કેમ્પેઈન ફિલ્મની લિંક: https://www.instagram.com/reel/DHdz6PttmcU/?igsh=ZGt6dWU0ZjZ2NHpl
ભારત ૨૬ માર્ચ ૨૦૨૫: પ્રતિકાત્મક લેમન અને લાઈમ ફ્લેવર્ડ પીણું સ્પ્રાઈટ જોક ઈન અ બોટલ (જેઆઈએબી) પાછી લાવી છે અને આ વખતે તેની સાથે સાઉન્ડ ઓફ કોમેડી લાવી છે! આ સીઝનમાં કેમ્પેઈને રમતિયાળ મેલડીઓ, બોલકણી બીટ્સ અને સરપ્રાઈઝ ટ્વિસ્ટ્સનું સંમિશ્રણ કરીને સંપૂર્ણ નવો, પેટ પકડીને હસાવનારો અનુભવ નિર્માણ કર્યો છે.
કોમેડી યુવા પુખ્તો માટે મુખ્ય પેશન પોઈન્ટ તરીકે ઊભરી આવી છે, જેમાં સોશિયલ મિડિયા અને મેમ કલ્ચર ભારતમાં રમૂજની ભાવિ પેઢીના આકાર આપવાની પદ્ધતિની આગેવાની કરી રહી છે. સ્પ્રાઈટની ટીન ફોર્વર્ડ અને મેમ- કેન્દ્રિત કોમેડી કેમ્પેઈન હવે ત્રીજી સીઝનમાં પ્રવેશી રહી છે, જે દેશભરમાં ગ્રાહકોને સ્થાનિકીય, પિનકોડ વિશિષ્ટ રમૂજ પ્રદાન કરવાની વ્યાપક વ્યૂહરચના સાથે સુસજ્જ છે.
આ સીઝને જોક્સને મેમ્સ, સ્કેચીસ, રીલ્સ અને ક્લિપ્સમાં કોમેડીની મલ્ટીપલ ફોર્મેટ્સ સુધી તેની ક્ષિતિજને વિસ્તારી છે. સ્પ્રાઈટે રમૂજમાં અણધાર્યો લય ઉમેરવા માટે તેની સિગ્નેચર કોમેડિક સાઉન્ડસ્પેસ ઘડવા માટે સોશિયલ મિડિયાના ફેવરીટ વાઈરલ અને ખ્યાતિપ્રાપ્ત ક્રિયેટર યશરાજ મુખાટે સાથે ભાગીદારી કરી છે. હાસ્યની ટ્રેકથી આકર્ષક પંચલાઈન્સ સુધી આ અજોડ ઓડિયો તત્ત્વ વાર્તાકથનને બહેતર બનાવવા માટે બ્રાન્ડ્સ સંગીતનો જે રીતે ઉપયોગ કરે તેમાં નવું ધોરણ સ્થાપિત કરવા માટે વચનબદ્ધ છે.
નવી, ખાસ કન્ટેન્ટ સીધી સ્પ્રાઈટના ગ્રાહકો પાસે લાવતાં જોક ઈન ન બોટલમાં ભારતના 120 ટોપ કન્ટેન્ટ ક્રિયેટર્સ જોવા મળશે. ગ્રાહકોએ કોમેડિક સ્કિટ્સ જોવા માટે ફક્ત ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે, જે તેમના રોજબરોજના તાણને મનોરંજનમાં ફેરવી નાખશે, જે સર્વ તાજગીપૂર્ણ નવા સાઉન્ડ ઓફ કોમેડીથી સમૃદ્ધ છે.
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના સિનિયર કેટેગરી ડાયરેક્ટર સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “સ્પ્રાઈટની જોક ઈન અ બોટલ જન ઝેડ સબકલ્ચર્સનું મજેદાર ફ્યુઝન છે, જે યુવાનોના રોજના રુટિન્સ પર બુદ્ધિશાળી અને મોજીલું પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. યશરાજની ક્રિયાત્મક ઉત્કૃષ્ટતા થકી અમે કન્ટેન્ટને મજેદાર અનુભવમાં ફેરવી દીધી છે, જે પારંપરિક વ્યુઈંગની પાર જઈને ગ્રાહકોને અજોડ ઓડિબલ થકી મહેસૂસ અને શેર કરવાની અનુકૂળતા આપે છે. આ બોલ્ડ, રમતિયાળ સોનિક અવતારમાં રિફ્રેશમેન્ટની નવી કલ્પના સ્પ્રાઈટ પ્રવાહમાં આગળ રહે તેની ખાતરી રાખીને અમારા ગ્રાહકોના પેશન સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે.’’
આ વિશે રોમાંચ વ્યક્ત કરતાં યશરાજ મુખાટે કહે છે, “સ્પ્રાઈટ હંમેશાં સહજ રીતે કૂલ રહી છે અને આ સીઝનની જોક ઈન અ બોટલ સંપૂણ નવી રીતે તેને જીવંત કરે છે. અમે કાંઈક ફ્રેશ અને ફન નિર્માણ કરવા કોમેડી સાથે રમતિયાળ બીટ્સને સંમિશ્રિત કરી છે. આ ટ્વિસ્ટ તમને પંચલાઈન સાંભળવા પૂર્વે હસાવે છે.’’
સિગ્નેચર ક્રિસ્પ સ્વાદ અને તાજગીપૂર્ણ પરિપ્રેક્ષ્ય સાથે સ્પ્રાઈટ હંમેશાં રોજબરોજના અવસરમાં ચમકારો ઉમેરતી બ્રાન્ડ રહી છે. જેઆઈએબી સીઝન 3 તેને વધુ આગળ લઈ જતાં એ સિદ્ધ કરે છે કે રિફ્રેશમેન્ટની જેમ હાસ્ય પણ અણધાર્યા વળાંક સાથે માણવાનું ઉત્તમ છે. કેમ્પેઈન ટીવી, ડિજિટલ અને આઉટડોર મંચો પર રજૂ કરાઈ છે,સ જે દેશભરના દર્શકો પાસે સ્પ્રાઈટની રમતિયાળ લહેર લાવે છે. તો સ્પ્રાઈટ ઝડપી લો, બોટલ સ્કેન કરો અને આખરી ઠંડ રખ અવસર સાથે ભરચક સીઝન માટે તૈયાર થઈ જાઓ!
***