Virat Gujarat
બિઝનેસ

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ફિનલેન્ડની અગ્રણી ફૂડ કંપની ફેઝર સાથે એમ.ઓ.યુ. સાઈન કર્યા

ફેઝરની પ્રખ્યાત ચોકલેટ્સ અને કન્ફેક્શનરીઝ આર.સી.પી.એલ.ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડશે

બેંગલુરુ, 6 માર્ચ 2026:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફ.એમ.સી.જી. પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આર.સી.પી.એલ.) ફિનલેન્ડની અગ્રણી ફૂડ કંપની ફેઝર સાથેમેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ(એમ..યુ.) પર હસ્તાક્ષર કર્યા છે. આ જોડાણના ભાગરૂપે બંને કંપનીઓ ફેઝરની રેસિપી અને ગુણવત્તાના ઉચ્ચત્તમ ધોરણોનો ઉપયોગ કરીને ભારતમાંબ્રાન્ડેડ પ્રીમિયમ ચોકલેટ્સનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરવા માટે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરશે.

ફિનલેન્ડના માનનીય રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબની ભારતની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, તેનો ઉદ્દેશ્ય ભારત અને ફિનલેન્ડ વચ્ચેના વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાનો અને તેની સાથે જ ફેઝરની પ્રખ્યાત બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સને સ્થાનિક બજારમાં સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે.

આ ભાગીદારી ફેઝરના પ્રતિષ્ઠિત વારસા સમાન બ્રાન્ડ્સ, નવીન પ્રોડક્ટ પોર્ટફોલિયો અને વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ્સને આર.સી.પી.એલ.ના વિશાળ સ્કેલ અને ભારતભરના અંદાજે  ત્રણ મિલિયન રિટેલ આઉટલેટ્સ સુધીની પહોંચ અને ભારતીય બજારના ઊંડા અનુભવ સાથે જોડશે. બંને કંપનીઓ સાથે મળીને ભારતના ચોકલેટ અને કન્ફેક્શનરી બજારમાં એક અનોખું સ્થાન બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે વધતી જતી ગ્રાહક આવક અને સંગઠિત રિટેલના વ્યાપને કારણે ઝડપથી વિકસે તેવી અપેક્ષા છે.

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડાયરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, “ફેઝર સાથેની ભાગીદારી એ વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ્સમાંથી એકને ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવા તરફનું એક વ્યૂહાત્મક પગલું છે. આ ભાગીદારી ચોકલેટ અને કન્ફેક્શનરી માર્કેટમાં આર.સી.પી.એલ.ની વૃદ્ધિને પણ વેગ આપશે. ફેઝરની વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર બ્રાન્ડ્સ અને ઉત્પાદન શ્રેષ્ઠતાને આર.સી.પી.એલ.ની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ, મજબૂત વિતરણ નેટવર્ક અને ગ્રાહકોની ઊંડી સમજ સાથે જોડીને અમે ભારતીય ગ્રાહકો માટે વિશ્વ સ્તરના ઉત્પાદનો અહીં લાવવા અને આ સમગ્ર કેટેગરીના અનુભવને વધુ બહેતર બનાવવા માટે સજ્જ છીએ.”

આ એમ.ઓ.યુ. અંગે ટિપ્પણી કરતા ફેઝરના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિસ્ટોફ વિટ્ઝથુમે જણાવ્યું હતું કે, “આ ભાગીદારી ફેઝર માટે ઝડપથી વિકસતા ભારતીય બજારમાં અમારી અનોખી પ્રોડક્ટ્સ રજૂ કરવાની એક સુવર્ણ તક છે. ભારતમાં આર.સી.પી.એલ. દ્વારા વ્યાપારીકરણ અને વિતરણની જવાબદારી સંભાળવાથી અમે ચોકલેટ માર્કેટમાં એક પ્રીમિયમ સ્થાન બનાવી શકીએ છીએ અને એક અગ્રણી તથા અત્યંત સક્ષમ સ્થાનિક ભાગીદાર સાથે દેશભરમાં મોટા પાયે વિસ્તરણનો પાયો નાખી શકીએ છીએ. આ વ્યૂહાત્મક ભાગીદારી થકી ભારતના વિશાળ ચોકલેટ માર્કેટમાં પ્રવેશ કરવાથી અમારી આંતરરાષ્ટ્રીય વૃદ્ધિને નોંધપાત્ર રીતે વેગ મળવાની ક્ષમતા મળશે.”

વર્ષ 2022માં તેની શરૂઆત થઈ ત્યારથી આર.સી.પી.એલે. રાવલગાંવ, ટોફીમેન અને પાન પસંદ જેવી ભારતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ તેમજ લોટસ ચોકલેટ્સને પુનર્જીવિત કરીને ચોકલેટ અને કન્ફેક્શનરી માર્કેટમાં તેની હાજરીનો સફળતાપૂર્વક વિસ્તાર કર્યો છે. આર.સી.પી.એલ.પરવડે તેવી કિંમતે વૈશ્વિક ગુણવત્તા’પૂરી પાડવા માટે કટિબદ્ધ છે અને તેણે માલીબન, નેક્સબા અને પેસ જેવી કેટલીક લોકપ્રિય વૈશ્વિક બ્રાન્ડ્સ પણ ભારતીય ગ્રાહકો માટે રજૂ કરી છે.

ફેઝરનીફોકસ્ડ ગ્રોથ સ્ટ્રેટેજી છે જેના મૂળમાં સતત વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના નોંધપાત્ર લક્ષ્યાંકો રહેલા છે. નોર્ડિક્સ અને બાલ્ટિક્સની સાથે પોલેન્ડ અને ચીનમાં કામગીરી તેમજ વિશ્વભરના 40થી વધુ દેશોમાં નિકાસ સાથે ફેઝર પહેલેથી જ સ્થાપિત વૈશ્વિક હાજરી ધરાવે છે. તેની આંતરરાષ્ટ્રીય વૃદ્ધિની સફર ચાલુ રાખતા ફેઝર માત્ર ઓર્ગેનિક રીતે જ નહીં પરંતુ મર્જર અને એક્વિઝિશન થકી પણ વિસ્તરણ કરવાની તકો શોધી રહ્યું છે. કંપની અસ્તિત્વ ધરાવતાં અને નવા એમ બંને બજારોમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે તમામ રસ્તા શોધવા માટે પ્રતિબદ્ધ છે.

Related posts

NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં ‘NB પામ’ લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ

viratgujarat

સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ દ્વારા સૌથી મોટી ઓફરો સાથે આ ફેસ્ટિવ સીઝનમાં AIનો ચમત્કાર લાવી

viratgujarat

મેકમાયટ્રિપ દ્વારા માયબિઝ અને સ્વિગ્ગીએ જોડાણ કર્યું: કોર્પોરેટ પ્રવાસીઓ માટે સુવિધા ઓફર કરે છે

viratgujarat

Leave a Comment