ખતરો વધુ મોટો બન્યો.
ધ્યેય વધુ જીવલેણ બન્યો.
અને અદ્રષ્ટિગોચર હીરો સુસજ્જ બન્યા.
ગુજરાત, અમદાવાદ ૨૫ માર્ચ ૨૦૨૫: સોની લાઈવ પર જાસૂસી થ્રિલર અદ્રશ્યમ 2- ધ ઈન્વિઝિબલ હીરોઝનું બહુપ્રતિક્ષિત ટ્રેલર આખરે બહાર આવતાં સઘન જંગ જોવા માટે સુસજ્જ બની જાઓ! 4થી એપ્રિલથી પ્રસારિત થનારી આ સીઝન વધુ દિલધડક એકશન, મન ઢંઢોળનારા વળાંકો અને અણદેખીતા દુશ્મનો સામે રેસનું વચન આપે છે. તણાવ તેની ચરમસીમાએ છે ત્યારે સિરીઝ અભિનેત્રી પૂજા ગોરના રૂપમાં નવો ચહેરો લાવી છે, જે ઓફિસર દુર્ગા તરીકે જોડાતાં ધ્યેયમાં નવી ઊર્જા લાવશે.
રવિ વર્માની ભૂમિકા ભજવતો ઈજાઝ ખાન રોમાંચિત થઈને કહે છે, ‘‘અદ્રશ્યમ 2 વધુ ભવ્ય, વધુ બોલ્ડ અને વધુ સઘન છે. આ સીઝનમાં રવિ એકલો નથી. તેની સાથે અંડરકવર એજન્ટ દુર્ગા પણ છે, જે ભૂમિકા પૂજા ગોર ભજવી રહી છે. તે વાર્તામાં નવું પરિપ્રેક્ષ્ય અને રણભૂમિમાં રોકી નહીં શકાય તેવું બળ લાવી છે. એકત્ર મળીને અમે અગાઉ કરતાં પણ વધુ ખતરનાક દુશ્મોનો સામનો કરીશું. જો તમે સીઝન 1 રોમાંચક હતી એવું વિચારતા હોય તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ તો હજુ શરૂઆત હતી.’’
શો માટે રોમાંચ વ્યક્ત કરતાં દુર્ગા તરીકે પૂજા ગોર કહે છે, ‘‘આ ભૂમિકા મેં અગાઉ ક્યારેય કરી નથી. મારું પાત્ર ફક્ત એક અધિકારીનું નથી, પરંતુ તે બહુ જ શક્તિશાળી છે, તે લડવા, પીછો કરવા અને તેના લોકોની સુરક્ષા માટે ત્યાગ આપવા પણ સુસજ્જ છે. તેની સામે પડકાર વધુ ઘાતકી છે, જેથી તેણે પોતાની સીમાઓ પાર કરવાની છે, પરંતુ તે છતાં તે પીછેહઠ કરે તેમ નથી. અદ્રશ્યમ 2 દિલધડક છે અને દર્શકોનો પ્રતિસાદ જોવાની મને ઉત્સુકતા છે!’’
અદ્રશ્યમ 2- ધ ઈન્વિઝિબલ હીરોઝ ખતરાઓ ત્રાટકે તે પૂર્વે તેને ખાળવા માટે કામ કરતી કોવર્ટ ટીમ પર આધારિત છે. ઈજાઝ ખાનના રવિ વર્મા અને હવે પૂજા ગોરની દુર્ગાની આગેવાનીમાં આ સીઝન વધુ ઘેરાં કાવતરાં, જીવલેણ દગાબાજી અને રાષ્ટ્રનું રક્ષણ કરવા સઘન લડાઈ લાવશે. કલાકારોમાં સ્વરૂપ ઘોષ અને તરુણ આનંદ પણ છે.
પ્રોડ્યુસર તરીકે સચિન પાંડે અને આદિત્ય પાંડે સાથે બોમ્બે શો સ્ટુડિયોઝ એલએલપીના ટેકા સાથે અદ્રશ્યમ 2- ધ ઈન્વિઝિબલ હીરોઝ બેરોકટોક એકશન અને સસ્પેન્સ પ્રદાન કરવા માટે સુસજ્જ છે.
એકશન જોવાનું ચૂકશો નહીં! અદ્રશ્યમ 2- ધ ઈન્વિઝિબલ હીરોઝનું પ્રસારણ 4થી એપ્રિલથી ખાસ સોની લાઈવ પરથી થશે!