Virat Gujarat
ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સરાષ્ટ્રીયહેડલાઇન

કોટકએ સોલિટેર લોન્ચ કર્યુ – એક વિશિષ્ટ આમંત્રિત – સમૃદ્ધ બેન્કિંગ કાર્યક્રમ

તમે અરજી કરી શકશો નહીં – તમને આમંત્રણ આપવું જ પડશે!

મુંબઇ | ૨૩ જુલાઈ ૨૦૨૫ – કોટક મહિન્દ્રા બેન્કએ જે કોટક સોલિટેર લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે, આ એક સૌપ્રથમ બેન્કિંગ દરખાસ્ત છે જે ફક્ત ભારતના ખરા સમૃદ્ધ લોકો માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફક્ત એક પ્રોડક્ટ નથી – પરંતુ એક વિશેષાધિકાર છે.

સોલિટેર એ ફક્ત આમંત્રણ છે, જે એવી વ્યક્તિઓ અને પરિવારો માટે અનામત જેઓ કોટક સાથે ઊંડી, બહુ પરિમાણીય નાણઆંકીય સંબંધ ધરાવે છે. તે એકાઉન્ટ બેલેન્સ વિશે જ નથી પરંતુ તે સમગ્ર થાપણો, રોકાણો, લોન્સ, વીમો અને ડીમેટ હોલ્ડિંગ્સ કે જે બેન્ક દ્વારા પ્રદાન કરવાં આવે છે અને જેની પારીવારિક ધોરણે ગણતરી કરવાં આવે છે તેવી ટોટલ રિલેશનશિપ વેલ્યુ છે.

“ભારતનો સમૃદ્ધ સેગમેન્ટ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેમનો બેંકિંગ અનુભવ ગતિ પકડી શક્યો નથી,” એમ કોટક મહિન્દ્રા બેંકના પ્રેસિડન્ટ – અફ્લુઅન્ટ, એનઆરઆઇ, અને બિઝનેસ બેંકિંગના વડા અને ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસીને જણાવતા ઉમેર્યુ હતું કે “સોલિટેર એ શૂન્યવકાશનો અમારો પ્રતિભાવ છે. તે કોઈ ઉત્પાદન નથી – તે એક પ્રસ્તાવ છે. સોલિટેર સફળતાને ઓળખે છે, મહત્વાકાંક્ષાનો આદર કરે છે, અને બેંકિંગ કેવું હોવું જોઈએ તેની પુનઃકલ્પના કરે છે.”

ડીપ કસ્ટમર ઇનસાઇટ

વ્યાપક સંશોધનથી સમૃદ્ધ ગ્રાહકો અને તેમની બેંકો વચ્ચે સ્પષ્ટ અંતર બહાર આવ્યું હતુ. તેઓ અદ્રશ્ય, અપ્રાપ્ય અને ભાવનાત્મક રીતે તેમની બેંકોથી અંતર અનુભવતા હતા. કોટકે સાંભળ્યું – અને એક ઉકેલ બનાવ્યો જે તેમને મુંજવતા મુખ્ય મુદ્દાઓને સીધા સંબોધે છે:

  • માન્યતા અને વ્યક્તિગતકરણનો અભાવ
  • નાણાકીય ઉત્પાદનોમાં ખંડિત સેવા
  • કૌટુંબિક સ્તરના બેંકિંગ અનુભવનો અભાવ
  • જીવનશૈલી અને આકાંક્ષાઓને અવગણતી સામાન્ય ઓફરો

સોલિટેર: સમ-દ્ધ બેન્કિંગમાં એક નવું ધોરણ

સોલિટેર એ ફાયદાઓના સમૂહથી વધુ છે – તેપુનઃકલ્પિત અનુભવ છે, જે ગ્રાહકને અને તેમના પરિવારે કેન્દ્રમાં મુકે છે:

  • હોમ લોન, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ માટે રૂ. 8 કરોડની પૂર્વ-મંજૂર ક્રેડિટ લાઇન**
  • પગારદાર વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે સેગમેન્ટ-વિશિષ્ટ સોલ્યુશન્સ
  • શેર કરેલી ક્રેડિટ મર્યાદા** અને વિશેષાધિકારો સાથે ફેમિલી-ફર્સ્ટ બેંકિંગ
  • સરળ, હાઇ-ટચ સપોર્ટ માટે સમર્પિત સંબંધ અને સેવા મેનેજર્સ
  • બેંકિંગ, સંપત્તિ, વીમા^ અને જીવનશૈલીમાં કોટકના શ્રેષ્ઠ માટે એકીકૃત અનુભવ

