Virat Gujarat
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયસ્કિલ ડેવલપમેન્ટહેડલાઇન

15 સૌથી ઝડપથી વિકસતી સ્કિલ જે ભારતીયોને કાર્યસ્થળ પર આગળ રહેવા માટે જરૂરી : લિંક્ડઇન સ્કિલ્સ ઑન ધ રાઇસ 2025

  • અમદાવાદમાં ૩૦% પ્રોફેશનલ્સને ખબર નથી કે તેમની કઈ સ્કિલ્સ નોકરીની જરૂરિયાત માટે યોગ્ય છે
  • ભારતમાં વધી રહેલી ટોચની 5 સ્કિલ્સમાંથી ૩ હ્યુમન સ્કિલ્સ છે
  • IT, બિઝનેસ ડેવલપમેન્ટ, સેલ્સ, કન્સલ્ટિંગ, HR અને ફાઇનાન્સમાં સંદેશાવ્યવહાર એક મહત્વપૂર્ણ સ્કિલ છે
  • એઆઈ સાક્ષરતા અને એલએલએમ આઇટીથી આગળ વધી રહ્યા છે કાારણ કે શિક્ષણ અને માર્કેટિંગ કાર્યો AI અને ટેકનોલોજીના પ્રવાહને અપનાવી રહ્યા છે

અમદાવાદ, ૨૦ માર્ચ ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક લિંક્ડઇન દ્વારા સ્કિલ્સ ઓન ધ રાઇઝ 2025 ની યાદી લોન્ચ કરવામાં આવી છે, જેમાં 15 સ્કિલનો સમાવેશ કરાયો છે જેમાં પ્રોફેશનલ્સે કામમાં આગળ રહેવા માટે રોકાણ કરવું જોઈએ. ભારતમાં કંપનીઓ જે ટોચના 5 સૌથી ઝડપથી વિકસતી સ્કિલ માટે ભરતી કરી રહ્યા છે તેમાં સર્જનાત્મકતા અને નવીનતા (#1), કોડ સમીક્ષા (#2), સમસ્યાનું નિરાકરણ (#3), પ્રી-સ્ક્રીનિંગ (#4) અને વ્યૂહાત્મક વિચારસરણી (#5)નો સમાવેશ થાય છે.

લિંક્ડઇન રિસર્ચ પરથી ખબર પડે છે કે ભારતમાં 2030 સુધીમાં મોટાભાગની નોકરીઓમાં વપરાતા 64% સ્કિલ બદલાઈ જવાનો અંદાજ છે, 25% પ્રોફેશનલ્સ ભવિષ્ય માટે જરૂરી સ્કિલ ન હોવાની ચિંતા કરે છે. અમદાવાદમાં લગભગ 10 માંથી 3 (33%) પ્રોફેશનલ નોકરી માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવાનું પડકારજનક માને છે. 30% લોકો જાણતા નથી કે તેમની કઈ સ્કિલ નોકરીની જરૂરિયાતો માટે યોગ્ય છે, તેથી કયા સ્કિલની માંગ છે તે સમજવું પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. બીજી બાજુ ભારતમાં 69% ભરતી કરનારાઓ પ્રોફેશનલ્સ પાસે રહેલી સ્કિલ અને કંપનીઓને જરૂરી સ્કિલ વચ્ચે સ્કિલનો મેળ ખાતો નથી તેવો રિપોર્ટ કરે છે.

