ગુજરાત, અમદાવાદ ૦૯ એપ્રિલ ૨૦૨૫: રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “RBL 3.0” (Rotary Box Cricket League)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની રહેશે.
આરબીએલ 3.0 એ માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પણ રોટરીની આંતરિક સંસ્કૃતિ — મૈત્રી, સહકાર અને સેવાભાવ — નો જીવંત પ્રસંગ છે. ટુર્નામેન્ટમાં અમદાવાદની અંદરથી 100 થી વધુ રોટરી અને રોટરેક્ટ ક્લબ્સ અને 100 થી વધુ સેવાભાવી સંગઠનો ભાગ લેશે. આ કાર્યક્રમ “રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ” દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમના ડીસ્ટ્રીકટ ઇવેન્ટ ચેરમેન રોટેરિયન નૈમિષ ઓઝા છે. આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ગવર્નર 2025-26 ના રોટેરીયન નિગમ ચૌધરી, વર્ષ 2026-27 ના ડીસ્ટ્રીકટ ગવર્નર નૈમિષ રવાણી અને વર્ષ 2027-28 ના ડીસ્ટ્રીકટ ગવર્નર શ્યામ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ક્લબ ના પ્રેસિડેન્ટ શ્રી રાજીવ ગુલાટી એ તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઇવેન્ટ માં મુખ્યત્વે ક્લબ સેક્રેટરી હરીશ ટેકચંદાની ઉપરાંત ડીસ્ક્ટ્રીકટ કો-ચેરમેન જીતેન ત્રિવેદી નો મુખ્યત્વે ફાળો રહેલો છે.
ટુર્નામેન્ટના વિશેષ આકર્ષણો:
• પુરુષ ટીમ વિજેતા: ₹40,000 + ટ્રોફી
• પુરુષ ટીમ રનર્સ અપ: ₹25,000 + મેડલ
• મહિલા ટીમ વિજેતા: ₹25,000 + ટ્રોફી
• મહિલા ટીમ રનર્સ અપ: ₹15,000 + મેડલ
• સિનિયર ટીમ વિજેતા: ₹20,000 + ટ્રોફી
• સિનિયર ટીમ રનર્સ અપ: ₹15,000 + મેડલ
સાથે ખાસ કેપ્સની પરંપરા પણ ચાલુ રાખવામાં આવી છે:
• પર્પલ કેપ: ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી માટે
• ઓરેન્જ કેપ: સૌથી વધુ રન બનાવનાર ખેલાડી માટે
• ગ્રીન કેપ : દરેક દિવસનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP)
ટુર્નામેન્ટમાં કુલ 12-13 મેચો એક અઠવાડિયાના ગાળામાં રમાશે.
સમાપન દિવસ:
અંતિમ દિવસમાં વિજેતાઓને ટ્રોફી, મેડલ અને કૅપ્સ આપવામાં આવશે તથા પરિવાર સાથે સંગાથે ભોજન અને પણ યોજાશે.