Virat Gujarat
આંતરરાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો હુકમ રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ

આજેરોજ નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરની કોપી પ્રાપ્ત થઈ. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આદેશ દ્વારા ગુજરાત સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૪ના જમીન પરત લેવાના આદેશને તેમજ સદર બાબતે થયેલ PIL No.17/2011 રદ કરેલ છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણયથી સદર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે. જે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને નોંધપાત્ર રાહત આપે છે. માનનીય, સુપ્રીમ કોર્ટે કરેલ સદર હુકમ અમો કંપનીને આવકાર્ય છે.

ઓર્ડરના મહત્વપૂર્ણ મુદ્દાઓનો સારાંશ:
• આ જમીન પરત લેવાનો આદેશ કંપનીને કોઈ નોટિસ આપ્યા વિના, સુનાવણી આપ્યા વિના અને કારણ
બતાવવાની તક આપ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો.
• અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડે ભારતની સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ
કોર્ટે તા. ૧૦ જુલાઈ ૨૦૨૪ના આદેશ દ્વારા હાઈકોર્ટના આદેશની અમલવારી પર સ્ટે મૂક્યો હતો.
• પ્લીડિંગ્સ પૂર્ણ થયા બાદ, આ મામલાની વિગતવાર સુનાવણી ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કરવામાં આવી.
• આ સુનાવણીમાં ગુજરાત સરકારના જમીન પરત લેવાના આદેશને કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે અને
સદર બાબતે થયેલ PIL ને પણ ડિસ્પોઝ કરવામાં આવેલ છે..
• સુપ્રીમ કોર્ટના આ ઓર્ડરથી સદર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે.
જે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને નોંધપાત્ર રાહત આપે છે.

Related posts

2025 માં દુબઈની મુલાકાત લેવાના 25 કારણો

viratgujarat

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી

admin

અભય પ્રભાવના: ભારતનું ‘મ્યુઝિયમ ઓફ આઇડિયાઝ’ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી સાથે એક નવા યુગની શરૂઆત કરે છે

viratgujarat

Leave a Comment