વિશાલ મિશ્રા અને ડાન્સ ટ્રુપ ક્વિક સ્ટાઈલ દ્વારા પરફોર્મન્સીસ
નવી દિલ્હી ૧૭ માર્ચ ૨૦૨૫: આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની ન્યૂ ઝીલેન્ડ સામે અદભુત જીત અવિસ્મરણીય ઉજવણી બની રહી, જેમાં કોકા-કોલા ઈન્ડિયાએ હાફટાઈમને અગાઉ ક્યારેય નહીં તેવા નજારામાં ફેરવી દીધું હતું. કોક હાફટાઈમ એટલે રિસેટિંગ, રિચાર્જિંગ અને દરેક અવસરનો લાભ. સ્પોર્ટસમાં હોય કે જીવનમાં, આ એવું પૉઝ છે, જે આગામી સમય માટે સુસજ્જ બનવા માટે ઈંધણ પૂરું પાડે છે અને બરફ જેવી ઠંડી ઠંડી કોકા-કોલાથી બહેતર આ જોશને કશું જ મઢી નહીં શકે.
આ અવસરને વધુ બહેતર શું બનાવે છે? અહીં જ કોક સ્ટુડિયો ભારતની એન્ટ્રી થાય છે, જે પ્રસિદ્ધ આઈપી દ્વારા દુનિયાને અમુક આઈકોનિક હિટ્સ, જેમ કે, ‘‘ખલાસી’’ અને ‘‘મેજિક’’ આપ્યાં છે. આ વખતે કોક સ્ટુડિયો ભારતે વધુ એક ચમત્કારી ટ્રેક આપ્યું હતું, ‘‘હોલી આયઈ રે.’’ મથુરા અને વૃંદાવનની સ્વર્ણિમ હોળીની ઉજવણીથી પ્રેરિત ‘‘હોલી આઈ રે’’ સમકાલીન સાઉન્ડ સાથે ભારતીય લોકગીતના અંતરને સહજ રીતે સંમિશ્રિત કરીને તહેવાર માટે તેને ઉત્તમ ગીત બનાવે છે. કોક સ્ટુડિયો ભારત પર તેના ભવ્ય પદાર્પણ પછી ટ્રેક કોક હાફટાઈમ દરમિયાન પરફોર્મન્સમાં કેન્દ્રમાં રહ્યું હતું, જેણે લાખ્ખો ક્રિકેટ અને સંગીતના ચાહકો માટે તહેવારના મૂડમાં ઉમેરો કર્યો હતો.
કોકા-કોલા ઈન્ડિયાના આઈએમએક્સ (ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપીરિયન્સ)ના લીડ શાંતનુ ગાંગણેએ જણાવ્યું હતું કે, “આઈસીસી સંગીત દિગ્ગજ વિશાલ મિશ્રા સાથે કોક સ્ટુડિયો જેવા વિશ્વ કક્ષાના ભાગીદારી સાથે અમારા સંબંધ અને અજોડ સ્થિતિમાં મૂકે છે, જ્યાં અમે રાષ્ટ્રના સૌથી મોટા પેશન પોઈન્ટ્સ- ક્રિકેટ અને એન્ટરટેઈનમેન્ટને એકત્ર લાવી શકીએ છીએ. ક્રિકેટ ફક્ત જોવાતું નથી, પરંતુ જીવવામાં આવે છે. અને કોકા-કોલાએ હાફટાઈમ બ્રેક નહીં પરંતુ દુનિયાભરના ક્રિકેટના ચાહકોને તેમની બેઠક અને સ્ક્રીન સાથે જકડાઈ રહેવા માટે અવસર આપ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં કોકા કોલા હાફ ટાઈમ દરમિયાન વિશાલ મિશ્રાના હોલી આઈ રેના કોક સ્ટુડિયો પરફોર્મન્સે દુનિયાભરના ક્રિકેટના ચાહકો માટે તેને અવિસ્મરણીય ઘટના બનાવી દીધી છે.”
આઈસીસીના ચીફ કમર્શિયલ ઓફિસર અનુરાગ દહિયાએ જણાવ્યું હતું કે, “કોકા કોલા આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ખાતે ફાઈનલમાં ચાહકો માટે કાંઈક વિશેષ નિર્માણ કરવા માગતી હતી અને અમે તે જ કરવા માટે ઈનિંગ્સ બ્રેક દરમિયાન તક જોઈ. કોક હાફટાઈમ સ્ટેડિયમમાં ઊર્જા લાવવા માટે તૈયાર કરાયો હતો અને તે તેણે સ્ટાઈલમાં પ્રદાન કર્યું. વિશાલ મિશ્રાની કોક સ્ટુડિયોનું હોલી આઈ રે ગીતે સ્ટેડિયમને ઉજવણીમાં ફેરવી દીધું હતું. સ્ટેન્ડ્સથી સ્ક્રીન્સ સુધી ચાહકોની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો અને તેમના અતુલનીય પ્રતિસાદે આ અવસરને વધુ ભવ્ય બનાવી દીધો હતો.’’
આ અવિસ્મરણીય ફિનાલે સાથે કોકા-કોલાએ ફરી એક વાર તેની કટિબદ્ધતા પર ભાર આપતાં દરેક આદાનપ્રદાન અવસરને વધુ વિશેષ બનાવી દીધો છે, જેણે હોળી અને ભારતની જીત અત્યંત પ્રતિકાત્મક રીતે ઉજવણી કરવાની ખાતરી રાખી હતી.
*****