Virat Gujarat
બિઝનેસ

રાષ્ટ્રીય, 10 માર્ચ 2026: InterGlobe Aviation Limited (IndiGo)ના CEO પીટર એલ્બર્સે રાજીનામું આપ્યું છે અને તેઓ તાત્કાલિક પદમુક્ત થશે. નિર્દેશક મંડળ પીટરને સંગઠન માટે આપેલા તેમના યોગદાન અને સેવા બદલ આભાર વ્યક્ત કરે છે અને તેમના ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છા પાઠવે છે.

IndiGoના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા, કંપની દ્વારા નવા નેતાના આગમનની જાહેરાત થાય ત્યાં સુધી (જે ટૂંક
સમયમાં થવાની અપેક્ષા છે) આંતરિમ ગાળામાં એરલાઇનના સંચાલન સંબંધિત કાર્યોની જવાબદારી સંભાળશે.
“કંપનીનું કલ્ચર વધુ મજબૂત કરવા, ઓપરેશનલ એક્સેલન્સને વધુ દૃઢ બનાવવા અને ગ્રાહકોને કાળજી,
વિશ્વસનીયતા અને વ્યાવસાયિકતાની ઉત્તમ સેવા પહોંચાડવાની પ્રતિબદ્ધતાને વધુ ઊંડી બનાવવા માટે રાહુલ ફરીથી
એરલાઇનના સંચાલનની જવાબદારી સંભાળવા પરત આવ્યા છે,” એમ બોર્ડના ચેરમેન વિક્રમ સિંહ મેહતાએ
જણાવ્યું.
“IndiGoની સ્થાપના કરી, બાવીસ વર્ષ સુધી કંપનીની સંભાળ અને વિકાસ કર્યા બાદ, આપણા દેશ પ્રત્યે,
એરલાઇનના ગ્રાહકો, કર્મચારીઓ, શેરહોલ્ડર્સ તેમજ અન્ય તમામ હિતધારકો પ્રત્યે મને વ્યક્તિગત પ્રતિબદ્ધતા અને
જવાબદારીની ઊંડી લાગણી અનુભવાય છે,” એમ રાહુલ ભાટિયાએ જણાવ્યું. “કલ્ચર, સેવા શ્રેષ્ઠતા અને
હિતધારકોનો વિશ્વાસ — આ બધાને તેની કામગીરીના કેન્દ્રમાં રાખીને, IndiGo ભારત અને તેના લોકોની સેવા
કરવા માટે તેના વ્યૂહાત્મક ફોકસને વધુ ધારદાર બનાવતું રહેશે; એવી એરલાઇન જે વ્યાવસાયિક રીતે સંચાલિત,
ઓપરેશનલી વિશ્વસનીય અને વૈશ્વિક સ્તરે આદરણીય હોય.”

Related posts

ટાટા મોટર્સે બેંગ્લોરમાં ટકાઉ શહેરી પરિવહનને મજબૂત કર્યું

viratgujarat

સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર

viratgujarat

આજ કુછ તૂફાની કરતે હૈં : હનુમાનકાઈન્ડ અને થમ્સ અપ ભારત વિ. પાકિસ્તાન આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપનો રોમાંચને નવી ઊંચાઈએ લઈ જાય છે

viratgujarat

Leave a Comment