MSH સાથે સંકળાયેલા તમામ સ્ટાર્ટઅપને Razorpay Rize નો ઍક્સેસ મળશે – જેમાં ઇનકોર્પોરેશન સર્વિસ, વાયકૉમ્બિનેટર એપ્લિકેશન્સ માટે સપોર્ટ, તથા રેઝરપે લીડરશીપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી માર્ગદર્શન અને સપોર્ટ વગેરેનો લાભ મળશે.
ભારત, બેંગલુરુ ૨૩ મે ૨૦૨૫: ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો આપવાની પ્રતિબદ્ધતામાં, બિઝનેસ માટે ભારતના અગ્રણી ફુલ-સ્ટેક પેમેન્ટ્સ અને બેંકિંગ પ્લેટફોર્મ રેઝરપે એ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ એક પહેલ, MeitY સ્ટાર્ટઅપ હબ (MSH) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીની સાથે રેઝરપે અને MSH એકસાથે મળીને ડીપ ટેક અને ઉભરતા ટેક સ્ટાર્ટઅપ્સની આગામી લહેરને સશકત બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી કરીને તેમને અદ્યતન ફિનટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કસ્ટમાઇઝ્ડ મેંટરશિપ, પ્રોડક્ટ ક્રેડિટ્સ અને ઇનોવેશન-ફર્સ્ટ ઇકોસિસ્ટમ સુધીની પહોંચ પ્રદાન કરી શકે.
આ ભાગીદારી પર ટિપ્પણી કરતા રેઝરપેના ચીફ ઇનોવેશન ઓફિસર, આરિફ ખાને જણાવ્યું હતું કે, “મોટાભાગના પરિવર્તનશીલ વિચારો ઘણીવાર અસંભવિત સ્થળોએ શરૂ થાય છે, જયાં એક એકલા સંસ્થાપક વાસ્તવિક સમસ્યાનું નિરાકરણ લાવે છે, જે સંસાધનો કરતાં વધુ વિશ્વાસથી પ્રેરિત હોય છે. પરંતુ વિશ્વાસને વ્યવસાયમાં ફેરવવા માટે ફક્ત જુસ્સા કરતાં વધુ જરૂરી છે; તેને યોગ્ય માળખાગત સુવિધા, એ લોકોની બુદ્ધિની જરૂર હોય છે જે આ માર્ગ પર ચાલી ચૂકયા હોય છે અને એક એવો સમુદાય જે તમને સાથ આપે. જો આપણે આગામી એક અબજ લોકો માટે નિર્માણ કરવા માંગતા હોઇએ તો આપણે આગામી મિલિયન બિલ્ડરોને સશક્ત બનાવવા પડશે. MeitY સ્ટાર્ટઅપ હબ સાથેની આ ભાગીદારી તે જ કરવા માટે છે, પ્રારંભિક તબક્કાના સંસ્થાપકોને સાધનો, તે લોકોને પ્રામાણિક સલાહ આપવાની જે આ ક્ષેત્રમાં કામ કરી ચૂકયા છે અને સાહસપૂર્વક નિર્માણ કરવાનો આત્મવિશ્વાસ આપવા વિશે છે. પછી ભલે તે રાત્રે 2 વાગ્યે વાયરફ્રેમનું સ્કેચિંગ કરનાર સ્વપ્નદ્રષ્ટા હોય કે પછી ધ્રુજતા અવાજ અને મજબૂત દ્રષ્ટિ સાથે કામ કરનાર, અમે તેમને હેતુ સાથે આગળ વધવામાં મદદ કરવા માટે અહીં છીએ, એકલા નહીં, પરંતુ દરેક પગલા પર સમર્થનની સાથે.”
