Virat Gujarat
CSR પ્રવૃત્તિઓગુજરાતરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

રોટરેક્ટ ક્લબ અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા નિસ્વાર્થ લહિયાઓ અને તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદ | ૧૧ જુલાઈ ૨૦૨૫: રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઈન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા સંયુક્તપણે એક વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ અંધશાળા, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સામે, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાયો હતો.

આ સમારોહનો મુખ્ય હેતુ એવા નિસ્વાર્થ લહિયાઓને બિરદાવવાનો છે, જેઓ શાળા અને કોલેજમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પરીક્ષામાં પેપર લખે છે. આ લહિયાઓનો સહયોગ પ્રશંસનીય છે અને તેમના યોગદાનને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉપરાંત, માર્ચ 2025 માં ધોરણ 10 અને 12 ની પરીક્ષા વિશેષ શાળાઓમાંથી પાસ કરનાર અને પોતાની શાળામાં પ્રથમ કે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પણ આ પ્રસંગે બિરદાવવામાં આવ્યા. તેમની મહેનત અને સિદ્ધિઓ અન્યો માટે પ્રેરણારૂપ છે.

આ કાર્યક્રમમાં સંસ્થાને વિવિધ રીતે મદદ કરનાર સ્વયંસેવકો (વોલન્ટિયર્સ) નું પણ સન્માન કરવામાં આવ્યું, કારણ કે તેમના સહયોગ વિના આવા કાર્યક્રમોનું આયોજન શક્ય નથી.

Related posts

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે બેસો.

viratgujarat

નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમ માં ‘તેજપુંજ’ અને ‘અટલ અંજલિ’ બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે થયેલું લોકાર્પણ

viratgujarat

કુશલ ધામએ બીએનઆઈ પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

viratgujarat

Leave a Comment