Virat Gujarat
બિઝનેસ

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ, પારાદીપમાં સલ્ફ્યુરિક એસિડપ્લાન્ટ–III નું લોકાર્પણ કરી સહકારિતા સંમેલનને સંબોધન કર્યું।

આજે પારાદીપમાં લોકાર્પિત IFFCO નું સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ, સલ્ફ્યુરિક એસિડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે  :કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

પારાદીપમાં સ્થાપિત આ નવું સંયંત્ર ઓડિશાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે :મુખ્યમંત્રી મોહન ચરણ માઝી

ઇફકોની આયોજના દેશની ખાતર ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવશે : કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી અડગ પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે : દિલીપ સંઘાણી

કાર્યક્રમને સંબોધતા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ એ કહ્યું કે આજે પારાદીપમાં લોકાર્પિત IFFCO નું સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ સલ્ફ્યુરિક એસિડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત બનાવવામાં ખૂબજ મહત્વપૂર્ણ સાબિત થશે. ઓડિશાના લોક પ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું કે પારાદીપમાં સ્થાપિત આ નવું સંયંત્ર ઓડિશાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે।

સ્વાગત ભાષણમાં ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે આજે ઇફકો પારાદીપ માટે આ અત્યંત ગૌરવ અને આનંદનો ક્ષણ છે. અમને ગર્વ છે કે ઇફકો પારાદીપમાં વિશ્વનું સૌથી મોટું સિંગલ રિએક્ટર ફોસ્ફોરિક એસિડ પ્લાન્ટ સ્થાપિત છે, જે અમારી ટેકનિકલ ક્ષમતા અને ઉત્તમ વ્યવસ્થાપનનું પ્રતિક છે।

વર્ષ 2022 માં ઇફકો પારાદીપે ઓડિશાની પ્રથમ રિવરા ઇનજેટી સ્થાપિત કરી હતી. તેના માધ્યમથી સંયંત્ર માંથી માલ સીધો પોર્ટ સુધી મોકલવામાં આવે છે, જેના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સરળ અને અસરકારક બની છે।

આપણ એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે કે પ્રથમ વખત કોઈ ખાનગી સંયંત્રનું અધિગ્રહણ એક સહકારી સંસ્થાએ કર્યું અને તેને વિકસાવી આજે સમગ્ર ભારતના શ્રેષ્ઠ સંયંત્રોમાં સ્થાન અપાવ્યું. આસહકારિતાની શક્તિ અને ઇફકોની દૂર દર્શિતાનું ઉત્તમ ઉદાહરણ છે। સાથે જ, ઇફકો પારાદીપના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ કેન્દ્રિય મંત્રીએ આ સંયંત્રની મુલાકાત લીધી છે. આપનું આ આગમન અમારાં બધાં માટે પ્રેરણાદાયક છે અને અમને વધુ સારું કાર્ય કરવા માટે ઊર્જા આપે છે।

 

Related posts

DCM શ્રીરામ કેમિકલ્સની ઝગડિયા સાઇટ ઉત્પાદકતામાં વિશિષ્ટતા સાથે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્કમાં જોડાઈ

viratgujarat

“હોમએન્ડમોર”નું ભવ્ય ઉદ્ઘાટન – સ્ટાઇલિશ લિવિંગ અને મોડર્ન હોમ માટે એક પ્રીમિયમ ડેસ્ટિનેશન, જે ઇન્ડિયન રિચ ક્રાફ્ટમેનશિપ અને ઇનોવેટિવ સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે

viratgujarat

સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે

viratgujarat

Leave a Comment