પ્લાન બનાવો!

ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: ઉનાળો આવી ગયો છે, જે તમારા સપનાની રજાઓનું પ્લાનિંગ કરવા માટેએકદમ પરફેક્ટ સમય છે! ભલે તમ બીચ પર જવા માંગતા હોવ, પહાડોમાં મિજબાની માણવી હોય કે પછીરોમાંચક શહેર સાહસિક સફર કરવા ઇચ્છતા હોવ, એમેઝોન પે પાસે તમારા વેકેશનને સરળ, સસ્તું અને ફળદાયી બનાવવા માટે જરૂરી હોય તે બધું જ છે. 7એપ્રિલથી શરૂ કરીને, એમેઝોન પે તમારી ફ્લાઇટ્સ, હોટલ, મૂવી ટિકિટ અને બીજી કેટલીક ચીજો પર વિશેષ લાભો ઉપલબ્ધ કરાવીને તમારા ઉનાળાના પ્લાનિંગને સરળ બનાવે છે. તમે મુસાફરી કરી રહ્યા હોવ, તમારા રોકાણને અપગ્રેડ કરી રહ્યા હોવઅથવા સીઝન માટે શોપિંગ કરી રહ્યા હોવ, એમેઝોન પેની મદદથી તમને ઓછા ખર્ચે વધુ આનંદ માણી શકો છો. તેથી, તમારી બેગ ભરી લો, તમારું સનસ્ક્રીન લઈ લો અને એમેઝોન પેની મદદથી ઉનાળા માટે તમારા પસંદગીના સ્થળને એક્સપ્લોર કરવા માટે તૈયાર થઈ જાઓ!

મોટા ડિસ્કાઉન્ટ સાથે ફ્લાઇટ બુક કરો: એમેઝોન પે દ્વારા ફ્લાઇટ બુક કરીને તમારા ઉનાળાના પ્લાનનો પ્રારંભ કરો કરો અને ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્પાઇસજેટ, અકાસા અને એલાયન્સ એર સહિતની તમામ એરલાઇન્સ પર 25% સુધીની છૂટનો આનંદ માણો. આ ઉપરાંત, જો તમે પહેલી વાર ફ્લાઇટ બુક કરાવી રહ્યા હોવ, તો તમારી ડોમેસ્ટિક અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર INR 1000 સુધીની12%ની વધારાની છૂટનો આનંદ માણો. મોટી બચત કરવાની સાથે-સાથે નવા સ્થળો એક્સપ્લોર કરવાનો આ પરફેક્ટ સમય છે!

તમારા માટે રોકાવાની પરફેક્ટ જગ્યા શોધો અને મોટી બચતનો આનંદ માણો: તમારી ફ્લાઇટ્સ બુક થઈ જાય એટલે, પછી સમજો કેરોકાવા માટે આદર્શ જગ્યા પસંદ કરવાનો ઉત્તમ સમય આવી ગયો છે! ભલે તમે આરામદાયક હોમસ્ટે શોધી રહ્યા હોવ કે પછી વૈભવી હોટેલ, એમેઝોન પે તમારી પસંદગીઓ અને બજેટને અનુરૂપ વિવિધ વિકલ્પો પૂરા પાડે છે. આ ઉપરાંત, જો તમે પહેલી વાર હોટેલ કે હોમસ્ટે બુક કરી રહ્યા હોવ, તો તમે એમેઝોન પે સાથે તમારા પ્રારંભિક બુકિંગ પર INR 1500 સુધીના એક્સક્લુઝીવ 18% કૅશબેક આનંદ માણી શકો છો.