MSH ભારતના ટેક-ફોરવર્ડ વિઝનનો મુખ્ય આધારસ્તંભ છે, જે ઉચ્ચ-અસરકારકવાળા, ટેક-સંચાલિત સ્ટાર્ટઅપ્સના વિકાસને વેગ આપવા માટે ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સેન્ટર્સ ઓફ એક્સેલન્સ અને વ્યૂહાત્મક હિતધારકોને એકજૂથ કરે છે. જેમ-જેમ ભારત 1,59,000થી વધુ DPIIT-માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ અને 1.6 મિલિયન નોકરીઓનું સર્જન કરવાના સીમાચિહ્નને પાર કરી રહ્યું છે, MSH આ ગતિને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે, ખાસ કરીને ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં, સ્ટાર્ટઅપ્સને મેંટરશિપ, અનુપાલન સપોર્ટ, ટકાઉ ધોરણે સ્કેલ કરવા અને ભવિષ્ય માટે નિર્માણ કરવામાં સક્ષમ બનાવીને.
આ ભાગીદારી AI, બ્લોકચેન, રોબોટિક્સ, IoT અને અન્ય ક્ષેત્રોમાં પરિવર્તનશીલ ટેકનોલોજીના નિર્માણમાં સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે તૈયાર કરાઈ છે – તેમને ભારત માટે ઉકેલ અને વિશ્વ માટે વિસ્તાર હેતુ નેટવર્ક્સ અને સમર્થન પૂરું પાડે છે.
આ ભાગીદારી હેઠળ MSH સાથે સંકળાયેલા તમામ સ્ટાર્ટઅપ્સને Razorpay Rize નો ઍક્સેસ મળશે, જે કંપનીની મુખ્ય પહેલ છે જે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા માટે સમર્પિત છે.
રાઇઝના માધ્યમથી સ્ટાર્ટઅપ સંસ્થાપકોને એક સીમલેસ કંપની ઇનકોર્પોરેશન અનુભવનો લાભ મળશે, જેમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની, લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ(LLP), અથવા એક વ્યક્તિ કંપની (OPC) તરીકે નોંધણી માટે પ્રાથમિકતા સપોર્ટ સામેલ હશે.
તેમને સંસ્થાપક-પ્રથમ સંસાધનોના એક સમૂહનો પણ ઍક્સેસ મળશે જે તેમના વેન્ચર્સને સરળતા અને કાર્યક્ષમતા સાથે ઔપચારિક બનાવવા અને વિકસાવવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આમાં Y કોમ્બિનેટર એપ્લિકેશન્સ, નિષ્ણાત-આગેવાની હેઠળ પિચ ડેક સમીક્ષાઓ, વ્યાપક સંસ્થાપક ટૂલકિટ અને સમર્પિત કન્ટેન્ટ હબ માટે સપોર્ટનો સમાવેશ થાય છે.
દરેક ક્વાર્ટરમાં, રાઇઝ દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા સ્ટાર્ટઅપ્સના જૂથને ક્યુરેટેડ પીઅર નેટવર્ક્સની સાથે એક્સક્લુઝિવ રેઝરપે રાઇઝ કોમ્યુનિટી સુધી પહોંચ પ્રાપ્ત થશે, રેઝરપે અને ઇકોસિસ્ટમના નિષ્ણાતો સાથે માર્ગદર્શન, એક ચકાસાયેલ સ્થાપક ડિરેક્ટરી અને માત્ર આમંત્રણ-આધારિત માસ્ટરકલાસ જે સ્ટાર્ટઅપના નિર્માણ અને સ્કેલિંગના પ્રારંભિક તબક્કામાં નેવિગેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત છે.
ઓપરેશનલ તત્પરતાને વધુ સમર્થન આપવા માટે, સ્ટાર્ટઅપ્સને રેઝરપેના પ્રોડક્ટ સ્યુટમાં એક્સકલુઝિવ ક્રેડિટ્સ પણ પ્રાપ્ત થશે, જેમાં તેના પેમેન્ટ ગેટવે, બિઝનેસ બેંકિંગ પ્લેટફોર્મ અને પેરોલ મેનેજમેન્ટ સોલ્યુશનનો સમાવેશ થાય છે, જે તેમને પહેલા દિવસથી જ સ્કેલ કરવા માટે નાણાંકીય માળખાગત સુવિધા પૂરી પાડશે.