લિંક્ડઇન કેરિયર એક્સપર્ટ અને ઇન્ડિયા સિનિયર મેનેજિંગ એડિટર, નિરજિતા બેનર્જી કહે છે, “ભારત ઇન્ક ફંડામેન્ટલ સ્કિલમાં ફેરફારનો અનુભવ કરી રહ્યું છે. જેમ-જેમ AI આપણી કાર્ય કરવાની રીતમાં ફેરફાર કરે છે, તેમ સર્જનાત્મકતા, સમસ્યાનું નિરાકરણ અને વ્યૂહાત્મક વિચારસરણી જેવી સોફ્ટ સ્કિલ હવે ‘સારી’ રહી નથી; તે વ્યવસાય માટેનિર્ણાયક છે. સાથો સાથ AI સાક્ષરતા તમામ નોકરીના કાર્યોમાં એક મૂળભૂત અપેક્ષા બની રહી છે. નોકરીદાતાઓ ગ્રાહક જોડાણ અને હિતધારક સંચાલન પર પણ બમણો ભાર મૂકી રહ્યા છે, જે પ્રોફેશનલ સ્કિલને પહેલા કરતા વધુ મૂલ્યવાન બનાવે છે. આ વર્ષની સ્કિલ્સ ઓન ધ રાઇઝ યાદી પ્રોફેશનલ્સ માટે એક જરૂરી સંસાધન છે, જેથી કરીને તેઓ સ્કિલની ઓળખ કરી શકે અને શીખી શકે, જેના માટે કંપનીઓ 2025 માં ભરતી કરી રહી છે .”

સોફ્ટ સ્કિલ્સ કેન્દ્ર સ્થાને
જેમ-જેમ AI કાર્યોને સ્વચાલિત કરે છે, તેમ તેમ પ્રોફેશનલ્સને અલગ પાડતી સ્કિલ ઊંડાણપૂર્વક માનવીય બની રહી છે. સર્જનાત્મકતા અને નવીનતા (#1), સમસ્યાનું નિરાકરણ (#3) અને વ્યૂહાત્મક વિચારસરણી (#5) ની માંગ વધી રહી છે, ફક્ત કલા અને ડિઝાઇન અને માર્કેટિંગ જેવા પરંપરાગત સર્જનાત્મક ક્ષેત્રોમાં જ નહીં, પરંતુ વ્યવસાય વિકાસ અને શિક્ષણમાં પણ. તેવી જ રીતે સંદેશાવ્યવહાર હવે વેચાણ અને HR જેવી લોકો-કેન્દ્રિત ભૂમિકાઓ ઉપરાંત, આઈટી, કન્સલ્ટિંગ અને ફાઇનાન્સમાં પણ જરૂરી છે.

AI સાક્ષરતા નોકરીના તમામ કાર્યોમાં એક મૂળભૂત અપેક્ષા છે
AI ની સાથે કામ કરવાની ક્ષમતા આજના કાર્યક્ષેત્રમાં એક મુખ્ય આધાર છે. ભારતમાં 95% સી-સૂટ લીડર પરંપરાગત અનુભવ કરતાં AI સ્કિલસને પ્રાથમિકતા આપી રહ્યા છે, તેથી લાર્જ લેંગ્વેજ મોડેલ્સ (LLM) (#8), AI સાક્ષરતા (#9), અને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ (#13) સ્કિલ્સ નોકરીના અરજદારો માટે મુખ્ય તફાવત બની રહ્યો છે. જ્યારે આ સ્કિલ્સ પરંપરાગત રીતે આઈટી સાથે સંકળાયેલી છે, શિક્ષણ અને માર્કેટિંગમાં તેમની વધતી જતી પ્રાસંગિકતા નોકરીના તમામ કાર્યોમાં AI અને તકનીકી પ્રવાહની વિસ્તરતી ભૂમિકાને ઉજાગર કરે છે.

સમગ્ર ભારતમાં ગ્રાહક જોડાણ સ્કિલ્સની માંગ વધી રહી છે
જેમ-જેમ કંપનીઓ વ્યવસાય વૃદ્ધિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમ-તેમ મજબૂત ગ્રાહક સંબંધો ટોચની પ્રાથમિકતા બની રહે છે. ગ્રાહક જોડાણ (#11) એક મહત્વપૂર્ણ સ્કિલ છે – જેમાં વેચાણ, વ્યવસાય વિકાસ અને માર્કેટિંગ કાર્યોમાં ગ્રાહક સંતોષ પર વધુ ભાર મૂકવામાં આવે છે. જે પ્રોફેશનલ્સ વ્યવસાયોને સ્થાયી ગ્રાહક સંબંધ અને વફાદારી બનાવવામાં મદદ કરી શકે છે તેમને ફાયદો થશે.

