Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુર પેટ્રિઓટ્સ દબંગ દિલ્હીને હરાવી ફાઈનલમાં; શ્રીજા અકુલા-યશાંશ મલિક 8-7ની રોમાંચક જીતમાં ઝળક્યા

ગુજરાત, અમદાવાદ ૧૩ જૂન ૨૦૨૫: ભારતીય સ્ટાર શ્રીજા અકુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં શુક્રવારે રમાયેલ સેમિફાઈનલમાં પણ પોતાનું અજેય અભિયાન જાળવી રાખ્યું હતું. આ ઉપરાંત યશાંશ મલિકે સાથિયાન જ્ઞાનસેકરનને ચોંકાવ્યો હતો. જેની મદદથી જયપુર પેટ્રિઓટ્સે દબંગ દિલ્હીને રોમાંચક મુકાબલામાં 8-7થી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

યશાંશ મલિકે દિલ્હીના કેપ્ટન સાથિયાનને 2-1(11-10, 11-9, 6-11)થી હરાવ્યો હતો. જે પછી ટાઈની અંતિમ ગેમમાં શ્રીજા અકુલા એ દિયા ચિતાલેને મજબૂત સંઘર્ષમાં મહાત આપી હતી. સેમિફાઈનલની પ્રથમ મેચમાં જયપુરના કનક ઝા એ ઈઝાક ક્વેકને હરાવી ગત હારનો બદલો લીધો. જે પછી દિલ્હીએ કમબેક કરતા મારિયા શાઓએ બ્રિટ એરલેન્ડને 2-1થી મહાત આપી. સાથિયાન/શાઓની જોડીએ મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવી દિલ્હીને 4-2ની લીડ અપાવી હતી. જે પછી યશાંશ અને શ્રીજાએ રોમાંચક મુકાબલાઓ જીતી જયપુર પેટ્રિઓટ્સને પ્રથમવાર ફાઈનલમાં સ્થાન અપાવ્યું. શ્રીજા અકુલા “ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ” અને દબંગ દિલ્હીની મારિયા શાઓ એ “ફોરેન પ્લેયર ઓફ ધ ટાઈ” ના એવોર્ડ જીત્યા. દિયા ચિતાલેને “શૉટ ઓફ ધ ટાઈ”નો એવોર્ડ મળ્યો.

Related posts

રામજનમની ગરિમાપૂર્ણ પણ સાદાઇથી ઊજવણી થઇ.

viratgujarat

1441 ભારતીય શહેરો અને 109 દેશમાં વૈશ્વિક સ્તરે 834 શહેરોમાં છ દિવસ માટે પ્રોપર્ટી બુક કરાઈઃ મેકમાયટ્રિપનું ‘ટ્રાવેલ કા મુહૂરત’ ભારતની વિસ્તરતી પ્રવાસની પહોંચનું માપન કરે છે

viratgujarat

પ્રધાનમંત્રી મોદીના હસ્તે અદાણી પોર્ટસના હલ્દિયા ટર્મિનલમાં ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ડ્રાય બલ્ક સુવિધા રાષ્ટ્રને સમર્પિત

viratgujarat

Leave a Comment