Virat Gujarat
અપરાધઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાષ્ટ્રીય

ત્રિચીમાં એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ: હાઈડ્રોલિક ફેલ્યોર થતાં 3 કલાક હવામાં ચક્કર લગાવ્યા, 141 મુસાફરો સાથે શારજાહ જઈ રહ્યું હતું

10 મિનિટ પેહલા

કૉપી લિંક

તિરુચલાપલ્લીથી શારજાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સાંજે 5.40 વાગ્યે ટેકઓફ થતાં જ પ્લેનના લેન્ડિંગ ગિયર સાથે જોડાયેલ હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. આ પછી પ્લેન લગભગ 3 કલાક સુધી આકાશમાં ચક્કર લગાવતું રહ્યું. આ પછી પ્લેન લગભગ 8.15 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થયું.

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB 613માં 141 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. ખામીની જાણ થતાં જ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વિમાનમાં હાજર ઈંધણ ઓછું કરવા માટે પાઈલટ આકાશમાં ચક્કર લગાવી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, પાયલટ તરફથી ઈમરજન્સી મેસેજ મળ્યા બાદ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. ઉપરાંત ઈમરજન્સી રેસ્ક્યુ ટીમને પણ તૈયાર રાખવામાં આવી હતી. સમગ્ર એરપોર્ટ સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યો હતો. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા લેન્ડિંગની જાહેરાત થતાં જ તેનું લેન્ડિંગ નિર્ધારિત પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યું હતું.

ફ્લાઈટ રડાર 24 વેબસાઈટ પરથી સમજો કે વિમાન આકાશમાં કેવી રીતે ચક્કર લગાવી રહ્યું હતું…

ફ્લાઈટ રડાર 24 નામની વેબસાઈટ પર ફ્લાઈટનું લોકેશન એરપોર્ટની ચક્કર લગાવતી જોવા મળે છે.

ફ્લાઈટ રડાર 24 નામની વેબસાઈટ પર ફ્લાઈટનું લોકેશન એરપોર્ટની ચક્કર લગાવતી જોવા મળે છે.

ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ એરપોર્ટ પર પહોંચી ગઈ છે.

ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ એરપોર્ટ પર પહોંચી ગઈ છે.

હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 20થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 20થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

એરપોર્ટ પર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો મળતી માહિતી મુજબ, પાઈલટ તરફથી ઈમરજન્સી મેસેજ મળ્યા બાદ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને એરપોર્ટ પર તૈનાત કરી દેવામાં આવી હતી. ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ પણ તૈયાર હતી. સમગ્ર એરપોર્ટ સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યો હતો. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા લેન્ડિંગની જાહેરાત થતાં જ તેનું ઈમરજન્સી લેન્ડિંગ નિર્ધારિત પ્રક્રિયા મુજબ શક્ય હતું. જોકે લગભગ 8.15 વાગ્યે તેનું સુરક્ષિત લેન્ડિંગ થઈ ગયું છે.

ઈમરજન્સી લેન્ડિંગની 3 ઘટનાઓ

19 મે: એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનના એન્જિનમાં આગ, બેંગલુરુમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

વિમાનના જમણા એન્જિનમાં આગ ફાટી નીકળી હતી.

વિમાનના જમણા એન્જિનમાં આગ ફાટી નીકળી હતી.

બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 1132)ના એન્જિનમાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. આ પછી ફ્લાઈટનું બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તમામ 179 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

17 મે: એર ઈન્ડિયાનું વિમાન દિલ્હી એરપોર્ટ પર પાછું ફર્યું, એર કંડિશનર યુનિટમાં આગનો ભય

દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807ને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. દિલ્હી એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ સાંજે 6:38 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી હતી. ફ્લાઈટના એર કન્ડીશનીંગ યુનિટમાં આગ લાગવાના ડરને કારણે પ્લેનને પાછું લાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં 175 મુસાફરો સવાર હતા.

13 એપ્રિલ: ચંદીગઢમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, માત્ર 2 મિનિટનું ઈંધણ બચ્યું હતું

દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે અયોધ્યાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2702 લેન્ડ થઈ શકી ન હતી. આ પછી તેને ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે ફ્લાઈટને ત્યાં લેન્ડ કરવામાં આવી ત્યારે ફ્લાઈટમાં માત્ર 2 મિનિટનું ઈંધણ બચ્યું હતું. ઘટના 13મી એપ્રિલની છે.

Related posts

કાઈનેટિક ગ્રીને ઘણાં બધાં ડિજિટલ અને કનેક્ટેડ ડિસ્પ્લે પ્લેટફોર્મ્સ અને એનલાઈટિક્સ રજૂ કરવા માટે જિયોથિંગ્સ લિમિટેડ સાથે જોડાણ કર્યું

viratgujarat

સોની બીબીસી અર્થના શોના ડિસેમ્બરમાં રોમાંચક પ્રીમિયર્સ, પ્રાચીન રોમથી અજાણ્યા જંગલી વિસ્તારો સુધી

viratgujarat

ટાટા મોટર્સ દ્વારા જાન્યુઆરી 2025થી તેનાં કમર્શિયલ વાહનોની કિંમતોમાં વધારાની ઘોષણા

viratgujarat

Leave a Comment