Virat Gujarat
બિઝનેસ

“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

10 માર્ચ, 2026: ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમક્રમે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી શ્રીપાલ યેસો નાઈકે 10 માર્ચ, 2026 ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો લેખિત જવાબ આપતા આ માહિતી ઉપબલ્ધ બનાવી હતી.

ગુજરાત પછી, રાજસ્થાન 10,726 મેગાવોટની મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કુલ 11 સોલાર પાર્ક સાથે બીજા ક્રમે છે. દેશમાં 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ છે.

પ્રોજેક્ટ્સના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાર પાર્ક યોજના સહિત સૌર ઊર્જા પ્રોજેક્ટના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોમાં મુખ્યત્વે જમીન સંપાદન, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટેની સમયરેખા સાથે તાલમેલ સાધવો, અને ટેરિફ અપનાવવામાં વિલંબ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, મંત્રાલય સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે નિયમિત બેઠકો અને વાતચીત દ્વારા આ પડકારોને હળવા કરવા માટેના તમામ જરૂરી પ્રયાસો કરી રહ્યું છે.

શ્રી નથવાણી અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ યોજના હેઠળ વિકસિત અથવા વિકસાવવામાં આવી રહેલા સોલાર પાર્કની સંખ્યા, દેશમાં આ સોલાર પ્રોજેક્ટ્સની મદદથી ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકોની વિગતો અને આ યોજનાના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણવા માંગતા હતા.

ગુજરાતમાં સોલાર પાર્ક:

ક્રમનં. પાર્કનુંનામ મંજૂરક્ષમતા (મેગાવોટ)
1 રાધાનેસડા (Radhnesada) સોલારપાર્ક, બનાસકાંઠાજિલ્લો 700
2 ધોલેરાસોલારપાર્ક, અમદાવાદજિલ્લો 1,000
3 NTPC RE પાર્ક, કચ્છજિલ્લો 4,750
4 GSECL RE પાર્ક, કચ્છજિલ્લો 3,325
5 GIPCL RE પાર્કફેઝ-I, કચ્છજિલ્લો 600
6 GIPCL RE પાર્કફેઝ-II, કચ્છજિલ્લો 1,200
7 GIPCL RE પાર્કફેઝ-III, કચ્છજિલ્લો 575
  કુલ 12,150

Related posts

ક્રિકેટ જ્યારે પૉઝ થાય છે, મ્યુઝિક વાગે છે ત્યારે કોકા-કોલા ઈન્ડિયા આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સેમી-ફાઈનલને રિફ્રેશ કરે છે

viratgujarat

WPP મીડિયાના સહયોગથી બ્રિટાનિયા સાત ભાષાઓમાં BourbonIT સીઝન 2 આવી રહી છે

viratgujarat

‘Born Out of Line’ 2025 યેઝદી રોડસ્ટરનો આવિષ્કાર – યેઝદી ફિલસૂફી ઉપર ડિઝાઇન કરેલું, આગવી સ્ટાઇલ જીવંત કરવા કસ્ટમાઇઝ કરી શકાય તેવું પરફોર્મન્સ ક્લાસિક

viratgujarat

Leave a Comment