Virat Gujarat
ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

ગુરુગ્રામ, ભારત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: સેમસંગ આગામી સપ્તાહમાં બારતમાં ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન રજૂ કરવા માટે સુસજ્જ છે. ગેલેક્સી A ભારતમાં સેમસંગની સૌથી સફળ સ્માર્ટ ફોન સિરીઝ છે, જેમાં સેમસંગ દર વર્ષે આ લાખ્ખો ડિવાઈસીસ વેચે છે.

નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સ ગયા વર્ષે રજૂ કરવામાં આવેલા ગેલેક્સી A35 અને ગેલેક્સી A55 સ્માર્ટફોન્સના અનુગામી છે.

યુવા ગ્રાહકોની વધતી માગણીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સમાં નવી ડિઝાઈન, બહેતર ટકાઉપણું અને આધુનિક સલામતીની વિશિષ્ટતાઓ હશે, જે આસાન અને સંરક્ષિત ઉપભોક્તા અનુભવની ખાતરી રાખશે.

વર્ષોનાં વહાણાં વીતવા સાથે સેમસંગે ગેલેક્સી A સિરીઝમાં તેના અનેક ફ્લેગશિપ ફીચર્સ રજૂ કર્યા છે, જે તેના નવીનતમ ઈનોવેશન્સ વ્યાપક ઉપભોક્તા મૂળ સુધી વિસ્તારવામાં મદદરૂપ થયા છે. ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સની રજૂઆત પરંપરા ચાલુ રાખતાં ભારતીય ગ્રાહકોને વધુ પસંદગી આપશે.

Related posts

અથક ભારત: ગ્રામીણ સશક્તિકરણ પહેલ EDII અને ONGC તરફથી, સતત વિકાસ માટે ગ્રામીણ ભારતને સશક્ત બનાવવું

viratgujarat

ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯મો ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોન ૨૦૨૫નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

viratgujarat

ગાર્નિયર બ્લેક નેચરલ્સ ‘T’rust (ટ્રસ્ટ) નું નવું પ્રતીક બનાવવા માટે એમ.એસ. ધોની અને સાક્ષીસિંહ ધોની સાથે સહયોગ કરી રહી છે

viratgujarat

Leave a Comment