સોલિટેર ક્રેડિટ કાર્ડઃ વિશિષ્ટતા માટે રચાયેલ

સોલટેર અનુભવના આભાગ રૂપે, કોટક સોલિટેર ક્રેડિટ કાર્ડ રજૂ કરે છે – કાર્યક્રમના સિદ્ધાંતોનું પ્રતિબિંબ

  • ફક્ત આમંત્રણ: ફક્ત સોલિટેર ગ્રાહકો માટે
  • સોલિટેર ગ્રાહકો માટે કોઈ વાર્ષિક ફી નથી
  • ઉચ્ચ ક્રેડિટ મર્યાદા
  • પ્રાથમિક અને એડ-ઓન્સ માટે અમર્યાદિત લાઉન્જ ઍક્સેસ. મહેમાન પ્રવાસીઓને પણ લાઉન્જની ઍક્સેસ મળે છે. હવે, સમગ્ર પરિવાર લાઉન્જ ઍક્સેસ મેળવી શકે છે.
  • કોટક અનબોક્સ દ્વારા મુસાફરી ખર્ચ પર 10% એરમાઇલ્સ કમાઓ અને એક્સિલરેટેડ કેટેગરીઝ પર પ્રતિ સ્ટેટમેન્ટ સાયકલ રૂ. 1,00,000 એર માઇલ્સની ઉદાર મર્યાદા સાથે અન્ય પાત્ર ખર્ચ પર 3% એરમાઇલ્સ કમાઓ. કૌટુંબિક મુસાફરી માટે મોટી બચત
  • શૂન્ય ફોરેક્સ માર્કઅપ – તમારા બધા ખર્ચ માટે એક કાર્ડ.
  • રૂ. 7500 સુધીના વ્યવહારો માટે ફ્યુઅલ સરચાર્જ માફ
  • એરમાઇલ્સ માટે રિડેમ્પશન વિકલ્પોની વિશાળ શ્રેણી. આમાં ફ્લાઇટ બુકિંગ, હોટલ અને લોકપ્રિય એરલાઇન અને હોટેલ લોયલ્ટી પ્રોગ્રામ્સમાં માઇલ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.

“આ કાર્ડ ફક્ત તમને પુરસ્કાર આપતું નથી – તે તમારી મુસાફરીનો આદર કરે છે,” એમ ક્રેડિટ કાર્ડઝની બિઝનેસ વડા ફ્રેડરિક ડિસોઝાએ જણાવતા ઉમેર્યું હતુ કે “તે એવા લોકો માટે રચાયેલ છે જેમણે ટોચ પર પોતાનું સ્થાન મેળવ્યું છે – અને ઇચ્છે છે કે તેમનો પરિવાર સમાન સ્તરની સેવા અને માન્યતાનો આનંદ માણે.”

એક્સક્લુઝિવિટી રીડિફાઇન્ડ

સોલિટેર ફક્ત આમંત્રણ દ્વારા ઉપલબ્ધ છે. ગ્રાહકોને કોટકના ઇકોસિસ્ટમમાં તેમના સંબંધોના મૂલ્ય અને જોડાણના આધારે આમંત્રિત કરવામાં આવે છે. તે એક એવો કાર્યક્રમ છે જે જથ્થા કરતાં ગુણવત્તાને અને પહોંચ કરતાં માન્યતાને પ્રાથમિકતા આપે છે.

સોલિટેર કોટકના વિશ્વાસ અને શ્રેષ્ઠતાના વારસા પર બનેલ છે

કોટક મહિન્દ્રા બેંક ભારતની અગ્રણી નાણાકીય સંસ્થાઓમાંની એક છે, જેના પર ભારતના ટોચના 100 પરિવારોમાંથી 60% લોકો સંપત્તિ વ્યવસ્થાપન માટે વિશ્વાસ રાખે છે. આ ઊંડાણપૂર્વકનો આત્મવિશ્વાસ જ સોલિટેરને શક્તિ આપે છે – એક એવો પ્રસ્તાવ જે ભારતના સૌથી સફળ વ્યક્તિઓ અને પરિવારોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

Related posts

ઈંતેજારી ખતમ! અદ્રશ્યમ 2- ધ ઈન્વિઝિબલ હીરોઝનું ટ્રેલર બહાર પડ્યું, સ્ક્વોડનો નવો ચહેરો રજૂ

viratgujarat

એન.આઈ.આઈ.ટી યુનિવર્સિટી દ્વારા સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એડમિશન ઓપન હાઉસનું આમંત્રણ

viratgujarat

ગાંધીધામ, ગુજરાતમાં ‘પ્રો એડવાન્ટેજ’ ઇવેન્ટ દરમિયાન વીઇસીવીએ તેના નવા હોલેજ અને ટિપર ટ્રકોનું પ્રદર્શન કર્યું

viratgujarat

Leave a Comment