Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

7–8 માર્ચે કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬

અમદાવાદ, ૯ફેબ્રુઆરી૨૦૨૬:ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપેગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સનીપ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરી 2026ના રોજકરવામાં આવ્યું.આ એવોર્ડ્સનું આયોજનAR9 Holidays Pvt. Ltd.દ્વારાકરવામાં આવી રહ્યું છે, જેમાં7 માર્ચે કલ્ચરલ નાઈટઅને8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઈટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળકચ્છ યાત્રા રિસોર્ટ, ધોરાડો (White Rann of Kutch)ખાતે કરવામાં આવશે.આ એવોર્ડ્સના આયોજન અંગે AR9 Holidays Pvt. Ltd.  ના ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક શ્રી અરવિંદ રૂપાલિયા એ માહિતી આપી.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ નું સંચાલન અને માર્ગદર્શનશ્રી હેતલ ઠક્કર, શ્રી જીગર ચૌહાણ અને શ્રી વિવેક ઠક્કરદ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સને માત્ર એક એવોર્ડ ફંક્શન નહીં પરંતુ ગુજરાતી ઓળખ, ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિનું મંચ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સઅંતર્ગતકલા, સંસ્કૃતિ, ક્રિએટર્સ, ફિલ્મ અને સંગીતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓ ને40થી વધુ કેટેગરીઓમાંસન્માનિત કરવામાં આવશે. તમામ કેટેગરીઓમાં વિજેતાઓની પસંદગીસ્વતંત્ર રીતે અને નિષ્પક્ષ જ્યુરી દ્વારાકરવામાં આવશે, જે આ એવોર્ડ્સની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.

આ એવોર્ડ્સના આયોજન અંગેAR9Holidays Pvt. Ltd.ના ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક શ્રી અરવિંદ રૂપાલિયાએ પોતાના વિશેષ નિવેદનમાં જણાવ્યું હતું કે,
ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સજેવી પહેલ કચ્છ માટે ગૌરવની બાબત છે. કચ્છ માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ હવે તે ગુજરાતી કલા અને સંસ્કૃતિના વૈશ્વિક ઉત્સવનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. AR9 માટે આ એક ગૌરવપૂર્ણ અવસર છે કે અમે આ પ્રથમ આવૃત્તિનું આયોજન કરી રહ્યા છીએ અને કચ્છ યાત્રા રિસોર્ટમાં ગુજરાતની ઓળખને વૈશ્વિક મંચ મળી રહ્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે,“7 માર્ચની કલ્ચરલ નાઈટ અને 8 માર્ચની એવોર્ડ નાઈટ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ ગુજરાતની આત્મા, પરંપરા અને આધુનિક સર્જનાત્મકતાનું સંયોજન હશે.”

કચ્છના સફેદ રણમાં આ સ્તરનો ગ્લોબલ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આયોજક શ્રીમતી મિતલ પટેલ જણાવે છે કે કચ્છની જનતા આ કાર્યક્રમને માણવા માટે અત્યારથી જ ઉત્સાહભેર આતુર બની ગઈ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનાIncredible Indiaના સપનાને સાકાર કરવાની દિશામાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડ ચોક્કસ સહયોગી બનશે તેવી આશા વ્યક્ત કરતાં તેઓ સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય સુધી ગુજરાતની કલા, સંસ્કૃતિ, સિનેમા, સંગીત અને ડિજિટલ ક્રિએટર્સની પ્રતિભાને પહોંચાડવાનો છે. આ એવોર્ડ્સ ગુજરાતના પરંપરાગત વારસાને આધુનિક વૈશ્વિક પ્લેટફોર્મ સાથે જોડવાનો પ્રયાસ છે.

9 ફેબ્રુઆરીના લોન્ચ ઇવેન્ટ સાથે જગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ– First Editionમાટેની ઔપચારિક યાત્રાનો આરંભ થયો છે, જે આવનારા સમયમાં ગુજરાતી ગૌરવનું એક પ્રતિષ્ઠિત વૈશ્વિક બ્રાન્ડ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Related posts

ઇન્શોયરન્સ અવરનેસ કમિટી (IAC-લાઇફ)ના ચેરપર્સન કમલેશ રાવના મંતવ્યો:

viratgujarat

ફુજીફિલ્મ ઇન્ડિયા અને ઉપાસના કામિનેની કોનિડેલાએ સ્તન કેન્સર જાગૃતિ માટે CSR ઝુંબેશ શરૂ કરી

viratgujarat

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના

viratgujarat

Leave a Comment