Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: ઉનાળામાં બિહારના કેટલાય જીલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. આ સાથે ઠેરઠેર વિજળી પડવાથી પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ લોકોનાં મોત નિપજયા છે. દરભંગા, મધુબની, સમસ્તીપુર અને બેગુસરાઈ જીલ્લાઓમાં ૧૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને બિહાર મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૦૦,૦૦૦ રુપિયાની રાશી અર્પણ કરી છે. જે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.

જામનગરના ધ્રોલ નજીક સુમરા ગામે એક મહિલાએ તેના ૪ બાળકો સહિત આપધાત કરી લેતાં પરિવારનો માળો વિંખાઈ ગયો છે. આ મહિલાના ભાઈને રુપિયા ૫૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પોરબંદર શહેરમાં મકાનનો કાટમાળ ઉતારતી વખતે બે રબારી યુવકોનાં અકસ્માતમાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. વિવિધ ઘટનાઓ માં કુલ મળીને રુપિયા ૧,૮૧,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ૨૦૨૪નું આયોજન.

viratgujarat

લુબી ઇન્ડસ્ટ્રીઝ LLPને 1400 ફાસ્ટ DC EV ચાર્જર્સ ઉપલબ્ધ કરાવા માટે BPCLનો કોન્ટ્રાક્ટ મળ્યો, આ પ્રોજેક્ટથી ભારતના કુલ EV નેટવર્કમાં વધારો થશે

viratgujarat

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતની વિકાસ પામી રહેલી ક્રિએટિવ ઈકોનોમી પર પ્રકાશ પાડે છે.

viratgujarat

Leave a Comment