Virat Gujarat
બિઝનેસ

તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ

અમદાવાદ/ચેન્નાઈ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: ૧૮.૧૫ ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ભારતની
સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવરે આજે જણાવ્યું હતું કે તેની પેટાકંપની મોક્સી
પાવર જનરેશન લિ. (MPGL) ને તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (TNPDCL) તરફથી પાંચ
વર્ષના સમયગાળા માટે ૫૫૮ મેગાવોટ (નેટ) વીજળી પુરી પાડવા માટે લેટર ઓફ એવોર્ડ (LoA)
પ્રાપ્ત થયો છે.
તમિલનાડુના તુતીકોરિનમાં મોક્સી પાવર ૧,૨૦૦ મેગાવોટ (૨X ૬૦૦ મેગાવોટ)ની ક્ષમતાના
પાવર પ્લાન્ટ ચલાવે છે. ૧ એપ્રિલ ૨૦૨૬ થી પ્રતિ યુનિટ રૂ. ૫.૯૧૦ના દરથી વીજ પુરવઠો આપવાની
શરૂઆત કરવા માટેની અદાણી પાવરે ઓફર કરીને તીવ્ર સ્પર્ધાત્મક બોલીમાં સૌથી ઓછી બોલી
લગાવનાર તરીકે તે ઉભરી આવી હતી.
આમ હવે પ્લાન્ટના આ બંને એકમો વીજ પુરવઠા કરાર ધરાવવા સાથે અદાણી પાવરની કુલ
સંચાલન ક્ષમતાના ૯૫% થી વધુ મધ્યમથી લાંબા ગાળાના કરારો વડે સુરક્ષિત અને લાંબા ગાળાની
નોંધપાત્ર આવક સુનિશ્ચિત કરે છે. તદુપરાંત કંપનીને ટૂંકા ગાળાની બજાર અસ્થિરતાથી પણ બચાવે છે.
આવનારા વર્ષોમાં તેના તમામ કાર્યરત અને ચાલુ પ્લાન્ટ્સ માટે ૧૦૦% પાવર પરચેઝ એગ્રીમેન્ટ
કરવાનું કંપનીનું લક્ષ્ય છે.
આ વીજ પુરવઠા સમજૂતી તમિલનાડુના ગ્રાહકોને વધારાની વિશ્વસનીય અને ઉચ્ચ-ગુણવત્તાવાળી
૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા સાથે જરુરી ગ્રીડ સ્થિરતામાં વધારો કરીને આવાસો, વ્યવસાયો
અને ઔદ્યોગિક એકમોને અવિરત વીજળી પુરવઠાનું પીઠબળ આપીને ઉપભોક્તાને લાભ આપવાની
કંપનીની અપેક્ષા છે. ગ્રાહકોને સ્પર્ધાત્મક દરે વીજળી ઉપલબ્ધ કરાવીને આગામી વર્ષોમાં વધુ સસ્તી
અને વિશ્વસનીય ઊર્જાનો લાભ મળશે તેવી અપેક્ષા છે.

Related posts

ગેલેક્સી S25 સેમસંગનો બેસ્ટ સ્માર્ટફોન, તમારો અસલી AI સાથીઃ ટીએમ રોહ

viratgujarat

સેમસંગ દ્વારા ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G નવા રંગમાં રજૂઃ ગેલેક્સી A સિરીઝમાં ફેસ્ટિવ ઓફર્સ જાહેર

viratgujarat

લાંબા ગાળાની અસર માપવી એક પડકાર છે, જ્યારે ભારતમાં 94% B2B માર્કેટર્સનું માનવું છે કે, AI એ ઉચ્ચ ROIને પ્રોત્સાહન આપી રહ્યું છે : લિંક્ડઇન

viratgujarat

Leave a Comment