વીડિયોની લિંક: https://youtu.be/Yob2Pk9RjeQ
નેશનલ 12 માર્ચ 2025: માસિક સ્વચ્છતાની અગ્રણી બ્રાન્ડ Stayfreeએ ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ અને માસિક શિક્ષણ પર કેન્દ્રિત Menstrupedia સાથેની ભાગીદારીમાં નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરે છે. Stayfree અને Menstrupedia બન્નેએ સાથે મળીને શાળાઓમાં માસિક અંગેનું શિક્ષણ આપવા માટે 10,000 જેટલા શિક્ષકોને તાલીમ આપી છે અને માસિક સ્વચ્છતા વિશે 1 મિલિયન વધુ છોકરીઓને શિક્ષીત કરી છે, જેથી માસિક આરોગ્યને વધુ સારી રીતે સમજી શકાય, સ્વીકારી શકાય અને સામાન્ય બનાવી શકાય તેમજ યુવા છોકરીઓના ભવિષ્યને સકારાત્મક આકાર આપી શકાય તેવા પર્યાવરણનું સર્જન કરી શકાય.
Stayfreeએ 2020માં Menstrupedia સાથે એવા હેતુ સાથે ભાગીદારી કરી હતી કે જેથી યુવાન છોકરીઓ અને શિક્ષકોને માસિક આરોગ્ય વિશે શિક્ષીત કરી શકાય અને તેની સાથે સંકળાયેલા કલંકને દૂર કરી શકાય. લાંબા ગાળા માટે પરિવર્તન લાવવા અને વ્યાપક અસર ઉભી કરવા માટે એક સર્વાંગી અભિગમ અપનાવીને, આ કાર્યક્રમ શિક્ષકોને તાલીમ આપવા અને ફેસિલિટેટર્સને માસિક વિશે શિક્ષણ આપવા અને સામાજિક નિષેધને દૂર કરવા તેમજ 9-15 વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓ બંનેને માસિક વિશે સકારાત્મક માનસિકતા કેળવવા માટે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ વાતને જીવંત બનાવવા માટે, Menstrupedia કોમિક પુસ્તકોનો ઉપયોગ કરે છે – જે એક સર્જનાત્મક રીત છેયુવાન છોકરીઓને માસિક સ્રાવની સ્વચ્છતા તેમજ કિશોરાવસ્થાના સ્વાસ્થ્યના અન્ય પાસાઓ, જેમાં તરુણાવસ્થા, સાયકલ ટ્રેકિંગ, પોષણ અને હોર્મોનલ ફેરફારોને સંબંધિત વાતો પર ધ્યાન કેન્દ્રિત અને શિક્ષિત કરવાની.
છેલ્લા પાંચ વર્ષોમાં Stayfree અને Menstrupediaએ 10,000 થી વધુ શિક્ષકોને તાલીમ આપી છે,
1.2 મિલિયનથી વધુ કોમિક પુસ્તકોનું વિતરણ કર્યુ છે, ભારતભરની 36,500થી વધુ શાળાઓમાં પહોંચીને 14,500થી વધુ વર્કશોપ્સનું આયોજન કર્યુ છે. આ પ્રયાસોએ માત્ર યુવાન છોકરીઓ અને છોકરાઓને જ નહીં પરંતુ તેમના પરિવારો અને વ્યાપક સમુદાયને પણ જોડ્યા છે, જેનાથી વર્ગખંડોમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
આ અગત્યની સિદ્ધિ અંગે સંબોધન કરતા ઇસેન્શિયલ હેલ્થના બિઝનેસ યુનિટ વડા અને Kenvue ઇન્ડિયાના માર્કેટિંગના વાઇસ પ્રેસિડન્ટ મનોજ ગાડગીલએ જણાવ્યું હતુ કે,” ઘણી છોકરીઓ જ્યારે શાળામાં હોય ત્યારે માસિક સ્રાવનો અનુભવ કરે છે અને આ પ્રારંભિક અનુભવો માસિક સ્રાવ પ્રત્યેના તેમના વલણને આકાર આપી શકે છે. આ સંદર્ભમાં, એક શિક્ષક કે જે પરિવર્તન ચેમ્પિયન તરીકે કાર્ય કરે છે તે પીરિયડ્સ વિશે સકારાત્મક વલણને સામાન્ય બનાવવા અને માસિક સ્રાવ વિશે ખુલ્લા સંદેશાવ્યવહારને સરળ બનાવવા માટે જ્ઞાનનો પ્રસાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારા બ્રાંડ મિશનના ભાગ રૂપે, Stayfree® માસિક સ્રાવ વિશેની ચર્ચાઓને સામાન્ય બનાવવા અને એવી દુનિયાનું સર્જન કરવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં કોઈ છોકરી તેના માસિક ને લઈને ડર, શરમ અથવા ચિંતાનો અનુભવ ના કરે. Menstrupedia સાથે મળીને, અમે 10,000 થી વધુ શિક્ષકોને તાલીમ આપીને અને 1 મિલિયન વધુ છોકરીઓને સકારાત્મક રીતે પ્રભાવિત કરીને તેમને માસિક માટે તૈયાર કરતા આનંદ અનુભવીએ છીએ. આ સીમાચિહ્ન સમાન ભાવિ, એક સમયે એક વર્ગખંડને આકાર આપવાની અમારી સફરમાં એક અર્થપૂર્ણ પગલું દર્શાવે છે.”
Menstrupediaના સહ-સ્થાપક અદિતી ગુપ્તાએ જણાવ્યું હતુ કે,“આપણા દેશમાં ચારમાંથી એક છોકરી તેના માસિક દરમિયાન સ્કૂલ ચૂકી જાય છે. વર્ષોથી, શિક્ષકો વર્ગખંડમાં માસિકની ચર્ચા કરવાનું ટાળે છે. અમે જાણતા હતા કે આ બદલવું પડશે. અમે એક એવું ભવિષ્ય બનાવવા માટે અવિરતપણે કામ કરી રહ્યા છીએ જ્યાં માસિકને વર્જિત ન માનવામાં આવે, એક એવું ભવિષ્ય જ્યાં માસિકશિક્ષણને સામાન્ય બનાવવામાં આવે અને ખુલ્લેઆમ શીખવવામાં આવે.છેલ્લા એક દાયકાથી, Menstrupediaએ શિક્ષકોને માસિક પર સાંસ્કૃતિની દ્રષ્ટિએ સંવેદનશીલ ટૂલકિટ પ્રદાન કરી છે.અમારી તાલીમ સામગ્રી, તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે જેશિક્ષકોને આકર્ષક વર્કશોપ યોજવામાં, માસિક સ્રાવની સ્વચ્છતા અંગે ચર્ચા કરવામાં અને માન્યતાઓને દૂર કરવામાં મદદ કરે છે. Stayfree સાથેની અમારી ભાગીદારીમાં, અમે હજારો વર્ગખંડો માસિક માટે તૈયાર કર્યા છે જેથી સ્ત્રીત્વમાં પ્રવેશ કરતી છોકરીઓ આત્મવિશ્વાસથી ભરેલી રહે અને કોઈપણ અવરોધ વિના તેમના સપનાઓને પૂર્ણ કરી શકે. અહીં એવા યુગ તરફ આગળ વધવાનું છે જ્યાં માસિક પ્રત્યે કોઈ નિષેધ ના રહે.”