અમદાવાદમાં મોટાભાગના પ્રોફેશનલ્સ 2025 માં નવી નોકરીઓ શોધી રહ્યા છે
લિંકડઇનના નવા સંશોધન મુજબ, અમદાવાદમાં 70% પ્રોફેશનલ્સ આ વર્ષે નવી નોકરી શોધવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, શહેરના 49% પ્રોફેશનલ્સ કહે છે કે તેઓ પહેલા કરતાં વધુ નોકરીઓ માટે અરજી કરી રહ્યા છે, પરંતુ તેમને ઓછા જવાબ મળી રહ્યા છે. આ પ્રોફેશનલ્સને યોગ્ય તકોની તરફ માર્ગદર્શન આપવા માટે, લિંક્ડઇન દ્વારા તેમની વાર્ષિક જોબ્સ ઓન ધ રાઇઝ યાદી રજૂ કરવામાં આવી છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી નોકરીઓ પર આંતરદ્રષ્ટિ દર્શાવે છે.

ભારતમાં આ વર્ષે ટોચની 15 સ્કિલ્સ આ પ્રકારની છે:
1. સર્જનાત્મકતા અને નવીનતા
2. કોડ રિવ્યુ
3. સમસ્યાનું નિરાકરણ
4. પ્રી-સ્ક્રીનિંગ
5. વ્યૂહાત્મક વિચારસરણી
6. સંદેશાવ્યવહાર
7. અનુકૂલનક્ષમતા
8. લાર્જ લેંગ્વેજ મોડેલ્સ (LLM)
9. AI સાક્ષરતા
10. ડિબગીંગ
11. ગ્રાહક જોડાણ
12. આંકડાકીય ડેટા વિશ્લેષણ
13. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ
14. બજાર વિશ્લેષણ
15. સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટ

અમદાવાદમાં વધતી જતી નોકરીઓની સંપૂર્ણ યાદી અહીં આપવામાં આવી છે

  • એડમિનિસ્ટ્રેટિવ મેનેજર
  • મીડિયા એક્ઝિક્યુટિવ
  • ટેક્સ એસોસીએટ
  • સ્ટ્રકચરલ ડિઝાઇન એન્જિનિયર
  • એન્જિનિયરિંગ મેનેજર
  • મોશન ગ્રાફિક ડિઝાઇનર
  • લીગલ એસોસીએટ
  • સોલ્યુશન્સ આર્કિટેક્ટ
  • વાઇસ પ્રેસિડન્ટ ઓફ સેલ્સ
  • ફાઇનાન્સિયલ એનાલિસ્ટ

લિંક્ડઇનના કેરિયર એક્સપર્ટ નિરજિતા બેનર્જી પ્રોફેશનલ્સને નવી તકો પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે ટિપ્સ શેર કરી છે:

  • તમારી પાસે શું છે તેનો હિસાબ રાખો. સ્કિલ્સ યાદી બનાવવા માટે તમારા નોકરીના ઇતિહાસમાં પાછા જાઓ. સ્વયંસેવા, સ્પોર્ટ્સ ક્લબ સહિતના અન્ય અનુભવોમાંથી તમે જે સ્કિલ્સ મેળવી છે તેનો વિચાર કરવાનું ભૂલશો નહીં – તમારી પાસે કદાચ તમે વિચાર્યું હતું તેના કરતાં વધુ સ્કિલ્સ હશે! આ અભ્યાસ તમને તમારી નોકરીની શોધ દરમિયાન સ્કિલ્સ ઓળખવામાં મદદ કરશે અને તમને ભવિષ્યમાં એ સ્કિલ્સની યાદ અપાવવામાં મદદ કરી શકે છે જેને તમે ભવિષ્યમાં વિકસિત કરવા માંગશો.
  • તમારી સોફ્ટ સ્કિલ્સ બતાવો. જ્યારે કેટલીક નોકરીઓમાં ટેકનિકલ સ્કિલ્સની જરૂર હોય છે, પરંતુ વાતચીત અને અનુકૂલનક્ષમતા જેવી સ્કિલ્સની માંગ છે અને તે ભૂમિકાઓ અને ઉદ્યોગોમાં ખૂબ જ ટ્રાન્સફર કરી શકાય છે. આ સ્કિલ્સ નોકરીદાતાઓ માટે મહત્વપૂર્ણ છે, તેથી લીડને છુપાવશો નહીં – જે સભ્યો પાંચ કે તેથી વધુ સ્કિલ્સની યાદી આપે છે તેઓ ભરતી કરનારાઓ અને 24 ગણા ભરતી કરનાર ઇનમેઇલ્સ તરફથી 5.6 ગણા વધુ પ્રોફાઇલ વ્યૂ મેળવે છે અને કનેક્શન અનુરોધ પ્રાપ્ત થવાની શક્યતા 2.9 ગણી વધુ હોય છે. તમારી પ્રોફાઇલમાં તમારી સ્કિલસ ઉમેરવાનું ભૂલશો નહીં, અને સંદર્ભ સામેલ કરો જે તમારી સ્કિલ્સના પ્રભાવને પ્રદર્શિત કરે છે.
  • કૌશલ્ય સર્ફિંગ કરો અને વૃદ્ધિ મોડમાં પ્રવેશ કરો. વૃદ્ધિના ક્ષેત્રોને ઓળખો – કદાચ એવી સ્કિલ્સની આસપાસ જે તમે ઇચ્છો છો તે ચોક્કસ નોકરી માટે ખૂટતી હતી, જેમ કે નોકરીના વર્ણનમાં વિગતવાર જણાવ્યું છે. પછી તમે તમારી કંપનીની સતત શિક્ષણ ઓફરો ચકાસી શકો છો અથવા તમારી વર્તમાન ભૂમિકામાં સ્ટ્રેચ અસાઇનમેન્ટ માટે પૂછી શકો છો. લિંક્ડઇન લર્નિંગ દ્વારા ઓફર કરવામાં આવતા ઓનલાઈન અભ્યાસક્રમો લો, અથવા સ્થાનિક ક્લબ અથવા સંસ્થા માટે સ્વયંસેવકની ભૂમિકા નિભાવો. નવી વસ્તુઓ અજમાવવામાં અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવામાં ડરશો નહીં – તમે તમારા સ્કિલ્સ મસલ્સનું નિર્માણ કરશો.

પ્રોફેશનલ્સને ટેકો આપવા માટે, લિંક્ડઇન લર્નિંગ તેમને આ આવશ્યક સ્કિલ્સ વિકસાવવામાં મદદ કરવા માટે મફત અભ્યાસક્રમો ઓફર કરી રહ્યું છે. વધુમાં, લિંક્ડઇનની નવા AI-સંચાલિત કોચિંગ ફીચર્સ શીખનારાઓને વાસ્તવિક દુનિયાના કાર્યસ્થળ પર વાતચીતો – જેમ કે પર્ફોર્મન્સ રિવ્યુ અને ફિડબેકની ચર્ચાઓ – ટેક્સ્ટ અથવા વૉઇસનો ઉપયોગ કરીને, વ્યક્તિગત ફીડબેકની સાથે આત્મવિશ્વાસ વધારવા માટે પ્રેક્ટિસ કરવા સક્ષમ બનાવે છે.

###

Related posts

ઇલેક્રામા 2025એ પાવર ઇક્વિપમેન્ટના વૈશ્વિક નિકાસકાર બનવાના પ્રયાસને સમર્થન આપ્યું

viratgujarat

જમ્મુમાં વાહન અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

viratgujarat

બુદ્ધપુરુષનો શબ્દસ્પર્શ,રૂપ રસ અને ગંધ ઔષધિ છે.

viratgujarat

Leave a Comment