Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.

રૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે.

આંસુથી હરિ પ્રગટે છે.

રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે.

રામનાંજન્મની કથાનું ગાન કરવાથી મનની ગ્રંથિઓની ગાંઠ છૂટતી જાય છે.

આર્જેન્ટિનાનાંઉસૂઆયા ખાતે ચાલી રહેલી રામકથાનાંપાંચમા દિવસે જણાવ્યું કે સમૂહમાં ગાન કરો.ગોપીજનોએ જ્યારે સમૂહમાં ગાન કર્યું ત્યારે કૃષ્ણ પ્રગટ થયા હતા.ચૈતન્યચરિતામૃતનો એક પ્રસંગ કહ્યો જેમાં ચૈતન્ય મહાપ્રભુ ભાવમાં ડૂબી અને દીવાલો સાથે માથું પટકતા,રોતા,પોકાર કરતા અને કહેતા કે મારે વૃંદાવન જવું છે.

સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.અનેરૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે.આંસુથી હરિ પ્રગટે છે.

હું સેંજળની સમાધિને યાદ કરું તો મારું ધ્યાન ઠીક રહે છે.તમારી સામે કથામાં જીવનની સાંપ્રત વાતો કરું ત્યારે જીવનદાસબાપાની સમાધિ પ્રેરિત કરે છે. જ્ઞાન-વિવેકમાં પ્રવેશ કરીએ ત્યારે હનુમાનજી ધ્યાનમાં રહે છે.ચોપાઈઓનું ગાયન કરું તો તુલસી પ્રેરિત કરે છે.ઉપનિષદની યાત્રા કરું તો વિષ્ણુ દાદા પકડી લે છે.વાત્સલ્ય,વહાલ,પ્રેમ,કરુણા,સત્ય,હરિ ભજનની વાતો કરું ત્યારે મને પાઘડી(ત્રિભુવનદાસ દાદા)દેખાય છે.મારો આ અનુભવ અન્યથા ન લેતા. એકમાત્ર ઉપાય છે નામ.

રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે. ઉપનિષદમાં પાંચ ગ્રંથિ છે:મન ગ્રંથિ,પ્રાણ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ,લઘુતાગ્રંથી,પૂર્વગ્રહની ગ્રંથિ.

મન શાંત કેમ થાય?અશાંત રહેવું એ મનનો સ્વભાવ છે.શાંત થાય એને મન ન કહી શકાય.મનનીગ્રંથિમાં અન્ય ત્રણ ગ્રંથિ પણ હોય છે.ભગવાનરામનાંજન્મની કથાનું ગાન કરવાથી મનની ગ્રંથિઓની ગાંઠ છૂટતી જાય છે.એવી જ રીતે ઈચ્છા ગ્રંથી,ઈર્ષા,નિંદા અને દ્વૈષનીગ્રંથિ.સત્વ ગ્રંથિ,પુણ્ય ગ્રંથિ અને પાપ ગ્રંથિની પણ વાત કરવામાં આવી.

કાગભુશુંડીઉત્તરકાંડમાં કલિ પ્રભાવ-કલિયુગનાં ધર્મનું વર્ણન કરે છે એને બાપુએ સમજાવી અને કહ્યું કે માનસ સનાતન ધર્મ ઉપર કથા કરશું ત્યારે આનો ખૂબ વિસ્તાર કરીશું.આજે સમાજમાં દંભ,પાખંડ,પ્રપંચ છે એ કલિ પ્રભાવ છે એમ જણાવી સનાતન ધર્મને હલકો બતાવવા રોજ નવા વિડિયો આવે છે એ પર પ્રહાર કરતા જણાવ્યું કે શરમ નેવે મૂકી છે આ લોકોએ,ત્યારે જાગૃત થવાની જરૂર છે.

કથા-વિશેષ:

કળિયુગમાં આશ્રય કરો તો હનુમાનનો કરજો.

સરૂપા સૂત ભૂતસ્ય ભાર્યા રૂદ્રાંશ્વચકોટિશ:

રૈવતો અજ ભવોભીમો  વામા ઉગ્રોવૃષાકપિ:

અજૈકપાદ: મૂર્ધન્યોબહુરૂપોમહાનીતિરૂદ્રસ્ય

પાર્ષદાચાન્યેઘોરા ભૂત વિનાયક:

-શ્રીમદ ભાગવત,સ્કંદ-૬,અધ્યાય-૬,શ્લોક-૧૭ અને ૧૮.

ભાગવતનો આ શ્લોક કહે છે કે હનુમાનજી ૧૧મા રુદ્ર નહિ પણ ૧૧ રુદ્રો મળીને હનુમાન થયા છે. અહીં ભાગવતનાં આ શ્લોકમાં એક ભૂતની પત્ની-સુરૂપા છે એમાંથી કોટિ રુદ્ર ઉત્પન્ન થયા.

આ અગિયાર રુદ્રો આ પ્રમાણે છે:

પહેલો રુદ્ર છે રૈવત-અતિગતિશીલરૈવત કહેવાય છે. જેના પરથી ગુજરાતીમાં રેવાલ ઘોડાની ગતિ માટેનો શબ્દ આવ્યો.

અજ-જેનો જનમ નથી થયો એ-એટલે શંકર હનુમાન રૂપ છે.

ભવ-આશીર્વાદક-કલ્યાણ કારક શબ્દ છે.

ભીમ-ભયંકર.વામ-ઉલટી ગતિ કરનાર,સૂર્યની સામે ઉલટી ચાલે ચાલેછે.આથીશંકરનું એક નામ વામદેવ છે જે હનુમાન છે.ઉગ્ર-આસુરી વૃત્તિ સામે ઉગ્ર બને છે.વૃષાકપિ-વૃષ એટલે ધર્મ એના પરથી ધર્મપુરૂષ. અજૈકપાદ-બકરી જેવા ચરણ વાળો.

ધન્ય-જેના ગળામાં સાપ રહે છે એ.

બહુ રૂપૌ-અનેક રૂપ લેનાર.મહાનેતી-બહુ જ મહાન. આથી કળિયુગમાં આશ્રય કરો તો હનુમાનનો કરજો વાલ્મિકી રામાયણમાં હનુમાન ખુદ કહે છે કે હું ઈશ્વર છું.હનુમાન બ્રહ્મ છે,શિવ છે,મંગલમૂર્તિ અને સંકટમોચન છે.

સાધુઓ માટે કહેવાય છે:

ત્રેતામેં બંદર ભયે, દ્વાપર મેં ભયે ગ્વાલ;

કલિયુગ મે સાધુ ભયે,તિલક છાપ ઓર માલ.(માળા)

Related posts

અમદાવાદમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી પ્રારંભ થશે

viratgujarat

વિઝિટ દુબઈ એ ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તા સાથે મળીને દુબઈથી પ્રેરિત કેપ્સ્યુલ કલેક્શન પ્રસ્તુત કર્યું.

viratgujarat

JSW MG મોટર ઈન્ડિયા સુરતમાં એક જ દિવસે 101 MG વિન્ડસર ડિલિવરી કરે છે

viratgujarat

Leave a Comment