Virat Gujarat
અપરાધઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાષ્ટ્રીય

કોલકાતા રેપ-હત્યા કેસ, ડોક્ટરોની ભૂખ હડતાળનો 5મો દિવસ: સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય નહીં; મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલને મહિષાસુર બતાવ્યો

કોલકાતા1 દિવસ પેહલા

કૉપી લિંકમુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવ્યો છે. - Divya Bhaskar

મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવ્યો છે.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 8 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટે પીડિતાની લાશ મેડિકલ કોલેજમાંથી મળી આવી હતી.

આ ઘટનાના વિરોધમાં 9 ટ્રેઈની ડોક્ટરો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ધર્મતલામાં ડોરિના ક્રોસિંગ પર શનિવાર સાંજથી ચાલી રહેલા ઉપવાસને કારણે આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

બુધવાર, 9 ઓક્ટોબરના રોજ ડોક્ટરોની એક ટીમે મુખ્ય સચિવ મનોજ પંત સાથે લગભગ 2 કલાક સુધી બેઠક કરી હતી. ડોક્ટરોનો આરોપ છે કે તેમને આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી.

ડોક્ટરે કહ્યું- રાજ્ય સરકારે દુર્ગા પૂજા પછી માંગણીઓ પર વિચાર કરવાનું કહ્યું છે. અમારા સાથી ડોક્ટરો ભૂખ હડતાળ પર છે, અમને આવી કઠોરતાની અપેક્ષા નહોતી.

બીજી તરફ, મુર્શિદાબાદના એક દુર્ગા પંડાલમાં આરજી કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ડોક્ટરે કહ્યું- અમને અમારી માંગણીની સમય મર્યાદા પણ જણાવવામાં આવી નથી સોલ્ટ લેક ખાતેના આરોગ્ય વિભાગના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યભરમાંથી મેડિકલ કોલેજોના 20 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. દેવાશિષ હલદરે કહ્યું કે મુખ્ય સચિવ કેમ્પસમાં સુરક્ષા લાગુ કરવા માટે રાજ્ય દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે એ જ જૂની વાતો કરવામાં આવી છે. બાકીની માંગણીઓ સંદર્ભે, સરકારે કોઈ લેખિત સૂચના આપવાનો કે તેના માટે સમય મર્યાદા જણાવવાનો પણ ઈન્કાર કર્યો હતો.

100થી વધુ સીનિયર ડોક્ટરોએ રાજીનામું આપ્યું બુધવારની રાત સુધીમાં, મમતા સરકાર અને ડોકટરો વચ્ચેની વાતચીતનો બીજો રાઉન્ડ નિષ્ફળ જતાં આરજી કર હોસ્પિટલના 106 ડોકટરો અને ફેકલ્ટીએ રાજીનામું આપી દીધું છે. દિવસ દરમિયાન, જલપાઈગુડી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 19, સિલિગુડીની ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 42, કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 35 અને કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના લગભગ 70 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે.

ડોકટરોએ અગાઉ 5 માંગણીઓકરી હતી, જેમાંથી સરકારે 3 પુરી કરી હતી… પછી ભૂખ હડતાળ. રેપ-હત્યાની ઘટનાના વિરોધમાં જુનિયર ડોક્ટરો 10 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી 42 દિવસની હડતાળ પર ઉતર્યા હતા. ડોક્ટરોએ અગાઉ સરકાર સમક્ષ 5 માંગણીઓ મૂકી હતી. જેમાંથી સરકારે 3 માંગણીઓ સ્વીકારી હતી. સીએમ મમતાએ અન્ય બે માંગણીઓ અને શરતો પર વિચાર કરવાની ખાતરી આપી હતી.

આ પછી ડોક્ટરોએ હડતાળ સમેટી હતી. તેઓ હોસ્પિટલોમાં કામ પર પાછા ફર્યા હતોા. 27 સપ્ટેમ્બરના રોજ, સાગર દત્તા હોસ્પિટલમાં 3 ડોકટરો અને 3 નર્સોની મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના કારણે ડોકટરો રાષે ભરાયા હતા અને 1 ઓક્ટોબરથી ફરી હડતાલ શરૂ કરી હતી.

4 ઑક્ટોબરે, જુનિયર ડૉક્ટરોએ હડતાળ પાછી ખેંચી હતી, પરંતુ ધરણા ચાલુ રાખ્યા હતા. તેમણે કહ્યું કે અમે કામ પર પાછા ફરી રહ્યા છીએ કારણ કે સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, તેમણે રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી તેણે ઉપવાસ શરૂ કર્યા હતા.

Related posts

કોકા-કોલાએ જુબિલન્ટ ભારતીયા ગ્રુપ દ્વારા વ્યૂહાત્મક રોકાણની ઘોષણા કરી

viratgujarat

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી

admin

સ્કોડા ઓટો ઈન્ડિયા એ કાઇલાક રેન્જની કિંમત જાહેર કરી; બુકિંગ આજથી શરૂ

viratgujarat

Leave a Comment