આ ઓફરોના આધાર પર, આ ભાગીદાર MSH સાથે સંકળાયેલ સ્ટાર્ટઅપ્સને એવા ઉદ્યોગસાહસિકો પાસેથી જ્ઞાન સત્રોની વિશિષ્ટ પહોંચ પ્રદાન કરશે, જેમણે વ્યવસાય બનાવવાના વાસ્તવિક પડકારોનો સામનો કર્યો છે. આ સેશનમાં માર્કેટિંગ, એકાઉન્ટિંગ અને ઉત્પાદન વિકાસ જેવા વ્યવહારુ, ઉચ્ચ-અસરકારક વિષયોને આવરી લેવામાં આવશે, જે અનુભવી ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા ક્યુરેટ અને પ્રસ્તુત કરવામાં આવશે.
MeitY સ્ટાર્ટઅપ હબ (MSH) ના CEO શ્રી પન્નીરસેલ્વમ મદનગોપાલે જણાવ્યું હતું કે, “જેમ-જેમ ભારત ગ્લોબલ ઇનોવેશન પાવરહાઉસ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ આપણા સ્ટાર્ટઅપ્સ ચપળતા અને પ્રામાણિકતા બંને સાથે વિકાસ પામે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રેઝરપે સાથેની આપણી ભાગીદારી સંસ્થાપકોને સશક્ત બનાવીને આ યાત્રાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, ખાસ કરીને ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં, જ્યાં મૂડી, મેંટરશિપ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની પહોંચ ઝડપથી વિકસિત થઈ રહી છે, જેથી કરીને તેઓ ઝડપથી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. આજના જટિલ ઇનોવેશન લેન્ડસ્કેપને નેવિગેટ કરવામાં પીઅર લર્નિંગ અને શેર્ડ નેટવર્ક્સ શક્તિશાળી સક્ષમકર્તાઓ બનેલ છે. જેમ-જેમ MeitY સ્ટાર્ટઅપ હબ ડીપટેકના સંરક્ષક, ઉભરતા પ્રદેશોમાં ક્ષમતાના નિર્માતા અને સમાવિષ્ટ ટેકનોલોજીના ડ્રાઇવરો બનવા તરફ આગળ વધે છે, તેમ-તેમ આ પ્રકારની ભાગીદારી આપણા વિઝનને વિસ્તૃત કરશે અને પ્રભાવને વેગ આપશે – એ ખાતરી કરશે કે સ્ટાર્ટઅપ્સ ફક્ત ઝડપથી જ નહીં પરંતુ સ્પષ્ટતા, હેતુ અને સ્થિતિસ્થાપકતા સાથે આગળ વધે.”
આ ભાગીદારી રેઝરપેના ભારતભરના શહેરી કેન્દ્રો અને ઉભરતા શહેરોમાં ઉદ્યોગસાહસિકોને ટેકો આપવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. MeitY સ્ટાર્ટઅપ હબ ઉપરાંત રેઝરપેએ સ્થાનિક સ્ટાર્ટઅપ જરૂરિયાતોને અનુરૂપ ક્ષેત્ર-વિશિષ્ટ કાર્યક્રમો આપવા માટે રાજસ્થાન, આસામ અને કેરળ જેવી રાજ્ય સરકારો સાથે ભાગીદારી કરી છે.
સ્ટાર્ટઅપને સક્ષમ બનાવવા માટે રેઝરપેનો દ્રષ્ટિકોણ સુસંગતતા અને ઉદ્દેશ પર આધારિત છે. સંસ્થાપક-પ્રથમ પ્રોડક્ટ્સથી લઈને જે નાણાંની મુવમેન્ટ અને પાલનને સુવ્યવસ્થિત કરે છે, રાઇઝ, વેન્ચર ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો અને ઇમેજિન્ડ થ્રુ એઆઈ અને ધ નેક્સ્ટ બિગ થિંગ જેવા અભિયાનો સુધી કંપની વ્યવસાયો પાછળના લોકોમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે.
#####