અડધી કિંમતે તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મો જુઓ: ભલે તમે રજા પર હોવ કે પછી નિરાંતે રોકાવાનો આનંદ માણી રહ્યા હોવ, તમને મળવો જોઈએ તેવો ખૂબ જ સારો વિરામ લો અને તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મો જુઓ! એમેઝોન પેદ્વારા તમારી મૂવીટિકિટોનું સરળતાથી બુકિંગ કરો અને ઉત્સાહજનક રિવોર્ડ્સ મેળવો. જો તમે પહેલી વખત મૂવીનું બુકિંગ કરાવી રહ્યા હોય, તો INR 250 સુધીના 50% ડિસ્કાઉન્ટનો આનંદ માણો. તો, એક મનોરંજક મૂવી ડેટ અથવા પરિવાર સાથે ફરવાનુંપ્લાનિંગ કરો અને તમારા બજેટમાંવધારો કર્યા વગર અવિસ્મરણીય યાદો બનાવો!

ઉનાળાના ફેશન અને ટ્રાવેલ એપેરલની ખરીદી કરો: Amazon.in પર ઉનાળાના ટ્રેન્ડી પોશાક, સ્ટાઇલિશ સનગ્લાસ અને આરામદાયક ફૂટવેરની ખરીદી કરીને મુસાફરી કરતા હોવ ત્યારે તમારા શ્રેષ્ઠ દેખાવનો અનુભવ કરો. એમેઝોન પેવડે ચુકવણી કરો જેમ પ્રાઇમ સભ્યો એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે5% કૅશબેક અને નોન-પ્રાઇમ સભ્યો 2% કૅશબેકનો આનંદ માણી શકે છે. તમારી પાસે કોઈ ક્રેડિટ કાર્ડ નથી? ચિંતા ના કરશો, તમે એમેઝોન પે UPI દ્વારા ચુકવણી કરીને પણ ખાતરીપૂર્વકના રિવોર્ડ્સનો આનંદ માણી શકો છો. તો, આત્મવિશ્વાસ સાથે ખરીદી કરો અને મનગમતી જગ્યાએ જવા માટે તૈયાર થઈ જાઓ!

મુસાફરી અને ત્વચા સંભાળની માટે જરૂરી વસ્તુઓ: નોઇસ-કેન્સલિંગ હેડફોન, પોર્ટેબલ ચાર્જર અને યુનિવર્સલ ટ્રાવેલ એડેપ્ટર જેવા મુસાફરી માટે જરૂરી સાધનોનો સ્ટોક કરીને ઝંઝટ-મુક્ત મુસાફરીની ખાતરી કરો. તમારી મુસાફરી દરમિયાન તમારા ચહેરા પર તાજગી દેખાય તે માટે સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝર જેવી ત્વચા સંભાળની ચીજોઅને ફોલ્ડેબલ હેર ડ્રાયર જેવી જરૂરી વસ્તુઓભૂલશો નહીં. એમેઝોન પેવડે ચુકવણી કરો જેમાં પ્રાઇમ સભ્યો એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બધી ખરીદીઓ પર5% કૅશબેક અને નોન-પ્રાઇમ સભ્યો 3% કૅશબેકનો આનંદ માણી શકે છે.

પરિવાર સાથે ક્યાંક પ્રવાસ કરવો હોય, કે પછીએકલા એડવેન્ચર પર જવાનું હોય અથવા તો વિકએન્ડની રજા માણવી હોય, એમેઝોનપે દ્વારા તમારી ઉનાળાની મુસાફરીને અનુકૂળ, સસ્તી અને એક્સક્લુઝીવ બચત તેમજ આકર્ષક રિવોર્ડ્સ સાથે લાભદાયી બનાવો.

Related posts

ક્રિકેટ પ્રેમીઓ માટે મફત પાસ! સેલિબ્રિટી ક્રિકેટ લીગ સીઝન ૧૧ સુરતમાં રોમાંચ ફેલાવવા માટે તૈયાર

viratgujarat

સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.

viratgujarat

કોઈનસ્વિચ કેર્સની જાહેરાત: ક્રિપ્ટો લૉસ રિકવરી માટે ₹600 કરોડ

viratgujarat

Leave a Comment