સમાજ ના ટ્રાન્સ જેન્ડર અને સેક્સ્યુઅલ વર્કર માટેનો એક અનોખો કાર્યક્રમ “સહેલી” ગ્રુપ ના સંસ્થાપક ડૉ.પારુલ રાજેશ શાહ દ્વારા હાર્ટ ફાઉન્ડેશન ,અમદાવાદ ના ડો.નીતિન સુમંત શાહ ના સહયોગ થી ૧૩-૧-૨૦૨૬ ના રોજ પરિમલ ઉદ્યાન ખાતે કરવામાં આવ્યો.૧૦૮ જેટલા ટ્રાન્સ જેન્ડર અને સેક્સ્યુઅલ વર્કરો એ કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લીધો.સમાજ ના વંચિત વર્ગને પગભર કરી સમાજ ના સાંપ્રત પ્રવાહ માં ભેળવવાના આ કાર્યક્રમ માં શહેર ના મેયર શ્રીમતી પ્રતિભા બેન જૈન, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન દેવાંગ ભાઈ દાણી એ હાજર રહી કાર્ય ને બિરદાવ્યુ હતું .હાજર સૌ ટ્રાન્સજેન્ડર અને સેક્સ્યુઅલ વર્કરો ને રાશન કીટ આપવા ઉપરાંત સ્વનિર્ભર થવા માટે લારી,નોકરી માટે મદદ કરવા ઉપરાંત નરેન્દ્રભાઇ મોદી ના સ્કીલ ઇન્ડિયા કાર્યક્રમ અન્વયે તાલીમ આપી પગભર બનાવવામાં મદદ કરવા ડૉ.શાહે જણાવ્યું હતું
કાર્યક્રમ માં ફિક્કી ફલો ના ચેર પર્સને મધુબેન, પાવનીબેન બકેરી , લાયન્સ ક્લબના હોદ્દેદાર અનુજ ભાઈ મહેતા, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ના ભૂ. પૂ.મેડિકલ સુપ્રિ.ડૉ.રાજેશ શાહ ,અદાણી ફાઉન્ડેશન ના વાસિમભાઈ,ઝીલબેન અમિતભાઈ, સત્યાજી ગુપ્તા,સંતોષ અગ્રવાલ,એમએ લેડીસ ક્લબ પ્રેસિડેન્ટ સુશીલા બેન વીગેરે હાજર રહ્યા હતા.
