Virat Gujarat
બિઝનેસ

રિલાયન્સ રિટેલ લિમિટેડે ‘પહાડી લોકલ’ બ્રાન્ડને તેના બિઝનેસ સહિત હસ્તગત કરવા સાથે, હેતુ-આધારિત બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ્સ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા સુદૃઢ કરી

મુંબઈ, 9મી માર્ચ 2026:ભારતની સૌથી મોટી રિટેલર, રિલાયન્સ રિટેલ લિમિટેડે પહાડી ગુડનેસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ‘પહાડી લોકલ’ બ્રાન્ડનું તેના બિઝનેસ સહિત હસ્તાંતરણ પૂર્ણ કર્યાની આજે જાહેરાત કરી છે. ‘પહાડી લોકલ’ ઝડપથી વિકસી રહેલી ભારતીય બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ છે જે તેની પ્રકૃતિ આધારિત, હિમાલયના કુદરતી સ્ત્રોતોથી પ્રેરિત ફોર્મ્યુલેશન્સ માટે જાણીતી છે.

હિમાલયના ઘટકોની શુદ્ધતા અને અસરકારકતાને રોજિંદી પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં આણવાના મિશન સાથે સ્થપાયેલી ‘પહાડી લોકલ’ એ ભારતના ઝડપથી વિકસી રહેલા બ્યૂટી અને વેલનેસ ક્ષેત્રમાંની એક અનોખી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આ બ્રાન્ડ તેનાં ક્લિન ફોર્મ્યુલેશન્સ, સભાનપણે સોર્સિંગનીપ્રણાલિઓ અને સ્કીનકેર તેમજ વેલનેસમાં અસ્સલ તથા ટકાઉ વિકલ્પો શોધી રહેલા ગ્રાહકોમાં મજબૂત આકર્ષણ માટે જાણીતી છે.

આ વ્યવસાયિક હસ્તાંતરણ સાથે રિલાયન્સ રિટેલ લિમિટેડ તેની અજોડ ઓમ્ની ચેનલ રિટેલ ઇકોસિસ્ટમ, ડિજિટલ કોમર્સ ક્ષમતાઓ અને મજબૂત સપ્લાય ચેઈનનો ઉપયોગ કરીને વિશિષ્ટ અને હેતુ સંચાલિત ભારતીય બ્રાન્ડ્સના નિર્માણ અને તેના વિસ્તરણની પોતાની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવે છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ આ બિઝનેસ એક્વિઝિશન અંગે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલ ખાતે અમારું ધ્યાન એવી બ્રાન્ડ્સ તૈયાર કરવા પર છે જે અધિકૃતતા સાથે નવીનતા અને અર્થપૂર્ણ ગ્રાહક સંલગ્નતાનું સંયોજન કરે છે. પહાડી લોકલના મૂળિયા હિમાલયની વેલનેસ પરંપરાઓમાં ઊંડા ઉતરેલા છે અને જવાબદારીપૂર્વક સોર્સિંગ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા થકી તે અમારી બ્યૂટી ઇકોસિસ્ટમમાં એક આકર્ષક ઉમેરો બને છે. અમે અમારા ઓમ્ની ચેનલ નેટવર્ક અને અનુભવી રિટેલ પ્લેટફોર્મ્સ દ્વારા આ બ્રાન્ડને વિકસાવવા અને વિસ્તૃત બનાવવા માટે ઉત્સાહિત છીએ, સાથે જ તેની ઓળખ સમાન શુદ્ધતા, અખંડિતતા અને તેની પાછળના કથાનકને પણ કાળજીપૂર્વક જાળવી રાખીશું.”

પહાડી લોકલના પોર્ટફોલિયોનું મૂળ હિમાલયના પરંપરાગત વેલનેસ જ્ઞાનમાં રહેલું છે, જેને આધુનિક સંયોજન વિજ્ઞાન દ્વારા અત્યંત અસરકારક અને હેતુ આધારિત સ્કીનકેર પૂરી પાડવા વિકસાવવામાં આવ્યું છે. આ બ્રાન્ડ લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં મહિલાઓ સંચાલિત સ્વ-સહાયતા જૂથો સાથે મળીને કામ કરે છે, જે આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણની પહેલની સાથે સ્થાનિક આજીવિકાને પણ ટેકો આપે છે. તેનું મુખ્ય ઘટક ‘ગુટ્ટી કા તેલ’ (એપ્રિકોટ કર્નેલ ઓઈલ), ઉદ્યોગજગતમાં માન્યતા અને મજબૂત ગ્રાહક વફાદારી મેળવી ચૂક્યું છે. આ ઉપરાંત અગ્રણી હસ્તીઓ અને સેલિબ્રિટીઓ દ્વારા તેની પ્રશંસા થઈ ચૂકી છે. ત્યાં સુધી કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વદેશી સોર્સિંગ અનેસાહસિકતામાં તેના યોગદાનની નોંધ લીધી છે. પારદર્શિતા, લઘુતમ પ્રોસેસિંગ અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર પદ્ધતિઓ પર આ બ્રાન્ડે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેરિલાયન્સ રિટેલ લિમિટેડના બ્યૂટી અને પર્સનલ કેર પોર્ટફોલિયો માટે લાંબાગાળાના વિઝન સાથે સુસંગત છે.

આ બિઝનેસ એક્વિઝિશનના ભાગરૂપે પહાડી લોકલની સ્થાપક ટીમ આ બ્રાન્ડની રચનાત્મક દિશા, ઉત્પાદન વિકાસ અને ફિલસૂફી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેના હેતુ અને ગ્રાહકો પ્રત્યેની વચનબદ્ધતામાં સાતત્ય જાળવી રાખવાની ખાતરી આપે છે.

રિલાયન્સ રિટેલ લિમિટેડ ફિઝિકલ રિટેલ ફોર્મેટ્સમાં પોતાની ફૂટપ્રિન્ટ વિસ્તારવાની સાથે તેની ડિજિટલ ઉપસ્થિતિને સુદૃઢ બનાવવા અને નવીનતાને વેગ આપીને બ્રાન્ડના વિકાસના આગામી તબક્કામાં સહયોગ પૂરો પાડશે. આ બિઝનેસ એક્વિઝિશન બ્યૂટી, વેલનેસ, ફેશન અને લાઈફસ્ટાઈલ ક્ષેત્રે ઉચ્ચ ક્ષમતા ધરાવતી ભારતીય બ્રાન્ડ્સમાં રોકાણ કરવાની રિલાયન્સ રિટેલ લિમિટેડની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકે છે, ખાસ કરીને એવી બ્રાન્ડ્સ જે મજબૂત કથાનક, વફાદાર ગ્રાહક સમુદાય અને સ્કેલેબલ બિઝનેસ મોડલ ધરાવે છે.

Related posts

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 દ્વારા રાષ્ટ્ર્રીય મંચ પર ગ્રામીણ અને ટિયર 2/3ના વિચારો લાવવા માટે ગ્રાન્ડ ફિનાલે માટે 20 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર

viratgujarat

કાઈનેટિક ગ્રીન દ્વારા 2-વ્હીલરના બિઝનેસના પ્રેસિડેન્ટ તરીકે જયપ્રદીપ વાસુદેવનની નિયુક્તિ સાથે આગામી તબક્કાની વૃદ્ધિ પ્રેરિત કરવા માટે આગેવાની મજબૂત બનાવવામાં આવી

viratgujarat

કેચ સ્પાઇસિસે અક્ષય કુમાર અને રાજપાલ યાદવ અભિનીત નવી ટીવીસીનું અનાવરણ કર્યું

viratgujarat

Leave a Comment